અગ્નિસંસ્કાર - 69 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 69



નાયરા એ કેશવને તૈયાર કર્યો અને કહ્યું. " હમમ..હવે રેડી..." નાયરા એ અરીસો કેશવ સમો કર્યો. કેશવ એ તો શરમાઈને પોતાની આંખો જ બંધ કરી દીધી.

" હવે શરમાવાનું બંધ કર...જો તો કાચમાં કેવી મસ્ત લાગે છે મારી કેશી...."

" શું મસ્તી કરે છે?? હું આ છોકરીનો ડ્રેસ પહેરીને બહાર નહિ જાવ..." કેશવે પોતાનો અણગમો વ્યક્ત કરતા કહ્યું.

કેશવે પિંક કલરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જે નાયરા એ તેમને જબરજસ્તી પહેરાવ્યો હતો.

" તારે વધારે સમય ક્યાં પહેરવાનો છે? કલાક બે કલાકમાં તો પાછા આવી જશું....અને એવું હોય તો એક કામ કર તું માથે દુપ્પટો ઓઢી લે.....જો હવે કાચમાં તારી બસ આંખો જ દેખાઈ છે બાકી તારું આખુ શરીર ઢંકાઈ ગયું છે..."

કેશવ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. એટલે છેવટે તે માનીને નાયરા સાથે શોપિંગ કરવા જતો રહ્યો.

ભીડભાડ વાળા રસ્તે કેશવ છોકરાની જેમ ચાલતો જોઈને નાયરા એ કહ્યું. " અરે શું કરે ઈડીયટ!... જરા છોકરીની જેમ નજાકતથી ચાલને..."

" નજાકતથી??" કેશવને કંઈ સમજાયું નહિ એટલે તે એક ફિમેલ મોડલની જેમ ચાલવા લાગ્યો. આસપાસના અમુક લોકો કેશવને ચાલતા જોઈને હસી રહ્યા હતા. નાયરા એ તો પોતાનાં માથા પર હાથ જ રાખી દીધા.

" રીક્ષા...." નાયરાના સાદ આપતા રીક્ષા રૂકી.

" બોલીએ મેડમ કહાં જાના હૈ?"

" ચાંદની ચોક..." કેશવે પોતાના કઠોર અવાજમાં કહ્યું.

રિક્ષાવાળો થોડોક ચોંક્યો અને બોલ્યો. " ઇસ મેડમ કી આવાઝ કો ક્યા હુઆ?"

" અરે કુછ નહિ વો આજ કલ લોગ રિલ બનાતે હૈ ઐસે હિ યે લડકો કી આવાઝ નીકાલતી હૈ....સોશિયલ મીડિયા મેં બહોત ફેમસ હૈ યે.."

" મેડમ, મુજે ભી રીલ બનાના બહોત અચ્છા લગતા હૈ,ઓર આપકો એક રાજ કી બાત બતાઉ, મેંને યે રીક્ષા ભી રીલ બનાને કે લિયે હિ લી હૈ...વૈસે આપકી ચેનલ કા નામ ક્યાં હૈ.?" રીક્ષા ચલાવતા ચલાવતા રિક્ષાચાલકે કહ્યું.

" મર ગયે...." કેશવથી અનાયાસે બોલાઇ ગયું.

" મર ગયે?? બડા અજીબ નામ હૈ ચેનલ કા?"

" ઇસલિએ તો ફેમસ હૈ મેરી બહેન.... બડી અજીબ હૈ...નામ ભી ઓર કામ ભી..." ગુસ્સો છુપાવતા નાયરા એ કેશવ તરફ મોટી આંખ કરીને કહ્યું.

" લો જી આ ગયા આપકા ચાંદની ચોક..."

" થેંક્યું...જી..." નાયરા એ પૈસા ચૂકવ્યા અને રિક્ષા ચાલક ત્યાંથી જતો રહ્યો.

" શું કરે છે તું?? તને કીધું હતું ને પોતાનું મોં બંધ રાખજે...હવે જો મોં ખોલ્યું છે ને તો સાચે જ તને છોકરી બનાવી દઈશ.." નાયરાના વોર્નિંગ સામે કેશવ ચૂપચાપ થઈને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

ચાંદની ચોકમાં લોકોની ભારે ભીડ જોવા મળી. એકથી એક ચડિયાતી દુકાનો જોઈને બન્ને અચંભિત થઈ ગયા. બન્ને એ સૌ પ્રથમ કપડાની દુકાને ગયા. જ્યાં માત્ર લેડીઝ જ અલાઉ હતી.
દુકાનમાં પ્રવેશતા જ કેશવ શરમાઈ શરમાઈને લાલ થઈ ગયો.
નાયરા દુકાનદાર સાથે વાતચીત કરતી પોતાના માટે કપડાં પસંદ કરી રહી હતી.

" કેશુ...આ ડ્રેસ કેમ લાગે છે??" નાયરા એ પૂછ્યું.

કેશવ ચૂપચાપ ઊભો બસ ઈશારામાં મસ્ત લાગે છે એમ કહ્યું. કેશવની હા આવતા નાયરા એ એક પળ પણ વિચાર કર્યા વિના સીધો એ ડ્રેસ ખરીદી લીધો. ત્યાર બાદ અન્ય થોડીક ચીજ વસ્તુઓની ખરીદી કરીને તેઓ નાસ્તો કરવા એક સ્ટ્રીટ ફૂડ પાસે પહોંચ્યા.

" તું મોમોજ ખાઈશ?"

કેશવે ફરી ઈશારામાં હા કહ્યું. છેલ્લા એક કલાકથી કેશવ બસ ઈશારામાં જ હા ના કરી રહ્યો હતો. કેશવને એટલો પરેશાન જોઈને નાયરાને ખૂબ દુઃખ થયું. એટલે તેણે સીધો કેશવનો હાથ પકડ્યો અને એક હોટલમાં જઈને અંદર બેસી ગયા. હોટલમાં થોડાક વ્યક્તિઓ જ જમવા બેસ્યા હતા. જેનું સંપૂર્ણ ધ્યાન બસ ખાવામાં જ હતું.

" કેશવ...હવે દુપ્પટો ઉતારી નાખ...અહીંયા તને કોઈ નહિ જોઈ શકે..." કેશવને કોઈ જોઈ ન શકે એ રીતે નાયરા એ ટેબલ પસંદ કર્યું હતું.

દુપ્પટો ઉતારીને કેશવે સૌ પ્રથમ ઊંડો શ્વાસ લીધો અને પછી ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ એક જ ઘૂંટે પી ગયો.

" હાશ......હું તો અંદર ઘૂંટાઈ ઘૂંટાઈને મરી જ ગયો હતો... કોને ખબર તમે કેમ આમ દુપ્પટો પહેરીને ફરતા હશો?"

" હવે સમજાયું સ્ત્રી બનવું કોઈ આસાન કામ નથી..."

થોડીક જ ક્ષણોમાં ભોજનની બે ડીશ આવી અને બન્ને એ મનમૂકીને ભોજનનો આનંદ માણ્યો. ત્યાર બાદ થોડીક શોપિંગ કરીને બન્ને ગાર્ડન તરફ ગયા. ગાર્ડનનું શાંત વાતાવરણ જોઈને કેશવને પોતાના ગામની યાદ આવી ગઈ અને ગામ સાથે પોતાના મમ્મી અને અંશની યાદ આવવી એ તો સ્વાભાવિક વાત હતી.

" ચલો રાત પણ ઘણી થઈ ગઈ છે હવે નીકળીએ.."

બન્ને ઘર તરફ જવા મેન રોડ તરફ નીકળ્યા જ્યાંથી એમને રીક્ષા મળવાની હતી પરંતુ રીક્ષા મળે એ પહેલા જ કેશવનો પોલીસ સાથે ભેટો થઈ ગયો.

શું કેશવ પોલીસના હાથે પકડાઈ જશે? કે ચકમો આપીને બચી જશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ