Featured Books
શ્રેણી
શેયર કરો

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 11 (છેલ્લો ભાગ)











ભાગ - ૧૧



આગળના ભાગમાં આપડે જોયું કે પ્રશાંત આ આખા ખેલની પાછળ જવાબદાર હતો ..... શું પ્રશાંતને એનાં ગુનાની સજા મળશે કે બધાંની જેમ મારે પણ એક અબળાની જેમ જિંદગી જીવવી પડશે ..... ????

ચાલો જાણીએ આ ભાગમાં .....


*******


પ્રશાંત જોર - જોરથી હસવા લાગ્યો . એક સમયે જેના પર મેં વિશ્વાસ મુક્યો હતો , તેનું આ રૂપ મને અચાનક રાક્ષસ જેવું , દાનવ જેવું લાગવા લાગ્યું હતું . છતાં મનમાં અફસોસ અને આશ્ચર્ય હતું ...


તેણે સાંજે મને ડિનર આપવા ફરી દરવાજો ખોલ્યો ... મને ખવડાવવા માટે ઘણી કોશિશ કરી પણ મારી જીદ આગળ તે ગુસ્સે થઈ ગયો અને ડિનર અહીં જ મુકી જતો રહ્યો . મારા ઘણા બુમાબુમ થવાં છતાં દરવાજો ખુલ્યો નહીં ...


મારે કોઈ પણ કિંમતે આ રીતે અહીંથી નીકળવાનું હતું કેમ એ ખબર નહીં પણ આ મારો છેલ્લો ચાન્સ હતો જો એ હાથ માંથી જવાં દઈશ તો મારી વધેલી જિંદગી નર્ક હતી ....


ચારે બાજુ અંધારું જ અંધારું હતું . પાછળથી ધીમો - ધીમો વાહનોનો અવાજ આવતો હતો જેનાથી એ જાણી શકાતું હતું કે અહીં કોઈ બારી છે અને પાછળ રોડની સાઈડ છે ....

જેમ તેમ કરીને મેં મારા હાથ પગ ખોલ્યા અને બારી શોધવા લાગી ... પહેલી વખત મારી લાઈફમાં આવો અનુભવ થયો હતો પણ હું ટીવી પર ઘણી વખત એવાં સીન જોતી એટલે મને થોડો ઘણો ઉકેલ મળી જાય તેમ હતો . હું અંધારામાં બારી શોધવાં લાગી .


ઘણી મહા મહેનતે મને બારી શોધવામાં સફળતા મળી અને એ મારાં નસીબ હતાં કે બારીમાં કોઈ સળિયા લાગેલાં ન હતાં ...

હા , બારી ઘણી નાની હતી પણ મારું એમાંથી બહાર નીકળવું એમાં શક્ય હતું ...

એક મિનિટનો પણ સમય બગડ્યા વગર હું સીધી જ બારી માંથી કુદકો મારી ગઈ . ઊંચાઈ બહુ હતી નહીં એટલે વધુ વાગ્યુ નહીં .

પણ હું ક્યાં છુ એની મને કોઈ જાણ ન હતી . અને હવે કોઈ બીજા પર વિશ્વાસ મુકવો મને ઠીક લાગે એમ ન હતુ .. , હું મારી તાકાત પર ગમે તેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચી .

અને મારી આખી ઘટના ક્રમવાર જણાવી તેમની મદદ માંગી .

તેઓ સીધા મારી સાથે અત્યારે જ એ જગ્યા પર આવશે એવું એમણે મને જણાવ્યું . પણ કાલ ગર્લ્સનું સપ્લાઈંગ થવાનું હતું . એ કામ રોકવું ઘણુ જરૂરી હતું તેથી મેં એને સવારે જવાં જણાવ્યું .

સવારે અમે સીધા તે જગ્યા પર પહોંચ્યા . ત્યાં એક મોટી વેન ઊભી હતી . અને બીજી એ વેન જેમાં મને અહીં લાવ્યાં હતાં .

અમે સીધા ઉપર ગયાં . તેઓએ મારા ભાગી જવાની જાણ થતાં આ જગ્યા છોડી ભાગી છુટવાની પુરી તૈયારી કરી લીધી હતી , અને અત્યારે એ રુમમાં બીજી વીસ - પચીસ ગર્લ્સ પણ હતી .

બધાં ગુનેગારોને પોલીસે હિરાસતમાં લીધાં . અને ગર્લ્સને સલામત તેના ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી .

મને ઘણો આનંદ હતો કે મેં મારી સાથે બીજી ઘણી બધી ગર્લ્સની જિંદગી પણ બચાવી લીધી હતી . અને દેશને ગુનેગારો સોંપીને દેશભક્તિ કરવાનું મારું સપનું પણ મેં સાકાર કર્યું હતું .

હવે મેં આજ રાતની જ ટિકિટ લીધી અને ઘરે જવાની તૈયારી કરી .

ઘરે પહોંચી મારી કહાની મેં આખા ઘરને સંભળાવી . બધાએ મારી બહાદુરી પર શાબાશી આપી . અને કોઈ પણ વ્યકિત પર જલ્દી વિશ્વાસ ન મુકવાની એક મોટી શીખ પણ ...

આ અનુભવ હું લાઈફમાં ક્યારેય નહીં ભુલી શકુ .....

શું તમારી સાથે પણ થયો છે આવો અટપટો અનુભવ .... ??? જણાવવાનું ભુલતા નહીં ... મળીએ ફરી બીજી કહાની સાથે ....

તંદુરસ્ત રહો વહાલા વાચક મિત્રો ....


*******

✍️The end ✍️