ભાગ - ૫
મને થોડું હસવું આવ્યું . હું મારી ચા પીવા લાગી ..... અને ખરેખર ચા ઠંડી થઈ ગઈ હતી ...
ચા પુરી કરી અમે ફરી ચાલવાનું ચાલુ કર્યું . હવે મને ખુબ નિંદર આવી હતી અને સવારે વહેલાં પણ ઉઠવાનું હતું .....
બંને હોટેલ પહોંચ્યા . અને ગુડ નાઈટ કહી પોત - પોતાની રૂમમાં જતાં રહ્યાં .
બીજો દિવસ થયો . સવારે હું તૈયાર થઈ ફટાફટ રૂમની બહાર આવી . ..... મને ખુબ ભુખ લાગી હતી એટલે મેં પ્રશાંતનો દરવાજો ખટખટાવ્યો ... ડોર બેલ પણ માર્યો ...
મેં વિચાર્યું એક સાથે બસમાં જવાનું છે તો અમે સાથે બ્રેક ફાસ્ટ લેશું .... મેં ત્રણ - ચાર વાર બેલ માર્યો , પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં ....
મને થયું તે હજુ સુતો જ હશે ... !! ??? કે કોઈ કામમાં ખોટી થઈ ગયો હોય એવું પણ બને ... !!! હું જતી રહી ત્યાં થી ... આજે પણ મારે એકલાં જ બ્રેક ફાસ્ટ કરવાનો હતો .
નાસ્તો લેતાં - લેતાં મને વાટ પણ હતી કે પ્રશાંત આવશે કારણ કે , બસનો આવવાનો સમય થઈ ગયો હતો ...
હું નાસ્તો કરી ફરી ચેક કરવાં ગઈ કે તે ક્યાં ખોટી થઈ ગયો છે .. બસ આવવાની જ હતી . મેં ફરી બે - ત્ત્રણ વાર દરવાજો ખટખટાવ્યો ... બેલ મારી , પણ અંદરથી કોઈ હલન - ચલન મને દેખાઈ નહીં ...
ખેર , અંતે બસ આવી ગઇ અને હું એકલી જ મારો સફર તય કરવાં નીકળી ગઈ . રસ્તામાં ફરી મારાં વિચારો ચાલું થયાં . એનાં પર મને કાબુ ન રહ્યો .
મને વિચારો આવવા લાગ્યાં કે , પ્રશાંત અને હું કાલે રાતે જાગ્યા હતાં અને ચાલવા ગયાં હતાં તો એ થાકી પણ ગયો હોય અને નિંદર ન ઊડી હોય ... !! એની તબિયત તો નહી બગડી ગઈ હોય ને .... !!!! ????
એ રૂમમાં હતો કે હતો જ નહીં .... ???? અને જો ન હતો તો એટલી વહેલી સવારે તે ક્યાં જતો રહ્યો ... ??? તે પણ તેની ટ્રીપ અધુરી મુકીને જ ... !! હજુ ઘણાં વિચારો મારા મગજમાં જન્મ લેતાં જ હતાં ...
એટલે મેં બુક વાંચવાનું ચાલું કર્યું .. , જેથી થોડું ધ્યાન ભટકાવી શકું . અને એમ પણ મારે સફર તો એકલાં જ ખેડવાનો હતો ... એ તો મને એમ જ સથવારા તરીકે મળી ગયો હતો . રોજ તો હું એમ પણ તેની સાથે થોડી રહેવાની હતી .
આ બધી વાતો વિચારી વિચારીને હું મારું મન મનાવી રહી હતી . પણ છતાં નજર વારે - વારે રસ્તા પર જતી તેને શોધવા લાગતી હતી .
એટલાંમાં બસ આગળ ઊભી રહે છે .. બસમાં દાઢી વાળો , કોટ પહેરેલો , મફલર પહેરી એક માણસ બસમાં ચડે છે . હું હજુ તેને જોઈ કંઈક વિચારું ત્યાં અપરિચિત લાગતો એ માણસ પરિચિતની જેમ આવી ને તે મારી બાજુની સીટમાં બેસી જાય છે ...
" હેય , કેમ છે તમને મિસ ... એટલાં ગંભીર કેમ છો .... ??? કોઈને યાદ કરી રહ્યાં છો .... ??? - તે વ્યક્તિએ હસીને મને પુછ્યું ....
*******
કોણ હતો એ માણસ .... ????
......
શું એ મને ખરેખર ઓળખતો હતો ... ???
......
અને પ્રશાંત .... !!! તે ક્યાં ગુમ હતો તે પણ આમ અચાનક .... !!!! ???
શું ખરેખર સુશાંત સાથેનો એટલો બધો પરીચય અજાણ જગ્યા પર વિશ્ર્વાસ પાત્ર છે ???
જો ના , તો શું થાશે આગળ !! ??
અને જો હા , તો શું આપડી કન્ટેન્ટ પ્રેમ કહાની તરફ જશે !! ??
આભાર વાચક મિત્રો , તમે આ ધારાવાહીમાં રસ લઈ રહ્યાં છો ... આગળના ભાગમાં વાંચો ઉપરનાં દરેક સવાલોનાં જવાબ ....
જાણવા માટે વાચતા રહો , સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) ભાગ - ૬ ....
અભિપ્રાયો આપવા ભુલશો નહીં ... આગળ તમે કેવો અંત વિચારી રહ્યાં છો એ પણ જણાવવાનું ભુલશો નહી . મળીએ નવા ભાગ સાથે .
સ્વસ્થ રહો , તંદુરસ્ત રહો .
Instagram id : dhruvi_.204
To be continued ......