ખજાનો - 35 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 35

( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા માટે સોમાલીયાના રાજા પાસે મદદ લેવા માટે જાય છે, પરંતુ મદદ લેવાની જગ્યાએ તેઓ એક અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે. સાપોથી ભરેલી કોટડીમાં સૈનિકો તેમને બંધ કરી દે છે. હવે આગળ જોઇએ....)

" અરે સારું છે ને તે ડંખ્યા નથી. તે ડંખ્યા હોય તો આપણા તો રામ જ રમી જાત અને પ્લીઝ જોની...તું યાર સાપ બાબતે અમને ગભરાવીશ નહીં. ઓલરેડી આપણે બધા ગભરાયેલા છીએ." ગભરું સુશ્રુતે કહ્યું.

" વાત ગભરાવવાની નથી વાત સત્યની છે જો આ સાપ.. આનું નામ બ્લેક મમ્બા છે. આ સાપ દક્ષિણઆફ્રિકાનો સૌથી ઝહેરીલો સાપ છે. જો આ કરડી જાય તો મૃત્યુ થતાં વાર લાગતી નથી. કદાચ આ જ સાપ મારાં માથા પર પડ્યો હતો. તો પણ મને કરડ્યો નહીં." જૉનીએ નવાઈ સાથે કહ્યું.

" હે ભગવાન મને આ ઝેરીલા સાપોથી બચાવજે આટલા બધા સાપ સાથે રહેવાની મને બિલકુલ આદત નથી." ગભરાતા સ્વરે સુશ્રુતે કહ્યું.

" એ બધું તો ઠીક છે. ભગવાનની મહેરબાની કે આપણે આટલા બધા સાપોની વચ્ચે પણ સલામત છીએ. તો પણ આપણે આ સાપોથી સાવધાન રહેવું પડશે, કેમકે બધા સાપોને આપણે ઓળખતા નથી. ક્યારે કયો સાપ ડંખી જાય ખબર ન પડે. આથી મિત્રો થોડા સાચવીને રહેજો. બીજી વાત એ કે હવે જલ્દીથી એ ઉપાય શોધવો પડશે કે આપણે અહીંથી બહાર કેવીરીતે નીકળીએ ?" લિઝાએ કહ્યું.

" એ એક મિનિટ...! આપણે અહીં કોને મળવા આવેલાં ?" હર્ષિતને જાણે અચાનક કંઈ યાદ આવી ગયું હોય તેમ આશ્ચર્યથી પૂછ્યું.

"ઓફ કોર્સ આપણે સોમાલિયાના રાજા ને મળવા આવ્યા હતા અને તેમની હેલ્પ લેવા આવ્યા હતા. એટલું પણ યાદ નથી ? તું બહુ ભૂલક્કડ થઈ ગયો છે હર્ષિત" સુશ્રુતે કહ્યું.

"સોમાલિયાના રાજા કોણ છે ?" હર્ષિતે પૂછ્યું.

" લે એ પણ ભૂલી ગયો ?" હર્ષિતને ટોકતા સુશ્રુતે કહ્યું.

" ફારોહ સહુરે...કેમ તું આવું પૂછે છે ?" લિઝાએ ઉત્તર આપ્યો.

" અરે હું ભુલ્યો નથી બસ તમને બધાને યાદ અપાવુ છું." હર્ષિતે કહ્યું.

" સુસ...! તું થોડીવાર ચુપ રહીશ ? પ્લીઝ..!" લિઝાએ ટોકતા સુશ્રુતને ચુપ કરાવ્યો.

" પણ મેં એમાં શું ખોટું કહ્યું ?આપણને બધાને ખબર છે કે આપણે સોમાલિયાના રાજા ફરોહ સહુરેને મળવા આવ્યા છે. અને તેની મદદ લેવા આવ્યા છે. એમાં આટલું લાંબુ ખેંચવાની ક્યાં જરૂર છે? મને ચૂપ કરાવવાની ક્યાં જરૂર છે? કોઈ મને સમજતું જ નથી...!" સુશ્રુત મનમાં ને મનમાં બબળવા લાગ્યો.

"તો તમે કોઈએ એ વાતની નોટિસ કરી કે આપણે જે રાજાને મળ્યાં તેણે પોતાનું નામ શું જણાવ્યું હતું ?" હર્ષિત બોલ્યો.

" હું તો તેનું ભયાનક રૂપ જોઈને અને ભયંકર અવાજ સાંભળીને એટલો બધો ડરી ગયેલો કે તે શું બોલ્યો અને તેણે શું કહ્યું કંઈ જ યાદ નથી. " સુશ્રુતે કહ્યું.

" સુશ્રુત તને કંઈ યાદ નથી તો પ્લીઝ યાર થોડીવાર..." જૉનીએ સુશ્રુતને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

" હું પણ ડરી ગયેલી પણ મને બરાબર યાદ છે કે તે શું બોલ્યો હતો. તેણે છેલ્લે એવું કહેલું કે નુમ્બાસા નામ છે મારું વિદેશીને લૂંટવા કામ છે મારું." લિઝાએ કહ્યું.

" ઓહ ગ્રેટ..! આનો મતલબ તો એ થયો કે આ તે રાજા નથી જેને આપણે મળવા આવ્યાં હતાં. " સુશ્રુત બોલ્યો.

" રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત છે. અહીના ખરેખર રાજા ક્યાં ગયા હશે ? અને આ નુમ્બાસા કેવી રીતે રાજાના સ્થાને આવ્યો ? એ પણ એક કોયડો છે. " હર્ષિતે કહ્યું.

To be continue....

મૌસમ😊