ગરમી તો કહે મારુ કામ Munavvar Ali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરમી તો કહે મારુ કામ

પૃથ્વી પર ગરમી સતત અનુભવાઈ રહી હે, તેની પાછળ ઘણા કારણો છે. ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષછેદન, ઉદ્યોગિકરણ વગેરે.
દર વર્ષે ગરમીના આગલા રેકોર્ડ તૂટતા જોવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધ ને ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપવામાં આવે છે. તેમજ યુવાનોને બપોરે 12 થી 4 દરમ્યાન બહાર નીકળવાની ના પાડવામાં આવે છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં સુરતની સિસમેરા હોસ્પિટલમાં કુલ 10 વ્યક્તિ દાખલ કરવામાં આવ્યા. બધા વચ્ચે ઉંમર 40 થી 50 માં 9 વ્યક્તિ અને 1 વ્યક્તિ 52ની વયનો હતો. કોઈ હિટ સ્ટ્રોકથી તો કોઈ ડાયેરીયામાંથી સારવાર લઈ રહ્યો હતો. આ ગરમીમાં મેચનો ઉત્સાહ ફિલ્મ સ્ટારને ઉત્સાહિત કરી દે છે. તેમાં વળી મહાન કલાકાર શાહરુખ ખાનને પણ લુ લાગી હતી. અને દાખલ અમદાવાદ કેડી હોસ્પિટલમાં કરાયા હતા. કારણકે તેઓ ipl ની ક્વોલિફાય મેચ જોવા અમદાવાદ મોસી સ્ટેડિયમ અત્રે આવ્યા હતા.
મારા ફોઈના ઘરે હું અને પિતાજી રાતે ગયા હતા, મેં નોંધ્યું તેમ રાતે જમ્યા બાદ લોકો 2 કલાક સુધી હવા ખાય છે. મારા માસીને ત્યાં પણ આવી સિસ્ટમ ચાલે છે.
અને રાતે 12 વાગ્યા પછી ઠન્ડો પવન વાય છે. રસ્તામાં અમે પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ભવ્ય એપાર્ટમેન્ટના પ્રગણમાં બાયું ગોળ ફરીને બેસ્યા હતા. અને વાતો કરતા હતા. ગરમીમાં લોકો બહાર જમવાનું વધારે પસન્દ કરે છે. હોટેલો પર જામતી મહેફિલ વારંવાર જોવામાં આવે છે. એશિયન હોટલ પર જમવા માટે લોકો મોડી રાત સુધી જમે છે અને ટેબલ પર ગોઠવાયેલા જોવા મળે છે.
માનવ ઉપરાંત પશુઓ પણ ગરમી થી પીડાય છે. કુતરાઓ શેરીઓમાં ઝાઝા પાણીમાં બેઠા બેઠા હાશ કરે છે. કોયલ સતત ટહુકા બોલાવતી રહે છે. ટીટોડી આમ તેમ અવાજ કરતી ઊડતી જોવા મળે છે. મોર ખેતર માંથી મોડી સાંજે બહાર આવે છે. ગરમી વધવાનું એક કારણ એ છે કે સર્યાસ્ત પછી જમીનમાંથી ગરમી બહાર નીકળતી હોઈ તેમ જણાય છે.
ભરવાડ જયારે ભેંસને ચારવા ખેતરમાં નીકળી પડે ત્યારે ભેંસો કાંસમાં જતી રહે છે, જેથી ભરવાડે કૂતરા સાથે રાખ્યા હોવાથી તેમની મદદથી બહાર કાઢે છે.

બે દિવસ અગાઉ થયેલી હોનારતમાં, બોડેલીના એક કબ્રસ્તાનમાં 100 ચામચીડિયાના ગરમીના કારણે મૃત્યુ નિપજ્યા હતા. અને મુંબઈ એરપોર્ટ પર દુબઈની એમીરેટ્સ ઇવી 58 એરલાઇન્સ સાથે અથડાવાથી 100 ફ્લેમિંગો મૃત્યુ પામ્યા હતા. કારણકે તેઓ લાઈટ પોલ્યુશન અને કન્સ્ટ્રક્શનને લીધે ફરવા નીકળ્યા હતા.
આ ગરમીમાં તો રાજકારણ પણ ગરમાયુ હતું. ચૂંટણીની પ્રકિયા દરમ્યાન ક્ષત્રિયો વિશે ટિપ્પણી કરતા ઉમેદવાર પર વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યા અને તે સમાજના લોકોએઆંદોલન ચલાવ્યું. વડોદરા જિલ્લાના ચૂંટણી મથકે મતદાર માટે ઓઆરએસના પાવડર અને ઠન્ડો પાણીનું વિતરણ કરવામાં આવ્યું.
હિટવેવથી આગ લાગવાના બનાવ વારંવાર બનતા રહે છે. એક સોફા ના ગોડાઉનમાં મહિનામાં બે વાર આગ લાગી હતી. જેમાં પ્રથમ આગમાં વધુ નુકસાન થયું હતું તેના પર કાબુ મેળવવા 10 કલાક સુધી પાણી નો મારો ચલાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી વારની ઘટનામાં 325000 લીટર પાણી નો મારો ચલાવાયો ત્યારે આગ કાબુમાં આવી હતી. ફાયર બ્રિગેડે આ ગોડાઉન વિશે ફાયર સેફટી હતી કે કેમ? તેની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા. જ્યારે નાના દુકાનદારોને ફાયર સેફટી માટે દમદાટી આપવામાં આવે છે.
મીડિયાએ ફાયર બ્રિગેડને આ ઘટના અંગે પૂછતાં તેમણે કહ્યું કે આ સ્થળ ઇન્સ્પેક્ટરના નેજામાં આવે છે. તેમ કહીને મોટા વેરહાઉસમાં સેફટી સુવિધા માટે ફાયર બ્રિગેડ જવાબદારીમાંથી હાથ ખનખેરી રહ્યું છે.
ગરમી તો કહે મારુ કામ, ગરમીમાં રાહત લેવા માટે ધનિકો એસી કુલર નો સહારો લે છે, જ્યારે બસમાં, રીક્ષામાં, ટુવહીલર પર સફર કરતો સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે, તેમજ બપોરે મોટા શહેરમાં કરફ્યુ નો માહોલ જોવા મળે છે. ભારતમાં તાપનો 'આકરો મિજાજ' : 49 ડિગ્રી સાથે રાજસ્થાનનું બાડમેર દેશનું સૌથી ગરમ સ્થળ છે.
અમેરિકાના જોફ બેસોઝની કમ્પનીમાં લોકોને બપોરે કામ દરમિયાન બ્રેક લેવાની છૂટ આપી સાથે આરામ સમયમાં વધુ સમય સુધી ઉઘનાર માટે બોનસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સ્વાસ્થ્ય સમિતિ ના જણાવ્યા અનુસાર ફક્ત પાણીથી ઉપચાર ના થાય કેમકે પ્રચંડ ગરમીમાં પરસેવે રૂપે લીટર પાણી અને શરીરમાં રહેલા સોડિયમ, મેગ્નેશિયમ, ઇલેક્ટરોલાઇટ્સ પણ નીકળી જાય છે, જેથી ઓઆરએસ દ્રાવણનું સેવન કરવાનું કહેવામાં આવે છે.

જનજીવન ગરમીથી બચવા વિવિધ ઉપાય કરી રહ્યું છે. જેમાં હવે મધ્યમવર્ગીય પરિવાર પણ નાછૂટકે એસી લેવા મજબુર બન્યા છે. એક અહેવાલ મુજબ, આ માસમાં એક વડોદરા શહેરના આંકડા જાણવા મળ્યા જેમાં, દર વર્ષે દૈનિક 400 એસી રોજ વેચાતા જ્યાં આ માસ દરમિયાન રોજના 700 એસી વેચાઈ રહ્યા છે, અને ઇલેકટ્રીક શોરૂમમાં જ્યાં વેચાણ થાય ત્યાં લોકો બે બે દિવસ અગાઉ ફિટિંગ માટે બુકીંગ કરાવી રહ્યા છે. એસી ફિટિંગ કરનાર કારીગરોને એકધારું કામ કરવું પડી રહ્યું છે, તેમનો કામનો બહાર વધી ગયો છે.
કુલર પણ આમાં બાકાત નથી. જ્યાં એસીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યાં કુલર પણ 1 લાખથી વધારે વેચાઈ રહ્યા છે.
જળાશયો ના જળસ્તર નીચા થઈ ગયા છે. આગામી વર્ષોમાં પાણી ની અછત વરતાતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે. લોકો બાઇકો પર કુલર અને એસી લઈ જતા થયા છે.

અમદાવાદમાં તો ટ્રાફિક ક્રોસિંગ પર લાઈટની સાથે ફુવારાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે, જ્યાં સિગ્નલ પર ટ્રાફિક ઉભું રહે ત્યારે લાલ લાઇટની સાથે ફુવારા દ્વારા લોકો પર થનડું પાણી છોડવામાં આવે છે. અને ટ્રાફિક હવાલદારો માટે એસી વાળા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા છે.

નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા માટે વેકેશન જાહેર કરાયું છે. ઉત્તર પશ્ચિમમાં હિટઝોન જાહેર થયા ત્યાં કર્ણાટક અને તમિલનાડુમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યાં બે દિવસમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બરોડા ડેરીએ જણાવ્યું તેમ, આ વર્ષમાં ફેબ્રુઆરી-માર્ચમાં જ્યાં રોજનું 400 લીટર છાસ અને આઇસ્ક્રીમનું વેચાણ થયું હતું જ્યારે મેં મહિનામાં આકડો 600 પાર થઈ 618 લીટર વેચાણ થઈ રહ્યું છે.

પ્રચંડ ગરમીમાં લોકો આઈસ ગોળા ખાવા રાતે નીકળે છે, મારા શહેરમાં આઇસક્રીમ વેંચતા નાના ફેરિયાનું સ્થાન આ ગોળાવાળાએ લઈ લીધું છે.

સતત વધતી ગરમીમાં જનજીવન બેબાકળૂ બન્યું છે ત્યાં તો તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મારા રોજના રસ્તા પર જ્યાં હું એક ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાવ છું ત્યાં શહેરને જોડતો માર્ગ હાલ બિસ્માર બન્યો છે, ઠેર ઠેર ગટર બનાવવા કુંડીનું નિર્માણ કાર્ય ચાલુ છે, તેમણે એક જ રસ્તા પર 11 કુંડી બનાવી કાઢી છે. જ્યારે મોટા શહેરમાં હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે કારણકે મુંબઈમાં હોર્ડિંગ પડવાની હોનારત સર્જાઈ હતી જેમાં 8 વ્યક્તિના મોત થયા હતા. અમદાવાદમાં તો મોબાઇલ ટાવર પણ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કારણકે આ પણ આફત સર્જી શકે તેમ છે.
બરોડાના લાલબાગ વિસ્તારમાં પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં મ્યુ. કમિશનર દ્વારા એક બાજુના રસ્તે ડિવાઈડર આપી બીજો માર્ગ જ્યાં કામ ચાલુ છે તે સદનતર બન્ધ કરી દેવાયો છે.
જ્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે તકલીફ વધે છે, કારણકે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય છે, તો બીજી તરફ પેટ્રોલ ડિઝલથી થતા ધુમાડા અને વાહનોના એસીના આઉટલેટમાંથી ગરમ હવા સતત બહાર આવે છે.

ઉર્જાતંત્ર દ્વારા સતત વિજકાપ મુકવામાં આવે છે જેની પાછળનો મુખ્ય કારણ વધુ પડતો વિજવપરાશ છે. વધુ પડતા વિજવપરાશથી ટ્રાન્સફોર્મર ફાટતા જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે, આપતિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
૧. બપોરે રસોડામાં જવું નહિ અને રસોઈ કરવી નહીં.
૨. પાણીનો વપરાશ વધુ કરવો. વારંવાર પાણી પીતા રહેવું.
૩. તળેલા મસલયુક્ત ખોરાકનું પ્રમાણ ઘટાડવું.
૪. કેફી પીણાં જેમ કે ચા કોફી ઓછી પીવી, કેમકે તેને પીવાથી તરસ મટી જાય છે.
૫. ખુલ્લામાં કચરો બાળવો નહિ, જે ગરમીમાં વધારો કરે છે.
૬. ખુલતા સુતરાઉ કપડાં પહેરવા અને સાથે એક પાણીની બોટલ અવશ્ય રાખો.
૭. બાંધકામ સાથે સંકળાયેલ વ્યક્તિએ બપોરે આરામ કરવો.
૮. વધારે પાણી ધરાવતા ફળો નિયમિત ખાવા જેમકે તરબૂચ, સકરતેતી, ગલેલી. ગલેલીમાં તો તરસ છીપાવવા ઉપરાંત સોડિયમ મેગ્નેશિયમ પણ મળી રહે છે. તેના સેવનથી પાચન સારું રહે છે.
૯. પ્રેસર કુકરનો ઉપયોગ ઓછો કરી દેવો.

ગરીબલોકો માટે અમૃતપીણું છાશ છે, છાસમાં ફાઈબર હોવાથી ગરમીમાં થાક અનુભવાતો નથી.
ઉપરાંત લીંબુ શરબત નિયમિત પીતા રહેવું.
કેરીના પનામાં પોષકતત્વો સારા એવા રહેલા છે, જે ગુણકારી હોવાની સાથે લૂ લાગવા જેવી સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

એમ.એસ. યુનવસીટીના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા એક પ્રયોગ કરવામાંઆવ્યો. જેમાં સાબિત થયું કે બાંધકામ માટે વપરાતા મટેરિયલ્સ ઇન્ટ, રેતી, કપચી, સિમેન્ટ ઝડપથી ગરમ થાય છે. આ તમામ વસ્તુ ઉષ્માશોષક છે. તેમણે ડિસેમ્બર માસમાં તાપમાન 29 સે સુધી હતું ત્યારે તેમણે ખુલ્લા તડકામાં આ વિવિધ મટેરિયલ્સ મૂક્યા જેમાં તેઓએ તારણ કાઢ્યું તેમ પ્લાસ્ટર વાળી ઇન્ટ સૌથી ગરમ 58 સે સુધી ગરમ હતી. જ્યારે રેતી 48 સે સિમેન્ટ 53 સે અને ફક્ત ઈંટ 42 સે સુધી ગરમ થયા હતા. જેના પરથી અંદાજો લગાવી શકાય કે મોડી રાત સુધી ઉકળાટ કેમ વર્તાય છે?

મારા મત મુજબ દરેક વ્યક્તિએ પોતાના જન્મદિને એક છોડ જરૂર ઉગાડવું અને પોતે તેનું ખાદ્ય પાણી ન કરી શકે તો તેવા સનજોગોમાં ઇચ્છુક વ્યક્તિને દત્તક આપી દેવું.
ઇઝરાયેલ જેવા રણપ્રદેશ ધરાવતો દેશ એક જ દાયકામાં હરિયાળી સર્જી શકે તો ભારત તો કૃષિપ્રધાન દેશ છે.
આઈન્સ્ટાઈનની ભવિષ્યવાણી મુજબ વિશ્વ 2050 સુધી અગનગોળો ના બને તેના માટે આપણે અત્યારથી જાગૃત થવું પડશે.