છેલ્લો શ્વાસ - વિશ્વાસ Manoj Prajapati Mann દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો શ્વાસ - વિશ્વાસ

સાંજ નો સમય, સૂર્ય હવે ઘરે પાછો ફરવાની તૈયારી માં જ હતો, પક્ષીઓ આકાશ પર કબજો કરી ને વાતો કરતા કરતા ઘેર પાછા ફરી રહ્યા હતા, બગીચા માં બાળકો નો ખીલખીલાટ અને બુમારાડ નો અવાજ, એવામાં હળવાશ ની પળો માં બાંકડા પર બેસી ને વાતો કરતા આકાશ અને ધરતી,

આ આકાશ એટલે એક ખાનગી કંપની નો કર્મચારી અને બાળપણ માં જ મામા ને ત્યાં ઉછરી ને મોટો થયેલો, ઘણા સમય થી સારો સેટ થઇ ગયેલો અને પોતાના પગ પર ઉભો થયેલો,

આકાશ સ્વભાવે એકદમ સુશીલ ,વાતો કરવામાં મોહિત કરી દે એવી અનોખી કળા, અને આ કળા થી શહેર ની એ સોસાયટીમાં બધા ને વ્હાલો થઇ ગયો, જ્યાં તે રહેતો ત્યાં એક મહેક મૂકી ને જતો, કંપની ,પડોશી , મિત્રો બધા જ ખુશ !!

રોજ ની જેમ એ એના પ્રિય બગીચા માં જઈને આંટા મારતો, સોસિઅલ મીડિયા માં ચેટ કરતો, અચાનક એની નજર પડી તો સામે અર્ચના ,એની બાળપણ થી લઈને કોલેજ ની ખાસ મિત્ર, અચાનક ઉભો થઇ ને કે ઓય હોય, અરચૂ તું અહીંયા? ,અરચૂ નામ સાંભળતા જ બાજુ માં ઉભેલી અર્ચના ની બહેનપણી ધરતી જોર જોર થી હસી પડી, અને એવા માં આકાશ એ હળવે થી નજર ઉઠાવી ને જોયું,

આ કોણ? આકાશે પૂછયું,

અર્ચના કહે , એ મારી સાથે જોબ કરે છે, પણ તું કે તું અહીં ક્યાંથી આકુ?

આકુ સાંભળી ને વળી ધરતી મલકાઈ ગઈ, અને હાથ વડે હાસ્ય ને છુપાવ્યું, પણ આકાશ ની નજર ફરી ધરતી ની આંખો માં જ અટવાઈ ગઈ હતી,

અર્ચના એ ચપટી વગાડી ફરી પૂછ્યું, ઓ , હેલો, અહીં ક્યાંથી?

આકાશે બધી વાત કરી, અને કહ્યું હું તો અહીં જ રહું છું પણ તું આજે દેખાઈ!!

અર્ચના એ કહ્યું હું પણ હમણાં જ અહીં જોબ લાગી અને મારી સખી સહેલી શ્રીમતી ધરતી ના ઘેર રહું છું, (શ્રીમતી બોલતા જરાક જરાક સ્મિત હતું )

તો અર્ચના , એ બગીચો અને એ હાસ્ય જ હતું જેને આકાશ ને ધરતી થી મેળાપ કરાવ્યો ...

પછી તો રોજે આકાશ અને ધરતી મળવા લાગ્યા, બંને સમજુ અને સારું ભણેલા, બંને જોબ કરતા, એટલે એકબીજા ને ઓળખતા વાર ન લાગી, ખાસ મિત્રતા એમને પ્રેમ ના દરિયા માં ક્યારે ડુબાડી દીધા કોઈ ને સમજાયું નહિ,!

સમય વીતે જાય ને મુલાકાતો વધી, વાતો વધી, પછી શું? વાત ગઈ ઘેર,

પણ નસીબ સારા અને જમાના પ્રમાણે ધરતી ના પરિવાર વાળા માની ગયા, બંને ખુશ, આકાશે તો કાંન માં કહ્યું પણ ખરા કે જો, કોણ કહે છે ધરતી ને આકાશ મળતા નથી?

ધરતી એ હસતા મોઢે જવાબ આપ્યો, એને ક્ષિતિજ જ કેવાય સાહેબ, !!

થોડા દિવસો માં સગાઇ થઇ, હવે તો એમની માટે જીવન માં વસન્ત ઋતુ ખીલી હોય, ડિનર પર જવાનું, એક બીજા માટે ગિફ્ટ, ગાડી મૂકી ને રિક્ષા માં સફર, સફર દરમિયાન ધરતી આકાશ ના ખભે માથું મૂકી ને મલકાય ,આ બધું અવાર નવાર બનવા લાગ્યું,

એકદિવસ વાત વાત માં ધરતી એ આકાશ ને કહ્યું કે મને એકલી તો નહિ મુકો ને?

ત્યારે આકાશે કહ્યું કે વિશ્વાસ રાખજે, હંમેશા સાથ આપીસ,

જવાબ સાંભળી ધરતી એ આકાશ ના હાથ ને પકડી ફરી પૂછ્યું, વિશ્વાસ ની કોઈ વ્યાખ્યા નથી હોતી !

ત્યારે આકાશે કહ્યું કે " જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે વિશ્વાસ છે, !!

આ સાંભળી ને ધરતી ખુશ થઇ ગઈ અને હરખ ના આંસુ ને આંખો ના ખૂણા માં જ લૂછી ને ગળે વળગી પડી !

લગ્ન ને હવે એકાદ મહિનો બાકી હશે, એક એક દિવસ અને એક એક પળ ધરતી અને આકાશ માટે પહાડ બની ઉભો હતો,

બંને પક્ષે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયેલી, ધરતી અને આકાશ એકબીજા ને મનગમતી વસ્તુ ના અને ખરીદેલી વસ્તુ ના ફોટા મોકલે અને જુએ,

બપોર ની વેળા અને રજા નો દિવસ, આકાશ હજુ માંડ આંખો મીંચી ને સુવા નો પ્રયાસ કરે એટલા માં ફોન ની રિંગ વાગી,

ફોન ની ડિસ્પ્લે પર માય ધરતી લખેલું, આકાશ એ મલકાતાં મલકાતાં ફોન ઉપાડ્યો અને કહ્યું બોલો મેડમ,

સામે થી કોઈ પુરુષ નો અવાજ,

આકાશ બોલો?

આકાશ ઢીલા અવાજે બોલ્યો ,' હા, પણ તમે?

સામેથી અવાજ આવ્યો, ' હું પીયૂષ બોલું, ક્રિષ્ના હોસ્પિટલ માંથી, આ ફોન વાળા બેન નો અકસ્માત થયો ત્યારે હું ત્યાં જ હતો, એટલે અહીં લઈને આવ્યો છું, એમના ફોન માં પેલું જ નામ તમારું હતું અને ડાયલ પણ બહુ વાર થયેલો જોઈ તમને કોલ કર્યો ,

તમે બને એટલા જલ્દી આવી જાઓ,

ફોન કપાઈ ગયો, અને સાથે સાથે જાણે આકાશ નો જીવ પણ કપાઈ રહ્યો એમ ધ્રુજતા હોઠ અને હાથ પગ ના કંપન સાથે આકાશ બેઠો થઇ ને હોસ્પિટલ જવા નીકળ્યો,

આકાશ ના મન ઘણી અટકળો અને સવાલ હતા, પણ સૌ થી વધારે કઈ હતું તો એ હતી ચિંતા !!

બધા સવાલ અને અટકળો નો અંત આવ્યો જયારે પેલા ફોન કરવા વાળા પિયૂસ ને મળ્યો, આકાશ ને ઉતાવળ તો ધરતી ને મળવા ની હતી પણ ધરતી ઓપરેશન થિયેટર માં હતી,

ખૂણા માં જઈને હતાશ અને નિરાશ થઇ ને બેઠેલો આકાશ, પળ પળ એની અને ધરતી ની યાદો ને વાગોળે જતો, અને બંને હાથ ને જોડી ને મન માં ને મન માં ઈશ્વર ને પ્રાર્થના કરતો, એવામાં દૂર ઉભા ઉભા આ બધું જોઈ રહેલા એના થનાર સાસુ અને સસરા આવ્યા અને ખભે હાથ મૂકી ને મૂંગા મને બધું જ કહી વળ્યાં,

આકાશ ને થયું કે હું જ ભાંગી પડીશ તો ધરતી ના માં બાપ નું શું થશે? એમ વિચારી ને આકાશ ઉભો થઈને બધા ને આશ્વાસન આપવા લાગ્યો,

ડૉક્ટર બહાર આવ્યા , આકાશ મીટ માંડી ને ડોક્ટર ની સામે જ જોઈ રહેલો,

આકાશ ના પગ નીચે થી જમીન ખસી ગઈ, જ્યારે ડોક્ટર એ કહ્યું કે ' અમે બધા પ્રયાશ કર્યા પણ માથા આ વધારે વાગ્યું હોવાથી ધરતી કૉમાં માં છે, ક્યારે પાછી ફરે એનું કંઇજ નક્કી નહિ,

આકાશ સાવ મૂંઝાઈ ગયો, આંખો ના પાણી કિનારા વટાવી ચુક્યા હતા, એટલા માં ડોક્ટર ફરી બોલ્યા કે 'ધરતી ના શ્વાસ ચાલે છે,

અને શ્વાશ શબ્દ ને સાંભળતા જ આકાશ ને આશા ની કિરણ દેખાઈ અને એના કહેલા શબ્દો યાદ આવ્યા ' શ્વાસ છે ત્યાં સુધી વિશ્વાસ છે,

ધીમે ધીમે બધું સરળ થતું ગયું, ધરતી દવાખાને, ધરતી ના પરિવાર નું કોઈ એક સદસ્ય હાજર રહે, અને આકાશ રોજ નોકરી થી સીધો દવાખાને, એક જ આશા સાથે કે મારી ધરતી ને લઇ ને ઘેર જાઉં, પણ નસીબ ની સામે કોનું ચાલવાનું?

આમ ને આમ વર્ષો વીતી ગયા, પણ એજ નિત્યક્રમ, ધરતી ના પરિવાર વાળા ઓ પણ આશા છોડી દીધેલી,

પણ કહેવાય છે કે પ્રેમ હંમેશા જીતે છે,રોજ ની જેમ આકાશ ધરતી પાસે બેસી ને એના માથા માં હાથ ફેરવતો હતો એવા માં ધરતી ની આંગળીઓ આકાશ ના બીજા હાથ પર ફરવા લાગી,

આકાશ પાગલ ની જેમ ડોક્ટર ને બોલાવી લાવ્યો, ડોક્ટર ના પ્રયાશ ફરી ચાલુ થયા,

અને અમુક કલાકો પછી ધરતી ને ભાન આવ્યું, જોયું તો સામે ડોક્ટર ની ટીમ,

ધરતી એ સૌ થી પેલા આકાશ નું નામ ઉચ્ચાર્યું , ડોક્ટર એ આકાશ ને બોલાવ્યો ,

આકાશ આંખો માં હરખ ના આંસુ સાથે ધરતી પાસે આવી ને ઉભો રહ્યો, બંને ની આંખો એકબીજા નીરખી રહી હતી, આ દ્રશ્ય જોઈ ને ત્યાં ઉભેલા બધા ની આંખ ભીની થઇ,

એટલા માં કોઈક બોલ્યું, ધરતી જો, આ એજ આકાશ છે જે રોજ પોતાની ધરતી માટે અહીં આવતો, અને છેલ્લા 4- 5 વર્ષ થી તારી જ રાહ જુવે છે, અમે બહુ સમજાવતા કે તું બીજે લગ્ન કરી લે, પણ માન્યો જ નહિ, પણ આખરે એની અને તમારા પ્રેમ ની જીત થઇ,

ત્યારે ધરતી ની આંખો માં આંસુ જ હતા, અને ધીમે અવાજે એટલું જ કહ્યું કે ' મને ખબર હતી છેલ્લા શ્વાસ સુધી આકાશ મારો જ છે , એના પ્રેમ ના કારણે જ મને નવું જીવન મળ્યું, એમ કહી આકાશ અને ધરતી એ એકબીજા ના હાથ ને પકડી નવા સપના ની રાહ માં ચાલતા ગયા,

સમય ની સાથે સાથે એમના લગ્ન થયા અને ક્ષિતિજ માં મળતા આકાશ અને ધરતી સાચે જ મળ્યા !!

- મનોજ પ્રજાપતિ ' મન'