આત્મા શુ છે? કોઇ ચમત્કારિક વસ્તુ ગણે છે તો કોઇ શરીરનું અંગ જે મૃત્યુ પછી શરીરથી જુદુ પડે છે!
હુ અહી એક મહાન વ્યક્તિની વાત જણાવવા માગીશ જેમને હજારો વર્ષો પહેલાં કહેલું કે આત્મા ન વર્ષથી ભીંજાય શકે, ન પવન સૂકવી શકે, ન તલવારથી વીંજી શકાય, ન આગ બાળી શકે જેમને ખુદની ઓળખ આપતાં જણાવ્યું હતું કે ઇન્દ્રિયોમાં હુ મન છુ! મન એટલે દિમાગથી ઉત્પન્ન થયેલ વિચાર, બુદ્ધિ.
વિચાર અને બુદ્ધિને ન બાળી શકાય, ન ભીંજવી શકાય, ન કાપી શકાય જેવા વિચાર તેવો વ્યક્તિ, મહાન વિચાર ધરાવતા વ્યક્તિની ઓળખ મહાત્મા થી જ ' થાય છે, એ મુજબ પરમ આત્મા એટલે પરમાત્મા
તેમના કહેવા મુજબ હુ અ જન્માં છુ "તો થોડું ગેહરું અધ્યન કરીએ અને આસ પાસ સમાજને જોઈએ તો સમાજના હિત માટે મસ્તિષ્કમાં વિચાર નિર્માણ પામે.
ખરેખર જો કોઇ ઈશ્વર કે અલ્લાહ નું અસ્તિત્વ ધરાવતું હોય તો મસ્જિદ તૂટે કે મંદિર ચમત્કાર થવો જોઈએ !
કોઇ અબળા ની લાજ બચાવવા પણ ચમત્કાર થવો જોઇએ ઈશ્વર દ્રષ્ટિમાં તે બનતી ઘટના ન આવી હોય તો અલ્લાહને ચમત્કાર કરવો જોઈએ અને અલ્લાહની દ્રષ્ટિમા ન આવે તો ઈશ્વરને ચમત્કાર કરવો જોઇએ!
શુ એ બની શકે કે કોઇ દુઃખિયના દુઃખ જગત બનાવનારા થી નજરથી દૂર હોય! ન બની શકે જો ઈશ્વર કે અલ્લાહ જો જીવ સૃષ્ટિ કરતા હોય તો, માનવ દ્વારા સર્જનહાર નું નિર્માણ કરવામાં આવ્યું છે તે અનુભવ થાય કોઈને દુઃખી નિહાળતા!
કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા આ પાંચ તત્વોનો ત્યાગ ધર્મ કહે છે, જે બિલકુલ અશક્ય છે માનવ સમાજ માટે કેમકે આ પાંચ તત્વોના ત્યાગથી માણસ પાસે શુ બચે? શુ તરક્કી શક્ય છે? શુ વંશ પરંપરા શક્ય છે? ક્રોધ ન કરે તો બીજા અન્યનો શિકાર બની જાય, લોભ ન કરે તો ભવિષ્ય માં અંધકારમય, મોહ ન રાખે તો આનંદ અસ્ત થાય, ઈર્ષા ન કરે પછાત રહી જાય!
જે વ્યક્તિને જેવો ભગવાન ગમ્યો એવા ભગવાનને પૂજવા લાગ્યો આજે આસ પાસ જુઓ તો ધર્મ માં ઘણા ધર્મ છે, જેટલી જ્ઞાતિ જાતિ છે તે થી વધારે ઇસ્ટ દેવ છે! દરેકના દેવ સક્ષમ, કોઈના જરા પણ નબળા નહિ, અજીબ તો ત્યારે થાય જ્યારે જાણવા મળે કે દરેકના ઇષ્ટદેવ સ્વરુપવાન ! કોઇ ભગવાન વૃદ્ધ નહિ જ્યારે ગ્રંથોમાં તો હજારો વર્ષો યુધ્ધ કરેલા તે દેવોએ મતલબ કે તેઓના જીવનમાં પણ વૃદ્ધાવસ્થા જરૂર આવી જ હોય કેમકે ગ્રંથોમાં બચપન, જુવાની પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે!
માનવ સમાજ એ પ્રમાણેનો નિર્માણ થયો છે કે નબળુ સ્વીકાર્ય જ નથી! જેમ દિવસ રાત છે તેમ સુખ દુઃખ, બચપન જુવાની અને વૃદ્ધાવસ્થા પણ છે જ ,
વૃદ્ધ ભગવાન અથવા શ્રમ કરતો ભગવાન (આસન જમાવી શૃંગારથી સજ્જ બેઠેલા ભગવાન નહિ) સમાજ પુજતો થય જાય તો સમાજની વ્યાખ્યા જ બદલી જાય.
એક તરફ આજનો સમાજ સ્વીકારે છે કે યુગના નિર્માણ માટે તે અવતાર ધારણ કરી આવે છે તો આપડા આઝાદીના લડવૈયા આપણને આઝાદ કરવી ગયા તે કોણ હતા? તે તમામ અવતારો જ હતા પણ સ્વીકાર્ય નથી કેમકે તેઓ આપડા જેવા પહેરવેશમાં હતા સમાજ પૂજે છે તેવા શૃંગાર ન હતા, ન હતા હાથમાં ખડગ તીર કે તલવાર! ન હતા સજ્જો શૃંગાર અરે આઝાદીના લડવૈયા રૂપાળા પણ ન હતા તો કેમ આ દંભી સમાજ તેઓને પૂજનીય સમજે!! આજનો સમાજ નાસમજ પણ નથી કે તે ન સમજતો હોય કે ધર્મના નામે વેપાર થાય છે અને તે થી ડબલ રાજનીતિ થાય છે!!!🙏