અગ્નિસંસ્કાર - 66 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 66



નાયરા રડતી રડતી ક્યારે કેશવને ભેટી પડી એનો પણ એમને ખ્યાલ ન રહ્યો. થોડાક સમય બાદ હોશમાં આવતા નાયરા કેશવથી અળગી થઈ. કેશવ ઊભો થયો અને ત્યાં નજદીકના એક ટેબલ પાસે પડેલી તસ્વીર ઉઠાવી.

" આ હિનાની તસ્વીર છે ને?"

" હા..."

કેશવે હીનાની તસ્વીર પર હાથ ફેરવ્યો અને મનમાં જ કંઇક નિર્ણય લઈ લીધો.

" તને એ જગ્યા તો યાદ જ હશે ને જ્યાં હીના સાથે આ હાદશો થયો હતો.."

" હમમ..."

" તને એ બળાત્કારીના ચહેરા પણ બરોબર યાદ હશે?"

" હા...પણ તું કરવા શું માંગે છે??"

" ન્યાય કરીશ.. જે દર્દ હિના એ પળ પળ સહન કર્યું એવું જ દર્દ હું એ બળાત્કારીઓને કરાવીશ.... " બંધ મુઠ્ઠી જાણે કેશવે લીધેલો એક પાક્કો નિર્ણય દર્શાવી રહ્યો હતો.

" કેશવ... એ લોકો ખતરનાક છે...અને તું એકલો એ બધા સામે કઈ રીતે લડીશ?"

" એકલો છું ને એટલે જ લડી શકીશ..." આ ગહરી વાત કેશવે નાયરા તરફ જોઈને કહી. જે લગભગ નાયરા ન સમજી શકી.

અડધી રાતે કેશવ અને નાયરા એ ચોરોના અડ્ડાઓ પાસે પહોંચ્યા. મોઢા પર માસ્ક પહેરીને દૂરથી ચોરિચૂપે એ ચોરોને જોઈ રહ્યા.

" આ એ જ ચોરો છે ને જેણે હીના સાથે દુષ્કર્મ કર્યો હતો?"
કેશવે ધીમા અવાજે પૂછ્યુ.

નાયરા એ દરેક ચોરના ચહેરા ધ્યાનથી જોયા અને કહ્યું. " હા કેશવ, આ બધા એ જ છે.."

ચોરો એક સાથે મળીને જમીન પર બેઠા જુગાર રમી રહ્યા હતા.

" ઇસકી મા કી... ઇસકે પાસ તીન ઈક્કે કહાં સે આયે?"

" ક્યું બે? તેરે આ સકતે હૈ તો મેરે નહિ આ સકતે?"

" જ્યાદા સ્માર્ટ મત બન, તુને જરૂર ચીટીંગ કી હૈ?"

" યે ક્યા બાત હુવી.....ખુદ કે તીન ઇક્કે આયે તો ચલતા હૈ, પર મેરે તીન ઇકકે આયે તો વો ચીટીંગ!" જીતેલા પોતાના પચાસ હજાર રૂપિયા ઉઠાવતા એક ચોર બોલ્યો.

" પૈસે નીચે રખ..."

" ક્યું? ક્યાં કર લેગા??"

" દેખ મેરી ખોપડી મત સટકા...ચૂપચાપ પૈસે વાપસ રખ.."

બન્ને વચ્ચે તુતુમેંમેં શરૂ થઈ ગઈ. છ લોકોનું ટોળું હવે બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. એકબીજા પર અપશબ્દોનો વરસાદ થઈ રહ્યો હતો. જે સાંભળીને નાયરા એ પોતાના કાન જ બંધ કરી દીધા.

" કેશવ પ્લીઝ જવા દેને... જો તો ખરા આ લોકો પોતાના જ આદમીઓ સાથે કઈ રીતે લડી રહ્યા છે...તો વિચાર કર આ આપણો શું હાલ કરશે?"

" પાગલ આ જ સાચો મોકો છે પોતાનો બદલો પૂરો કરવાનો..' એટલું કહેતાં જ કેશવ ચોરોના ટોળા વચ્ચે કુદી પડ્યો.

બધા ચોરોનું ધ્યાન હવે કેશવ પર કેન્દ્રિત થયું.

" અબે તું કોન હૈ?" સ્કૂલ જાને કી ઉંમર મેં યહાં કહાં સે આ ગયા...જા જા પઢાઈ કર..." ચોર ફરી જુગાર રમવા બેસી ગયા. ત્યાં જ કેશવે ધારદાર ચાકુ એક ચોરના ગળામાં ધા કર્યું. તે ચોરના ગળામાંથી લોહીની સીધી ધાર થઈ અને એ લોહી નજદીક બેસેલા ચોરોના ચહેરા પર ઉડ્યું. થોડીક ક્ષણોમાં જ એ ચોરનો જીવ જતો રહ્યો.

બધા ચોર એક સાથે ઉભા થઇ ગયા. બધાના ચહેરા પર ડરના મારે પરસેવો છુટવા લાગ્યો હતો. પરંતુ એક ચોર જે ત્યાંનો લીડર હતો એ આગળ આવ્યો અને પોતાની ટીમને સબોંધતા કહ્યું. " અપને અપને સામાન નિકાલો....કઈ દીનો કે બાદ બકરા ખુદ અપની બલી ચડાને આયા હૈ..." પાંચેય ચોરો એ લાઠી, હોકી સ્ટિક, સળિયા જેવા હથિયારો હાથમાં લઈ લીધા. દૂર ઊભી નાયરા કેશવને લઈને ચિંતા કરી રહી હતી. પરંતુ કેશવના દિમાગમાં જાણે ખૂન સવાર થઈ ગયું હતું.

જોરથી ચિલ્લાતો એક ચોર લાઠી લઈને દોડીને કેશવને મારવા આવ્યો. જેમ ચોરે પોતાની લાઠી કેશવને મારવા ઉઠાવી ત્યાં જ કેશવે એ લાઠીને પકડીને ખેંચી લીધી. લાઠી કેશવના હાથમાં આવી ગઈ પરંતુ એની સાથે ચોર પણ કેશવના ચહેરાની એકદમ નજદીક આવી ગયો. ચોરે જ્યારે કેશવની આંખોમાં આંખ મિલાવી ત્યાં તો એ ચોર ઊભો ઊભો થરથર કાંપવા લાગ્યો. ત્યાં જ કેશવે પોતાનું માથુ ચોરના માથા સાથે જોરથી અથડાવ્યું અને ચોર તુરંત જમીન પર ઢળી પડ્યો. ચોર જમીન પર પડવાને લીધે એનુ મોં ખુલ્લું રહી ગયું અને આ મોકાનો ફાયદો ઉઠાવતા એક પળની પણ ચિંતા કર્યા વિના કેશવે હાથમાં પકડેલી લાઠી એ ચોરના મુખમાં ઊભી ઊભી ભરાવી દીધી અને ત્યાં જ લોહી લુહાણ સાથે એ ચોરનું દર્દનાક મોત નિપજ્યુ.

શું બીજા ચોરો કેશવનો સામનો કરી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ