ભાગ - ૯
ક્રમશઃ ......
મિહિર સર : " તો તું ગાયબ કેમ થઈ ગયો હતો .... ???? બોલ સાચું .... "
તે માણસ થોડી વાર ચુપ જ રહે છે ... પોલીસ તેનાં પર લાઠીમાર કરે છે .. તે છતાં તે ચુપ જ રહે છે . થોડી વાર તે માર સહન કરી લે છે પણ પછી અચાનક જ ......
તે માણસ ડરેલા અવાજમાં : " બોલુ છુ સર ... બોલુ છુ .... મારશો નહીં ... હું બધુ જ સાચે સાચુ કહુ છુ .... "
મિહિર સર : " બોલ બધુ જ સાચું .... "
તે માણસ અત્યંત કરુણ અવાજમાં : " સર આ ત્રણ માંથી મેં ખાલી એક જ માણસને જોયો છે , તેના વિશે પણ મને કંઈ ખાસ જાણકરી નથી .... હું તો બસ તેનાં મેસેજ પર કામ કરતો અને મારાં રૂપિયા લઈ લેતો ... બીજુ કંઈ જ મને તેનાં વિશે નથી ખબર .... "
શિવ સર વધુમાં બોલ્યાં : " હા તો શું મેસેજ આપતો એ તને .... ???? અને કઈ રીતે ... ??
તે માણસ : " તે મને મોબાઈલ પર મેસેજ કરતો . હુ તેનાં પાર્સલ મેસેજમાં જણાવ્યા મુજબ તેના આપેલા સ્થળ પર મૂકી દેતો . ત્યાંથી એ પાર્સલ બીજુ વ્યક્તિ લઈ જતું . અને મને મારા કામનાં પૈસા આપી દેતું . બસ એટલુ જ ... તે પાર્સલમાં શું છે તે મને કંઈ જ ખબર નથી .... "
શિવ સર : " હા ઓકે , ચાલ અમે તારી વાત પર વિશ્વાસ મુકી પણ દઈએ , પણ એનું શું સબુત કે તું સાચુ જ બોલે છે ... ??? "
તે માણસ : " સર , આ દુનિયામા મારી માતા સિવાય મારુ કોઈ નથી ... એની કસમ આપી કહું છુ હું બીજુ કંઈ જ નથી જાણતો સર .... વિશ્વાસ કરો મારી વાત પર પ્લીઝ ... "
અરીજીત દયાનાં ભાવથી : " ઠીક છે ... થેંકસ ... અમને માહિતી આપવા બદલ ... પણ ભુલ તો તે પણ કરી છે એક એ ક્રિમિનલને ખોટા ગેરકાયદેસર કામમાં સપોર્ટ આપી ... એટલે તને એની સજા તો મળશે જ ... "
તે માણસ લાચારી સાથે : " સર મને માફ કરી દો મારી માતાનું આ દુનિયામાં કોઈ નથી મારા સિવાય એને આ વાતની જાણ થશે તો તેને ઘણુ દુઃખ થશે સર પ્લીઝ ... "
મિહિર સર : " તમે આ ભુલ કરી ત્યારે તમને તમારી માતાનો વિચાર નહતો આવ્યો ??? "
તે માણસ : " હા આવ્યો હતો ... પણ પેટ માટે કંઈક તો કરવું પડે ને સાહેબ ... "
મિહિર સર : " કમાવા માટે ઘણાં બધાં રસ્તા છે ... દેશના એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ પડે છે કે કોઈ ખોટું કામ ન કરવું . અને ન થવાં દેવું ... છતાં તમે કરેલી ભુલનો તમને પસ્તાવો છે અને અમને થોડી મદદ પણ કરી છે એટલે તમારી સજા ઓછી કરાવી આપશું ... "
તે માણસ મોટા હાશકારા સાથે : " આભાર સર ... આજ પછી હું ખોટા કામ માં ક્યારેય ભાગીદાર નહીં બનું ... "
પોલીસએ નંબર જેનાં પરથી મેસેજ આવતો તેની માહિતી મેળવી ... તેમાં જાણ થઈ કે તે એક લેન લાઈન નંબર હતો .
એક દિવસ પછી ફરી એ નંબર પર મેસેજ આવે છે ... પોલીસ તે માણસને પહેલાંની જેમ જ બધુ કામ કરવાં કહે છે અને ચેતવણી પણ આપે છે કે તેઓ ને પોલીસની બિલકુલ જાણ ન થાય તે રીતે બધુ કામ કરે .
જેથી તેઓને શંકા ન પડે અને સચેત ન થઈ જાય . એથી પોલીસ આસાનીથી એ ગુનેગારો ને પકડી તેઓનો જડથી નાશ કરી શકાય ....
તે વ્યક્તિ ફરી ચાની ટકરી પર જાય છે . ત્યાં બધુ ક્રમવાર થાય છે . પોલીસ સાદા વેશમાં ત્યાં ફરતાં હતાં .. તેઓ એ વેશ પલટો કર્યો હતો જેથી તે ક્રિમિનલને કોઈ શક ન થાય ..
પણ પોલીસની એક ભુલના કારણે ફરી એક વ્યક્તિ હાથ માંથી છૂટી જાય છે . હા , એક પકડાઈ ગયો હતો . એની ખુશી ટીમમાં હતી પણ એક છૂટી ગયો હતો એનુ દુઃખ પણ વધારે હતું .
એ વ્યક્તિ પાસે સચ્ચાઈ બોલાવવા પોલીસે બધાં પ્રયત્નો કર્યાં . પણ તે વ્યક્તિ વફાદારી આગળ તેની બલી પણ આપી દેવા તૈયાર હતો .
******
આભાર વાચક મિત્રો ....
આપડી ધારાવાહી હજુ ક્રમશઃ છે ... તો વાચવાનું ચૂકશો નહીં ... અને મંતવ્યો રજૂ કરવામાં પણ કોઈ ચુક રાખશો નહીં . બિન્દાસ બોલી શકો છો કઈ પણ ...
To be continued ....