એક સીતા ઍક દ્રોપદી Mukesh Vadoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સીતા ઍક દ્રોપદી

આજ ચીર ખુટી પડ્યા હશે! એવું જોવા જાણવા મળે જ્યારે આજના યુગની દ્રોપદીના ચીર ખેચાતા હશે ત્યારે! કે એકવાર ચીર પુરી નામના મળતા રાજ ઘરાના ન ધરાવતી દ્રોપદી નહિ નજરમાં આવતી હોય!
ધર્મ પાસે વળતા ઉતર પણ અજીબ હોય! કહે કે આ કળયુગ છે! તો શુ દેશ દુનિયાના મહારથીઓ જે સભામાં હાજર હોય ત્યાં કોઇ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવામાં આવે તે સતયુગ? જો તે સતયુગ તો આજ નો કળયુગ વિશેષ કહેવાય, કેમ કે અત્યારે ઉચ નીચ વચ્ચેનો ભેદ ન રાખી સંવિધાન રચવામાં આવેલ છે.
તેમના આગલા પાછલા જન્મોના કર્મ!! આવા ઉતરો જે શીખવાડે તે ધર્મને દરિયામાં પધરાવી દેવા જોઈએ, ક્યારેક તો એ નથી સમજાતું કે માણસ ધર્મને ચોંટ્યો છે કે ધર્મ માણસને!
ધર્મના ઠેકેદારો મઘ દરિયાની મોજ માણે છે અને માધ્યમ વર્ગને કિનારે ડરાવીને બેસાડી દીધેલ છે. ખરે ખર જો ધર્મગ્રંથ અને ગ્રંથના દેવ સાચા હોય તો હજુ સુધી ચીર પૂરતા હોત, કોઇ બીજી દ્રોપદીને સમાજના દુશાસન ભોગ ન બનવું પડત..!
પણ માફ કરજો કહેવું પડે છે કે ત્યારના એવા ક્રૂર સમાજમાં માત્ર ઍક દ્રોપદીના ચીર પૂરવાનો ઉલ્લેખ જોવા જાણવા મળે છે! કોઇ અન્ય માધ્યમ વર્ગની દ્રોપદીની તો શુ દશા થય હશે!
ઇતિહાસ કહે છે ધૃપત રાજા પણ ક્રૂર દિમાગ ધરાવતા હતા, તેમની ક્રૂરતા સ્ત્રી પ્રત્યે નફરત દર્શાવે છે તેમનો પુત્ર મોહ!
વરદાન થી પ્રથમ પુત્રી જન્મી તેમને આજીવન મો ન દેખાડવા કહેલું કેમકે તેમને પુત્ર જોઈતો હતો, તે પુત્રી તેમના કક્ષમાં પિતાની ઈચ્છા પુર્ણ કરવા માટે પુરુષના વસ્ત્ર અને શસ્ત્ર ધારણ કરવાથી શિખંડી નામથી ઓળખ આપી સમાજે!
ધર્મ શાસ્ત્રો અનુસાર દ્રોપદી અગ્નિ થી ઉત્પન્ન થયેલ અને સીતા ધરતીથી જો એમ જ સંતાન થતાં હોત તો વિવાહ પ્રથા નાહકની રચવામાં આવી, સમાજને એ જ માર્ગે વિકસિત કરવાની જરૂર હતી તો ન તો માણસ શરીરથી આકર્ષણ અને ભોગની ઈચ્છા ધરાવત , કોઇ દ્રોપદીના ચીર ન ખેચત!
સીતા જીવન પણ દુઃખદય જન્મતા જ જણાઈ છે, જનકના રાજ્યના કોઇ નિર્દય પુત્ર મોહ ધરાવતા દ્રુપદે પુત્રીનો ત્યાગ કરી જમીનમાં જીવતી દફન કરી હશે જ નહોતો આજ પણ સીતાઓ ધરતીથી ઉપજતી હોત!
કહેવાય છે કે દશરથ ને ચાર પુત્ર પહેલાં ઍક પુત્રી પણ હતી જે દ્રોપદી અને શિખંડી માફક અન્ય કોઇ જગ્યાએ ઉછરતી હતી!
કેમકે અહી પણ પુત્ર મોહ ધરાવતા રાજા દશરથ છે.
સત્ યુગ કરતા અત્યારનો કળયુગ હજાર ગણો સારો છે ભલે ચમત્કાર કરતા ભગવાન નથી પણ સ્ત્રીને પોતાની સ્વતંત્રતા મળી છે, ભલે ચીર ખૂટી પડ્યા હોય પણ આજની દ્રોપદી દુશાસનના કાંડા વાઢી નાખે તેમ છે.
ભગવાન અને રાજા હોવા છતાં પોતાના પર વિશ્વાસ કરી રાજ ઘરાના ત્યજી જંગલ વેઠ્યું તેવી પત્ની ને નગરના ઍક નાગરિકનું અનુકરણ કરી ત્યજી દે તેમાં કોઇ બુધ્ધિનું કામ કેમ કહેવાય?
રાજાનું અનુકરણ પ્રજા કરે કે પ્રજાનું રાજા!
"મને મારી પત્ની પર પુરો વિશ્વાસ અને પ્રેમ છે હુ એક રાજા તને હુકમ કરું છું કે તું પણ તારી પત્નીને તેમનો અધિકાર આપ "
શુ આ પ્રમાણે ન્યાય કરીને પોતાનું પ્રભુત્વ વધારે ઉજાગર ન કરી શકત! પણ અફસોસ! એ પ્રમાણેનું જીવન પૂજનીય આ સમાજે સ્વીકાર્યું જ નથી! જો સ્વીકાર્ય હોત તો આજ સુદામા પૂજનીય હોત અને ક્રિષ્ન માત્ર મિત્ર હોત કેમકે એક ગુરુકુળ અને એક ગુરુ પાસે વિદ્યા ગ્રહણ કરેલ છતાં ઍક ગરીબ અને એક કલા નિપુણ!!
ડર થી ધર્મનું ગાડું ચાલે છે, નીડર બનીને ગરીબ પણ મદ્ દરિયે મહેલ બનાવી શકે!!🙏