રોજ ની જેમ હું બસ પકડવા રોડ નજીક ના સ્ટેન્ડ પર આવ્યો
બસ જરાક આજે લાગે મોડી પડી હતી,
નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી,
જોઈ સ્ટેન્ડ ના પાસે જૂની હાલત માં એક દીવાલ મેં,
લખ્યું હતું ચિત્ર દોરી ને બેટી બચાવો,
જરાક નીચે નજર પડી ને નાના ભાઈ ને ખોળા માં સુવડાવતી 14 એક વર્ષ ની દીકરી હતી,
એના છુટા છવાયા વાળ ને ચહેરા પર મુસ્કાન હતી,
કપડાં હતા મેલા પણ મારી દીકરી જેવી એ માસુમ હતી,
આવી ગઈ એટલા માં બસ મારી ને હું બસ માં ચડી ગયો,
બારી બાર જોઈ ને વિચાર માં પડી ગયો,
થયું કેવું એનું બાળપણ, ક્યાં હશે એના માવતર ,
કોણ રાખતું હશે હેમ નજર એની ઉપર
ખાવા માં શું ખાતી હશે, કેટલા દિવસે નાતી હશે,
કઈ એની જાતિ હશે, એને શું તકલીફ થાતી હશે ?
પ્રશ્નો ના વાવાઝોડા વચ્ચે થી ધ્યાન મારુ ભટકી ગયું,
આવ્યો ઘેર થી ફોન ને ત્યાં મન અટકી ગયું,
વળતા પાછા ઉતર્યો બસ માંથી
એ દોડા દોડ કરતી હતી, હાથ લાંબો કરી ને એક એક રૂપિયા માટે કરગરતી હતી,
મેં ખિસ્સા માં હાથ નાખ્યો, દસ ની નોટ કાઢી ને આપી,
એના ચહેરા પર જાણે ઘણી ખુશીઓ છાપી,
હળવે થી પૂછ્યું બેટા નામ શું છે તારું?
એ હસતા હસતા બોલી પેલી વાર કોઈએ પૂછ્યું નામ મારુ,
12 વર્ષ ની હતી ને થઇ ગઈ હું નોંધારી,
નાના ભાઈ માટે જીવું છું હું કિસ્મત ની મારી,
માં બાપ નથી દુનિયા માં ને થઇ ગઈ છું હું બે ઘર
તન થી મેલી, મન થી ઘેલી, નામ મારુ કેશર
નામ એનું સાંભળતા કેશર , સપના ઓ ની મહેક આવી,
14 વર્ષ ની નાના બાળા એ જાણે 100 વર્ષ ની જિંદગી વિતાવી
હવે આ તો રોજ નું થયું, એ મને જોઈ ને હરખાતી,
દીકરી જાણે મારી, મારી સામે મલકાતી,
કોઈ આપે રૂપિયો ને કોઈ વળી આપે મારી જેમ દસ,
કોઈ જેમ તેમ ગાળો આપે, કોઈ કહે આઘી ખસ,
ના નાતો મારે કઈ હતો, તોય દિલ મારુ મૂંઝાતું,
એ પાસે આવી કહે, આવું તો અમારે રોજ થાતું,
જાણે કિસ્મત બદલાઈ ગઈ મારી, ઘણા સમયે સફળતા મળવા લાગી,
લાગ્યું એને રોજ આપેલા દસ રૂપિયા માં મારી કિસ્મત જાગી,
થયું હવે થી એને નહિ આમ ભટકવા દઉં
કાલે સવારે મળે એટલે એને વાત કઉ
જરૂર છે મારે પણ ઘર માં બીજી દીકરી ની,
નાના ભાઈ સાથે કાલે જ એને ઘેર લઇ આવું,
ગયો સવારે સજી ધજી ને બસ સ્ટેન્ડ વાળી એ જગ્યા એ
અહીં લોકો ની થોડી ભીડ હતી,
મન મુઝવણે ચડ્યું ને દોડી ને હું આગળ ગયો,
નાનો ભાઈ રડતો ને પાસે ' કેશર ' ની લાસ હતી,
થંભી ગયું નજરો ની સામે સઘળું,
આંખો થી આંસુ ના દરિયા વહેવા લાગ્યા,
શું થયું થયું લોકો એવું કહેવા લાગ્યા,
પોલીસ તપાસ કરી ને બંને ને ત્યાં થી લઇ ગઈ,
જોઈ નજારો પગ નીચે થી જમીન સરકી ગયી,
ઘેર આવી ને અનેક અટકળો ને પ્રશ્નો વચ્ચે હું ઘેરાયો હતો,
શું થયું હશે 'કેશર " ને એ જાત ને સવાલ કરતો હતો,
જેમ તેમ કરી ને રાત વીતી , થયું આજ તપાસ કરતો આવીશ,
જિંદગી ના આપી શક્યો પણ અર્થી હું સજાવીસ
નીકળતા ઘર થી દરવાજે પડેલા છાપા પર મારી નજર પડી,
બસ સ્ટેન્ડ વાળો ફોટો જોઈ ને આંખ મારી રડી પડી,
વાંચ્યું હાથ માં લઇ ને છાપું લખ્યું હતું,
14 વર્ષ ની નોંધારી બાળા હવસખોરો નો શિકાર બની,
ઓળખ ના થતા અંતિમ વિધિ પોલીસે કરી દીધી,
શોધખોળ ચાલુ છે, જલ્દી થી આરોપીઓ મળી જશે
આકરા માં આકરી એમને સજા થશે,
ધ્રુજી ગયો હું , શ્વાશ જાણે અટકી ગયો,
કેશર માસુમ ક્યાં વાંકે પીંખાઈ,
ટચૂકડી જાહેરાત જોઈ આંખો મારી છલકાઈ,
ભૂલી જશે એકાદ બે દિવસ માં, ક્યાં આ હાઈ પ્રોફાઇલ કેશ છે,
નોંધારી છે, અને એમાંય ભારત દેશ છે,
નહિ મિલબતી કોઈ સળગાવે, નહિ જસ્ટિસ ની વાતો કરે,
ના કોઈ નેતા એ રોડ પર જઈ ને મીડિયા સાથે વાત કરે,
વચન આપું છું કેશર, દીકરી તારા ન્યાય માટે હું લડીશ
છેલ્લા શ્વાસ સુધી નહિ પાછો પડીશ,
રોજ ની જેમ હું બસ પકડવા રોડ નજીક ના સ્ટેન્ડ પર આવ્યો
બસ જરાક આજે પણ મોડી પડી હતી,
નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી
જોઈ સ્ટેન્ડ ના પાસે જૂની હાલત માં એક દીવાલ મેં,
લખ્યું હતું ચિત્ર દોરી ને બેટી બચાવો,
પણ આજ ત્યાં માસુમ મારી દીકરી જેવી કેશર ના હતી,
કેશર ના હતી