" કેશર મેડમ "
અલી, કેશર ઝટ છાણ નાખી ને આવજે, તારા બાપુજી માટે શિરોમણ લઇ ને જવાનું છે
કેશર : એ હા માં
( આ 'કેશર ' એટલે મંજુલા બેન અને ઈશ્વર ભાઈ ની દીકરી, ગામ થી દૂર ભાગવી જમીન વાવતો આ નાનો પરિવાર, મંજુલાબેન અને ઈશ્વરભાઈ ને એક દીકરો પણ હતો 'પવન' , )
થોડી વાર પછી માં અને દીકરી કેશર શિરોમણી ( સવાર નો નાસ્તો) લઈને ખેતરે જાય છે,
કેશર : બાપુજી, એ હાલો, આજે તો તમારી કેશર એ ચા બનાવી છે, એમ કહી મલકાય છે,
ઈશ્વરભાઈ : ઓહ હો...અમારી કેશર ચા બનાવશે, છાણ નાખશે, બાપ ની ચિંતા કરશે તો ભણશે ક્યારે ?
કેશર : મારે નથી ભણવું, તમે બંને મજૂરી કરો ને હું બેસી રહું? નિશાળ માં ? ( આંખો માં તો કેટલાય સપના હતા, પણ કેશર સમજણ માં કોઈ ને પોકવા દે એમ નહોતી )
ઈશ્વર ભાઈ હાથ ધોઈ ને ખભે નાખેલા રૂમાલ થી હાથ લુવે છે અને બેસે છે,
ઈશ્વર ભાઈ : જો કેશર દીકરા, ભલે અમે મજૂરી કરીએ, પણ મારે વટ ખાતર તને ભણાવી છે, મારી કેશર ને ગામ કેશર મેડમ કહેવું જોઈએ , કેશર મેડમ , હા
કેશર : વાહ બાપુજી, ભલે બધા મને મેડમ કહે કે ના કહે, પણ મારી માટે તો મારા 'ઈશ્વર' અને સાહેબ બધું જ તમે,
મંજુલા બેન : બસ ચાંપલી, જા હવે ઘેર અને પેલા રખડેલ પવન ને લઇ નિશાળ ભેગી થા જો ,
(કેશર ઘેર જાય છે, ત્યાં થી નિશાળ પવન ને લઇ ને જાય છે )
સાંજે ઘેર આવે છે ત્યાં બાપુજી હાજર નહિ,
કેશર ; માં બાપુ હજુ નથી આવ્યા?
મંજુલા બેન : ના રે , ખબર નહિ આજે કેમ આવ્યા નહિ હજુ
કેશર દફતર નાખી ને ડોટ મૂકે છે,
મંજુલા બેન : અલી, આવશે હમણાં, ( આને ઘડીક બાપ વગર નહિ ચાલતું, )
કેશર ખેતરે જય ને બૂમો પાડે છે
કેશર : ઓ બાપુજી, ઓ મારા સાહેબ, ઓ મારા ઈશ્વર, પ્રભુજી, (મલકતા મલકતા)
કોઈ જવાબ ના મળતા, કેશર મૂંઝાય છે,
શોધખોળ કરતા ખેતર ની વાળે વાળે આગળ વધે છે,
કેશર : લે, આ સુતા છે અહીં, અને એમની કેશર મેડમ બૂમો પાડે છે, હાલો ઘેર,અને હા, આ કેશર મેડમ પેલો નંબર આવી છે હો,
( બોલતા બોલતા, કેશર ઈશ્વરભાઈ પાસે પહોંચે છે)
નજીક જઈને કેશર જુએ છે તો,
ઈશ્વર ભાઈ ના મોઢા માં થી ફીણ નીકળી ગયું હોય છે,
કેશર ના આંખો માં દળ દળ આંસુ, અને ગળું ભરાઈ જાય છે, કઈ બોલે એટલા માં મંજુલા બેન કેશર ને શોધવા આવ્યા હોય છે,
મંજુલા બેન દ્રશ્ય જોઈ પોક મૂકે છે, બધા ભેગા થઇ જાય છે,
કેશર ઈશ્વરભાઈ ના પગ પાસે બેઠી હોય છે, મન માં ઘણીય અટકળો,
ગામ ના લોકો ટોળા વળી ગયા હોય છે, કોઈ કહે, દવા પીધી હશે, કોઈ કહે સર્પ દંસ હશે,
આ બધી અટકળો વચ્ચે પગ પાસે બેસી ને નાની વયે, મન માં ને મન માં કેશર બોલે છે
" એ જગત ના તાત, કેમ ના જોવાયું અમારું સુખ? ખેડૂત ના ભાગે જ મજૂરી આવી? દેવા પણ ખેડૂત ના જ?
મારા ઈશ્વર ને તારી પાસે બોલાવી ને ઈશ્વર તે સારું નથ કર્યું,
હવે તુંય સાંભળ, આજ મારા વ્હાલા બાપુજી ના મડદાં પાસે , ચરણો ને નમન કરી કસમ ખાઉં છું, રાત દિવસ એક કરિસ, પણ મારા બાપુજી ની " કેશર મેડમ " બની ને જ રહીશ ,..........
" *જગત* તાત માટે દયા, લાગણી રાખજો, અને કોઈ ઈશ્વર ભાઈ ની કેશર દેખાય ને તો બને એટલી સહાય કરી એને કેશર મેડમ બનાવજો, "
આભાર
મનોજ પ્રજાપતિ 'મન'
સુજપુરા /કડી
લેખક / ગીતકાર