અગ્નિસંસ્કાર - 75 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 75



પ્રિશા કેફેમાં ઊભી પોતાની ફ્રેન્ડ રીના સાથે ફોનમાં વાત કરી રહી હતી. " શું પાર્ટીના પાસનું ઇન્તજામ નહિ થઈ શકે? રીના મેં તને એટલે જ બે દિવસ અગાઉ કહ્યું હતું ને બે પાસનું અરેજમેન્ટ કરવાનું...આ લાસ્ટ મોમેંટમાં પાસ હું ક્યાંથી લાવીશ...તું ફોન મુક મારે તારી સાથે મગજમારી નથી કરવી..." પ્રિશા એ ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો.

પ્રિશાનું અંશ સાથે એ પાર્ટીમાં જવાનું ખૂબ મન હતું. પરંતુ પાસ ન મળવાને લીધે મનને મારીને એ કેફેમાંથી બહાર નીકળવા લાગી પણ ત્યાં જ પાછળથી એક અજાણ્યા યુવકે સાદ આપ્યો. " ઈસ્ક્યુજમી...."

પ્રિશા એ પાછળ ફરીને જોયું તો એક સોહામણો યુવક જેનું શરીર હીરોની માફક મજબૂત અને આકર્ષક હતું. આંખો પર લગાવેલા ગોગલ્સ અને પહેરેલા બ્રાન્ડેડ કપડાં જોઈને એ યુવક પોતાની અમીરી સાફ સાફ પ્રદશીત કરી રહ્યો હતો.

" જી કહીએ??" પ્રિશા એ નમ્રતાથી પૂછ્યું.

" મેં તમને હમણાં ફોન પર પાર્ટીના પાસ વિશે વાત કરતાં સાંભળ્યું તો મેં વિચાર્યું કે મારી પાસે એક્સ્ટ્રા બે પાસ પડ્યા છે તો એ હું તમને આપી દઉં...મતલબ તમને જો કોઈ પ્રોબ્લેમ ન હોય તો..."

" તમારી પાસે છે એક્સ્ટ્રા પાસેસ...!!"

" હા...કેમ કે પાર્ટીનો ઓનર મારો ખાસ મિત્ર છે તો એણે મને ત્રણ પાસ મોકલ્યા હતા હવે હું તો એકલો છું તો બીજા બે પાસ એમ પણ વેસ્ટ જ જવાના હતા..એટલે થયું કે એ પાસ હું તમને સોંપી દઉં..."

" થેંક્યું સો મચ.....તમે મારું ટેન્શન હળવું કરી નાખ્યું.... એ પાસ અહીંયા તમારી પાસે છે?"

" અત્યારે મારી પાસે તો નથી બટ આપણે એક કામ કરીએ ને આપણે પાર્ટીમાં તો મળવાના જ છીએ તો ત્યાં ગેટની બહાર હું પાસ તમને આપી દઈશ...."

" એ પણ ઠીક છે..અને એ પાસના પૈસા.."

" પૈસાની કોઈ જરૂર નથી... એ પાસ એમ પણ મને ફ્રીમાં જ મળ્યા હતા..."

" ઓકે... તમારું નામ શું છે?"

" રોકી સિન્હા....તમારું નામ?"

" માય નેમ ઈઝ પ્રિશા..."

" ઓકે તો આજ રાતે મળીએ પાર્ટીમાં..."

" ઓકે બાય...એન્ડ વન્સ મોર ટાઇમ થેંક્યું સો મચ..."

રોકી કેફેની બીજી સાઈડથી નીકળી ગયો જ્યાં એમણે પોતાની કાર પાર્ક કરી રાખી હતી. અહીંયા પ્રિશા કેફેની બહાર નીકળી અને પોતાના ડ્રાઈવરને ફોન કર્યો.

શોપિંગ કરવાના લીધે હાથમાં બે ત્રણ થેલીનો ભાર હતો અને પ્રિશા થોડીક થાકી પણ ગઈ હતી એટલે તેણે ડ્રાઈવરને ફોન કરીને કાર લઈને આવવાનું કહ્યું હતું પરંતુ ડ્રાઈવર હજુ સુધી નહતો પહોચ્યો.

" શેટ!! આજનો દિવસ જ ખરાબ છે...પાસનું ઇન્તજામ માંડ માંડ થયું તો આ ડ્રાઈવર ફોન નથી ઉપાડતો હવે આટલો સામાન લઈને હું ક્યારે ઘરે પહોંચીશ...??" પ્રિશા રોડની બન્ને સાઈડ નજર ફેરવતી બોલી. ત્યાં જ વાઇટ કલરની કાર લઈને રોકીએ પ્રિશા તરફ પોતાની કાર ઊભી રાખી.

કારની વિન્ડો ઓપન કરીને રોકી એ કહ્યું. " કેન આઈ હેલ્પ યુ?"

" નો થેંક્યું....તમે પહેલા જ મારી ઘણી મદદ કરી છે..."

" હવે ઘણી મદદ કરી છે તો નાની અમથી મદદમાં શું બાકી રાખવું? બોલો તમને ડ્રોપ કરી દઉં..હું એ સાઈડ જ જાવ છું..."

" તમે હેપીનેસ બંગલો તરફ જાઉં છો?"

" હા...તમે હેપીનેસ બંગલોમાં રહો છો??"

" જી..."

" હું એની પાસે જ રોઝ ગાર્ડનની આગળ જે નવી બિલ્ડીંગ બની છે ને ત્યાં રહુ છું...આવો તમને ત્યાં છોડી દઉં..."

પ્રિશા થોડીક સંકોચ અનુભવ કરી રહી હતી પણ રોકીને જોઈને એમને વિશ્વાસ લાયક છોકરો લાગ્યો અને અંતે તે એની સાથે બેસવા રાજી થઈ ગઈ.

" તમે આજ મારી ઘણી મદદ કરી છે.."

" અરે તમે તો હવે મને શરમાવ છો..."

પ્રિશા રોકીની બાજુની સીટમાં બેસી જ હતી.

" તમને કેટલા બે પાસ જોઈએ છે ને?" રોકી એ પોતાની ચતુરાઈ વાપરવાનું શરૂ કર્યું.

" હા..."

" સાચું કહું તો પાર્ટીનો મને કોઈ ખાસ શોખ નથી આ તો મારા ફ્રેન્ડે કહ્યું એટલે જવું પડશે....પણ મને લાગે છે તમને ડાન્સ પાર્ટીનો ખૂબ શોખ છે??"

" અરે ના ના...હું પણ આવી પાર્ટીમાં ઓછી જ જાવ છું આ તો મારા એક ફ્રેન્ડે આવી કોઈ પાર્ટી જોઈ નથી તો એને દેખાડવા જ લઈ જાઉં છું..."

" ફ્રેન્ડ?? મતલબ બોયફ્રેન્ડ છે??"

" અરે ના ના અમે જસ્ટ ફ્રેન્ડ છીએ એ ગામડેથી હમણાં જ આવ્યો છે તો મેં વિચાર્યું એને મુંબઈની પાર્ટી દેખાડી દઉં..."

" ઓહકે...આ લ્યો..તમારો હેપીનેસ બંગલો પણ આવી ગયો.."

" ઓકે થેંક્યું સો મચ..."

" તો આજ રાતે મળીએ પાર્ટીમાં...."

" ઓકે બાય..."

" બાય..." રોકી એ હેપીનેસ બંગલોને બરોબર નિહાળ્યો અને પ્રિશાના જતા જ એ મનોમન બોલ્યો. " અંશ મતલબ તું અહીંયા રહે છે... પ્રિશા સાથે મુલાકાત તો થઈ ગઈ હવે બસ તને મળવાનું બાકી છે..."

કેવી રહેશે અંશ અને રોકીની મુલાકાત? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ