બીજી સ્ત્રી Munavvar Ali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

બીજી સ્ત્રી

કૌશલ્યા એ વિવેક ની મદદથી ચુડેલ ને પરાજિત કરી દીધી હતી અને તેની ચોટલી લઈને ગામથી ફરાર થઇ ગઇ.

ગામમાં હવે માથા વગરના રાક્ષસનો આતંક ફેલાઈ ગયો.આ માથાભારે રાક્ષસ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ગામની અપરિણીત યુવતીઓ ને મધરાતે ઉઠાઈ જતો. વિવેકનો મિત્ર દીપેન તેની પ્રેમિકા, પારુલને અનહદ પ્રેમ કરતો, અને આ વાત તેણીને કહી શકતો નહોતો. પારુલ ને અનિદ્રાની સમસ્યા રહેતી, તેથી રોજ રાતે દીપેન તેને હાલરડું સંભળાવવા તેના ઘરે જતો રહેતો. તે સારું ગાઈ શકતો ન હોવાથી કોઈક વાર વિવેક દ્વારા તેને હાલરડાં સંભળાવવામાં આવતા. વળી, વિવેક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હતો, અને રોજ સવારે દોડવા જતો રહેતો.

આ સુટેવો ને લઈ, પારુલ વિવેક તરફ આકર્ષાવા લાગી. ઉપરાંત, રોજ સવારે દોડીને આવ્યા બાદ તેણી વિવેક ને આલિંગન આપતી. એક વાર દીપેન આમ કરતા જોઈ ગયો, પણ કશું કહ્યું નહિ અને બંનેને દૂર કરવા લાગ્યો. રાતે જ્યારે વિવેક હાલરડું સંભળાવી ઉભો થયો અને રૂમની બહાર નીકળ્યો ત્યારે પેલો રાક્ષસ મુજયો પારુલ ને ઉઠાવી ગયો.

દીપેન શોકગ્રસ્ત થયો અને મહોલ્લામાં કાસળ કાઢ્યું, પછી વિવેક પર રોષે ભરાયો. કહે,'જો તારી જગ્યાએ હું ગઈ કાલે ગયો હોત તો સારું થાત! મારી પારુલ જતી રહી! તારા લીધે જ આમ થયું છે.'

વિવેકે તેને આશ્વાસન આપતા જણાવ્યું કે તે પારુલ ને પાછો લાવવા મદદરૂપ થશે. વિવેક તેના ઘરે જઈ બાપા ને મળ્યો અને બાપા શાંતિલાલ એ તેને ત્રીસ હજાર રૂપિયા આપી દીધા. શાંતિલાલ ચિંતાતુર હતા, કેમ કે તેઓ વિવેકના લગ્ન કરાવવા માંગતા હતા.

વિવેક આ રૂપિયા લઈને દીપેન ને મળ્યો અને દીપેન ને આપતા કહ્યું કે "પારુલ નું ગમ ભૂલી જા. ભગવાનની ઈચ્છાથી તે પરત આવી જશે." દીપેન મન હળવું કરવા વિવેકની હાંસી ઉડાડવા લાગ્યો. વિવેકની સખી કૌશલ્યાને શાપિત મહિલા કહી ચીડવવા લાગ્યો, વિવેકે રૂપિયા પરત પડાવી લીધા.

હવે, તે પોતાની દુકાને જઈ રહ્યો હતો ત્યારે ગામની બે સ્ત્રીઓ તેને ઉઠાવી પર્વત પાટીયે લઈ ગઈ. વિવેક સાથે વાત કરતા, તેઓ ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. કહેવા લાગી, "પેલી સ્ત્રીચુડેલ ને ભગાવી તે સારું નથી કર્યું, તેનું સ્થાન આ સ્ત્રીભક્ષી દાનવે લઈ લીધું છે. ઉપરાંત, હવે અમારા પતિઓ તેમનું વર્ચસ્વ પાછું ઘરમાં સ્થાપિત કરવા લાગ્યા છે."

"હવે તારે જ આ સ્ત્રીભક્ષી દાનવને ભગાડવો પડશે."  ટોળકીની તમામ મહિલાઓ તાડુક્યા.

"ભલે, એમ જ થશે." વિવેકે વચન આપ્યું.

પંચાયતમાં સભા યોજાઈ. તેમાં ગામની સ્ત્રીઓએ તેમનો મુદ્દો મુક્યો, જે પ્રમાણે સ્ત્રી ને વિવેકે ભગાડી હવે આ દાનવને પણ વિવેક જ ભગાડશે, અથવા તેનો સર્વનાશ કરશે. પણ સાવચેતીના પગલાં રૂપ અમારે શુ કરવું?

મંત્રી બોલ્યા, "જેમ સ્ત્રીથી બચવા આપણે ઘરની બહાર બોર્ડ લગાવતા, ઓ સ્ત્રી, ઘરમાં કોઈ નથી, કાલે આવજે. તેમ પાછું આવું કઈક કરો."

ગામની મહિલાઓએ રજૂ કર્યું, "સ્ત્રીને ભગાડવા આપણે બોર્ડ લગાવતા હતા તો આવડા ભક્ષક ને ભગાડવા શું કરીએ?"

મંત્રીએ સૂચવ્યું કે "તમે બોર્ડને બદલીને, તેમાં લખી દો સ્ત્રી અમારી રક્ષા કરો! સર્વે સ્ત્રીઓએ મંત્રીજી નો આભાર માન્યો અને આદર વ્યક્ત કર્યો, ત્યાં તો સભા પૂરી થઈ ગઈ.

વિવેક તેના મિત્ર દીપેન ને સાથે યોજનાઓ ઘડવા લાગ્યો કે કઈ રીતે આ દાનવ ને ભગાડી શકાય? દીપેનને ઉપાય સુઝ્યો, દીપેન કહેવા લાગ્યો કે "તને યાદ છે, તુષાર પાસે ભૂતોને બોલાવવાની વિદ્યા છે? ઉપરાંત તેને સ્ત્રીનો ભાઈ પણ કહી શકાય એમ કે તેને પણ રાતે ભૂતો સાથે વાત કરવાની ટેવ છે." તેની આ વાત સાંભળી વિવેક તેને પ્રોત્સાહન આપવા લાગ્યો અને પછી તેઓ બંને તુષારને મળવા દિલ્હી ગયા અને ત્યાંથી પાછો આ ગામમાં ખેંચી લાવ્યા.

તુષાર ને આવતો જોઈ ગામવાળા બધા ખુશ થયા અને તેનો મનોમન આભાર વ્યક્ત કરવા લાગ્યા. તુષાર વિવેક અને દીપેન ને જંગલમાં લઈ ગયો જ્યાં તેણે એક વરૂ પાળેલું હતું. તે કહેવા લાગ્યો કે આ પણ આપણી મદદ કરશે.

તુષાર વિવેક અને દીપેન, મોડી રાત્રે ગુફામાં ગયા, જ્યાં સ્ત્રીને ભગાડવામાં આવી હતી આ જ ગુફામાં પેલો દાનવ વસવાટ કરી બેઠો હતો. વિવેક અને દીપેને તુષાર ને આગળ કરી દીધો અને ત્યાંથી પલાયન થઇ ગયા. દાનવે તુષારને ચામાચીડિયાની જેમ દીવાલ પર લટકાવી દીધો પછી થોડા સમય પછી ગુફામાં વિવેક અને દીપેન પરત આવ્યા ત્યારે તેમણે તુષાર ને લટકેલી હાલતમાં જોયો તે તેને ઉતારવા લાગ્યા પણ ત્યાં સુધી તેનામાં દાનવ ની આત્મા પ્રવેશી ચૂકી હતી, તેથી તેમણે તુષારને ઝડપથી ખેંચી લીધો જેથી તે બેભાન થઈ ગયો અને ઝટકો વાગતા જ રાક્ષસની  પ્રેતાત્મા તેનામાંથી દૂર થઈ ગઈ, તે બેભાન અવસ્થામાં હતો ત્યારે વિવેકે તેના મોઢામાં શ્વાસોચ્છવાસ આપ્યા તે સફાળો જાગ્યો.

હવે મંત્રીજી આ ત્રણેય મિત્રોને મળવા આવ્યા ત્યારે વિવેકે કહ્યું કે "હું હમણાં આવું છું" તેથી મંત્રીજી અને વિવેકના  મિત્રો તેની પાછળ પાછળ ગયા અને ગુફામાં પહોંચતા વિવેકે નાનકડું વાજિંત્ર વગાડી કૌશલ્યા ને બોલાવી લીધી.

કૌશલ્યા પાસે જ ઉપાય હતો કે કે દાનવ ને કઈ રીતે ભગાડી શકાય. તેથી, વિવેક કૌશલ્યાને સાથે લઈ ગયો અને મંત્રીજીને મળ્યો મંત્રીજી કહેવા લાગ્યા કે "તે ગુફા વિશે પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે અર્ધપુરુષ અને અર્ધસ્ત્રી એ ગુફામાં પહોંચી શકે છે. ફક્ત એક પુરુષ અથવા એક સ્ત્રી તે ગુફામાં જઈ શકતા નથી કે જ્યાં આ દાનવ વસવાટ કરે છે."

કૌશલ્યા આ બધી વાત સમજી ગઈ અને કહેવા લાગી કે "મારે અર્ધાસુરનો રૂપ લેવો પડશે" પરંતુ આ વાત વિવેક અને મંત્રીજી સમજી શક્યા નહિ.

આવે બીજી રાત્રે વિવેક અને કૌશલ્યા ગુફા બહાર હતા ત્યારે કૌશલ્યા એ વિવેક ની પાછળ જઈને આલિંગન કર્યું,અને તેનામાં સમાઈ ગઈ આવે અર્ધપુરુષ અને અર્ધ સ્ત્રી હોવાથી તે ગુફામાં અંદર સુધી પહોંચી ગયા.

અંદર પહોંચતા વેંત વિવેક કૌશલ્યાના  હાથ પર ચુંબન કરવા લાગ્યો, અતિશયોક્તિ અજમાવવા લાગ્યો, તેના સ્તન પર જેમ હાથ મૂકવા ગયો કે કૌશલ્યા તેનામાંથી દૂર થઈ ગઈ.

કૌશલ્યા કહેવા લાગી "અહીં આપણે રમત રમવા નથી આવ્યા, દાનવને પકડવા આવ્યા છે!" વિવેક તેની વાતથી સહમત થયો અને તે જોવા લાગ્યો કે ગુફામાં ગાઢ અંધારું છે પરંતુ મંત્રીજીના મસાલથી થોડા અજવાળું આવી શકે તેમ છે.તે મંત્રીજી પાસેથી મસાલ લઈ આવ્યો ત્યાં કૌશલ્યા એ જોયું કે દૂર પડેલા એક ખડકમાં એક ધારિર્યું છે અને  તે ધારર્યા થકી જો આ દાનવને નષ્ટ કરવામાં આવે, તો જ તેનો અંત આવશે.

તેથી તેણીએ વિવેકને સૂચવ્યું કે 'જા અને પેલો ધારિર્યો લઈને આવ.' ત્યારે વિવેકે કહ્યું કે 'નીચે ધગધગતો લાવા વહી રહ્યો છે તમેં મને ત્યાં જવાનું કહો છો?'  છેવટે તે ત્યાં પહોંચ્યો અને ખડકમાંથી ધારિર્યુ ખેંચવા લાગ્યો પરંતુ ધારિર્યું નીકળતું નહોતું કૌશલ્યા એ કહ્યું કે "તારે ખંતથી આ ધાર્યું કાઢવું પડશે તારામાં ખન્ત લાવવો પડશે."

હવે કૌશલ્યા દાનવનું ધ્યાન ભટકાવવા માટે તેની સાથે યુદ્ધ લડવા લાગી. કૌશલ્યા પોતાના લાંબા ચોટલા થકી તેને મારવા લાગી. પરંતુ જેમ તે મારતી ગઈ તેના મુખોટા વધતા ગયા આવે. છેલ્લે અડધો ડઝન માથા થઈ ગયા. પરિણામે, કૌશલ્યાને દાનવે પકડી લીધી અને તેના મુખમાંથી શક્તિઓ ખેંચવા લાગ્યો.આ બધું વિવેકે જોઈ લીધું અને વિવેકે છૂટો પથ્થર ફેંકીને માર્યો. આમ, દાનવનું ધ્યાન ભટકાયું અને તે વિવેકની તરફ આગળ વધવા લાગ્યો કે પછી તરત આ કૌશલ્યા એ પાછળથી હુમલો કર્યો પરંતુ દાનવ ને ખતમ કરવો મુશ્કેલ હતું.

હવે અચાનક વરુ આવ્યું અને પાંચ માથાને ફાડીને ખાઈ ગયુ. હવે જ્યારે દાનવનું એક જ માથું હોવાથી કૌશલ્યા માટે સરળ હતું કે તેનું ધ્યાન વારંવાર ભટકાવી શકે, તે માથાનો સંપૂર્ણપણે નાશ નહોતી કરતી, પરંતુ ઘાયલ કરવા લાગી.

વિવેક ને કૌશલ્યાની કહેલી વાત યાદ આવી કે તેણે ખંતથીધારિયુ કાઢવું પડશે અને તે કૌશલ્યાના વિચારોમાં ખોવાઈ ગયો અને પોતાનું સંપૂર્ણ બળ તે ધારિયાને ખેંચવામાં લગાવી દીધું અને ધારિર્યું ખેંચીને હાથમાં લીધું ત્યાં જ સ્ત્રી આવી ગઈ.

બીજી બાજુ કૌશલ્યાને ફરીથી દાનવે ફરીથી તેના ચોટલા થકી ખોળામાં ઉપાડી લીધી અને તેના મુખમાંથી શક્તિઓ ખેંચવા લાગ્યો.એટલામાં સ્ત્રી આવી. સ્ત્રીને જોઈ વિવેકે ધારિયો સ્ત્રી તરફ ફેંક્યો, સ્ત્રી તે ધારિયાને હાથમાં લઈને  પ્રથમ તો દાનવના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા અને તેને લાવામાં ફેંકી દીધા પરંતુ તેનું માથું નષ્ટ કરવુ જરૂરી હતું તેથી તેના માથાના પણ બે ટુકડા આ ધારિયા થકી જ કર્યા અને તેને પણ લાવામાં સળગવા ફેંકી દીધા આમ, આ રીતે દાનવ નો નાશ થયો.

હવે વિવેક અને કૌશલ્યા ગુફાની બહાર આવ્યા ત્યારે વિવેક કૌશલ્યાને કહેવા લાગ્યો કે "હું તમારી સાથે રહેવા માગું છું તમે મારા મિત્ર છો પરંતુ ગાયબ કેમ થઈ જાવ છો? અચાનક હવે તમે બે વર્ષ પછી પાછા આવ્યા!" ત્યારે કૌશલ્યા એ કહ્યું કે "આ વાત કોઈને કરવી નહીં. હું એ જ સ્ત્રીની પુત્રી છું કે ગામના લોકો જેને શાપિત ચુડેલ કહેતા હતા."

વિવેકથી વિદાય લેતા સ્ત્રી (કૌશલ્યાં) દૂર થવા લાગી અને હવામાં વિલિન થઈ ગઈ. વિવેક તેને પકડવા આવ્યો કે તેના હાથમાં ફક્ત ફૂલની પાંખડી આવી. તે પાંખડીને હથેળીમાં જોરથી દબાવી ત્યાં તેના શરીરમાં તેને વિશિષ્ટ શક્તિનો સંચાર થયો.