ધર્મ અધર્મ Mukesh Vadoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધર્મ અધર્મ

હુ એક નવો બનેલો નાસ્તિક છુ,
લોકો ભગવાન, ભૂત, અલ્લાહ, જીન, આત્મા, રુહ ની વાતો કરે છે પણ કોઇ સવાલ ન કરે કેમકે ક્યાંક ને ક્યાંક વ્યક્તિને ડર રહે છે, જીજ્ઞાશા માટે કોઇ પ્રશ્ન જ નહિ.
એક ગાડરિયા પ્રવાહમાં વહેતા જાય છે...
હિન્દુ ધર્મમાં ઉછરીને મોટો થયો માટે એ ધર્મના મહાનાયક એવા કૃષ્ણ જેમના કહેવા મુજબ આત્માને ન અગ્નિ બાળી શકે, ન હવા શુકવી શકે, ન વર્ષા ભીંજવી શકે અને ન તો શસ્ત્રથી વિંજી શકાય... એ આત્મા સફેદ વસ્ત્ર ધારણ કરી કેમ લોકોને દેખાતી હશે?
કૃષ્ણ તો હજારો વર્ષો પહેલાં (જો ખરેખર બની ગયા હશે તો) અત્યારના યુગથી પણ વધારે મુક્ત અને આઝાદ વિચાર ધરાવતા હતા, એક સ્ત્રીને ભરી શભામાં નિર્વસ્ત્ર કરવામાં આવતી હોય અને ધર્મના ઠેકેદારો પોતાના વ્રત અને વચનનો છેડો પકડીને કશું ન કરી શકીએ એવો દંભ તો હતો પણ સભામાં ઉપસ્થિત રહ્યાં તો તેવા દંભી સમાજ નો વિનાશ જરૂરી સમજ્યું.
આજનો સમાજ કૃષ્ણના ચમત્કારો અને અવતાર ની રાહ જુએ છે!

કોઇ સ્ત્રીની લાજ લૂંટતી હોય તો દ્ભવપતી પછી ક્યારેય ચીર નથી પૂરતા, આજે પણ એ જૂનો દંભી સમાજ છે, આગલા પાછલા જન્મોની ગણિત ગોખીને ભૂલી જાય છે.
હુ તો નાસ્તિક છુ પણ જે આસ્થા ધરાવે છે તે ખુદ ખરેખર નાસ્તિક છે કેમકે છલ, કપટ, ખોટું બોલે, ખોટું કરવું, બધા ઊંધા ચતા કાર્ય કરી ઈશ્વર નો ઓથ લે છે,
ધર્મ કે છે કે સંતાન ઈશ્વરની દેન છે બીજી તરફ આજનો સમાજ ગર્ભપાત પણ કરે છે,6/7 સંતાન ધરાવતા આપડા પૂર્વજ ને ઓછી બુધ્ધિના ગણવામાં આવે છે પણ તે ને ઈશ્વર પર પૂરો વિશ્વાસ હતો ત્યારે તો આપડો આ સમાજ છે!
ખરેખર જો વિચારીએ તો માણસે ભગવાન બનાવ્યો છે ભગવાને માણસને નહિ, જ્યારે સાક્ષરતા પૂરું વિસ્તરિત નહોતું અને સમાજ ભોળાં સ્વભાવનો હતો ત્યારે પાપ પુણ્ય ની વ્યાખ્યા આપી ઈશ્વરનું વાવેતર કરવામાં આવ્યું, કોઇ વ્યક્તિ દુઃખી હોય તો તેમના પૂર્વ જન્મના પાપ કહી સમજાવી દેવામાં આવતો જ્યારે એ વિચાર મુજબ કોઈને સજા કરવામાં આવે કે આ તારા પૂર્વ જન્મના ગુનાહની સજા તો શુ તે યોગ્ય લાગશે? બિલકુલ નહીં કેમકે તે યુગનો એક સમૂહ ફરી અવતરિત થયા અને કાનૂન ની સ્થાપના કરવામાં આવી, બધાને પૂરતો અધિકાર,
સ્વતંત્રતાના ઘડવૈયા જ્યારે લડાય લડ્યા ત્યારે પણ આ જ રૂઢિચુસ્ત સમાજ હતો જ ધર્મના નામે નબળા વર્ગનું શોષણ થતું માટે જ ધર્મને બાજુએ રાખી નવું સંવિધાન રચવામાં આવ્યું.
કોઇ પોતાનો ધર્મ છોડે તો કોઇ પાપ નથી કેમકે તે ધર્મના રચેયતા ખુદ જાણે અજાણે જણાવી ગયા છે કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને નામ ધર્યો તેનો નાશ છે!
જેમ કોઇ ખાધ્ય પદાર્થ કે કોઇ દવા શા માટે ફાયદા કારક છે તેમાં કયા કયા પોષક તત્વો છે તે જાણવું જરૂરી છે અને વ્યક્તિનો અધિકાર પણ છે તો ધર્મોમાં તે જણાવવામાં નથી આવતું, પાપ કેમ? પુણ્ય કેમ? અથવા પવિત્ર જળ કે પ્રસાદ થી શુ અને કયા લાભ કેવી રીતે મળે તે બિલકુલ જણાવવામાં નથી આવતું! ઉલટાનું પાપ પુણ્ય ની વ્યાખ્યા આપી ડરાવવામાં આવે છે! આ વળી કેવા ધર્મ! કોઇ વ્યક્તિ ત્યારે જ પૂજનીય માનવામાં આવે જ્યારે તેમના મન કોઇ ઉચ નીચ, શુદ્ધ અશુદ્ધ, માન અપમાન જેવા કોઇ ગણના જ ન હોય...
(માફી ચાહું છું જો કોઇ વ્યક્તિની લાગણીઓ દુંભય મારા આ લેખથી તો) અને હા લાગણીઓ પણ એવી હોવી જોઈએ કે જે ક્યારેય દુંભાય નહિ!