સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 10 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 10












ભાગ - ૧૦



ક્રમશઃ .....

અને સૌથી વધુ ડર તો એ વાતનો હતો કે હવે તે ગુનેગાર વધુ સચેત થઈ ગયો હતો . બધાં હોટેલ પર બેઠાં હતાં . એટલામાં એક કૉલ લેનલાઈન પર આવ્યો . અને તે ફોન આ ક્રિમિનલનો જ હતો ....

તેણે પોલીસની આખી ટીમને ચોખ્ખી ધમકી આપી કે ," તેઓ એનાં કામમાં દખલગીરી ન કરે જો હવે એવું થશે તો કોઈને પણ જીવ ગુમાવવો પડશે અને એનાં જવાબદાર તમે જ રહેશો ... "

પણ આપણા દેશની પોલીસ ..... તેને પોતાનાં જીવની કોઈ પરવાહ ન હતી . તેઓનું બસ એક જ લક્ષ્ય હતું કે આ ક્રિમીનલને બહુ જલ્દી જેલની અંદર નાખવો ...

અમે અમારું કામ ચાલુ રાખ્યું . મેં પણ મારી પુરી સહાય આપી એમની ટીમને ... જેથી નાના મોટા કામમાં તેઓને ખોટી ન થવું પડે અને સમયનો વ્યય ન થાય પણ કહાની એ એક અલગ જ મોડ લેવાનો હતો .....

એક દિવસની વાત છે .. હું માર્કેટથી હોટેલ પાછી આવતી હતી . અચાનક એક મોટી વેન પાછળથી આવે છે . અને મને ધક્કો મારી અંદર લઈ લે છે . આ બધું એટલી જલ્દી થઈ જાય છે કે મને મારો બચાવ કરવાનો સમય જ નથી મળતો .

મને સવાલ એ હતો કે મારું કોઈ દુશ્મન તો હતું નહીં અને આ અજાણી જગ્યાએ તો કોઈને શું દુશ્મની મારાથી ....

વેનમાં બેસાડી સીધી મને કલોરોફ્લોરથી બેહોશ કરી દીધી હતી . મારી આંખ ખુલી તો મને જાણ થઈ કે હું ગિદનેપ થઈ ચુકી છુ ....

મને કોઈ આઇડિયા ન હતો કે હવે હું શું કરીશ .. હોટેલ કેમ પહોંચીશ ... અહીં આવી કદાચ મેં કોઈ ભુલ તો નથી કરીને ... ???

મને તો આ અજાણ જગ્યા પર કંઈ ખબર પણ ન હતી કોઈને ઓળખતી પણ ન હતી તો હવે હું કયાં જઈશ .... ??? શું થશે આગળ મારું .... !!! ????

ઘણાં બધાં વિચાર મારાં મગજમાં ચાલતાં હતાં . સાંજ પડી . એક વ્યક્તિ દરવાજો ખોલી અંદર આવે છે . અંધારામાં એનો ચહેરો સાફ દેખાતો ન હતો . પણ લાઈટનાં આંછા ઉજાસમાં મને આ ચહેરો જોયેલો જોયેલો લાગ્યો .

હું : " અરે પ્રશાંત તું ... !!!! થેન ગોડ તમે મને શોધી જ લીધી ફાઇનલી ... મને વિશ્વાસ હતો કે તમે મને શોધી કાઢશો . પ્લીઝ મને અહીંથી બહાર લઈ જા કેવો દમ ઘુંટે છે યાર ... "

પણ પ્રશાંત ... ધાર્યું એનાં કરતાં તદ્દન અલગ જ બિહેવ કરે છે .. તે જોર - જોરથી હસવા લાગે છે . મને કંઈ જ સમજાતું ન હતું કે મારી સાથે શું થઈ રહ્યું છે ... હું ખુબ જ કન્ફયુસ્ડ હતી ....

હું ચોંકીને : " પ્રશાંત તું હસે છો કેમ ...?? પ્લીઝ તું આવું ન કર હું કન્ફયુસ્ડ થાઉં છું . ચાલ મજાક બંધ કર અને મને ખોલ . બધી જગ્યા પર મજાક જ ન હોય પાગલ સાવ ... "

પ્રશાંત હસતાં હસતાં : " અરે પગલી .... તું મને જરા પણ નથી સમજી .... પાગલ હું નહીં તું થઈ ગઈ છો એ પણ મારી વાતોમાં આવી ને ... "

હું આશ્ર્ચર્ય સાથે : " શું મતલબ .... ???? "

પ્રશાંત વધુ જોરથી હસીને : " આ જે કંઈ પણ થયું છે તારી સાથે એ બધું જ એક નાટક હતું .... "
મેં કહ્યું , " શું .... ??? નાટક કેમ ??? અને મેં તમારું શું બગાડ્યુ છે ... ??? તમે છો કોણ ??? "

પ્રશાંત વાતની ચોખવટ કરતાં : " અમે .... અમારું હજુ કેટલુંક જાણવું છે તમારે મેડમ ચીકુ ... હવે તો માની લે કે અમે નાટક જ કર્યું છે . કારણ કે તને અહીં બચાવા કોઈ નથી આવવાનું ....

તું બહુ ભોળી છો . તને પહેલી વખત મળ્યો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી એ વાત . એટલે જ મેં તારી સાથે રહી તારી વાતો જાણી તારા જ પસંદગીની સ્ટોરી બનાવી તને ગિડનેપ કરી લીધી . હવે થશે તારું સપ્લાઈંગ .... "

હું હવે ડરી ગાઈ હતી , " આ શું બોલે છે તું ... ??? તું આટલો છેલ્લા નંબરનો નીકળીશ એ મેં ધાર્યું ન હતું ... છોડ મને અહીંથી બાકી તારી વાટ લગાડીને રહીશ હું ... "

પ્રશાંત : " હે .... અ .... તું મારી વાટ લગાડીશ એમ .... અરે વાટ તો તારી લાગશે એ પણ કાલે ... જીવી લે તારી વધેલી ઘટેલી જિંદગી આજ ... અને ભુલી જાવ હવે તમારું પાસ્ટ .
કારણ કે , ફયુચર બહુ જ ઉજ્જવળ થવાનું છે તારું ચીકુ ... "


********

શું થશે આગળ ..... ????

જાણવા માટે વાચતા રહો ભાગ - ૧૧ .


To be continued ....