ખજાનો - 34 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 34

    " જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાન...

  • ચતુરાઈ

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ફરે તે ફરફરે - 19

    ફરે તે ફરફરે - ૧૯   ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમ...

  • નાયિકાદેવી - ભાગ 26

    ૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગ...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૨

    SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 34

" જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાનો ફિટ હાથ પકડતા, આંખો બંધ કરી, ગભરાયેલા સ્વરે સુશ્રુતે કહ્યું. જોની લિઝા અને હર્ષિતે ધીમે રહીને નીચે જોયું તો તેઓની આંખો પહોળીની પહોળી રહી ગઈ અંધારામાં સાપની ઝીણી ઝીણી ચમકતી આંખો દેખાઈ રહી હતી અને માત્ર એક સાપ નહીં ઘણા સાપોની આંખો ચમકતી દેખાઈ રહી હતી.

લિઝાએ સુશ્રુત સામે જોયું. તે ડરનો માર્યો આંખ ખોલતો જ ન હતો. લિઝા પણ ખૂબ ડરી ગઈ હતી પરંતુ હાર માની લેશે તો તેના ડેડને કેવી રીતે બચાવશે ? આથી તેણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત કરી સુશ્રુતના પગ પર ચડતા સાપને દૂર ફેંકી દીધો.

" મને નથી લાગતું કે હવે આપણે અહીંથી જીવતા બહાર નીકળીશું" ડરતા ડરતા ગભરાયેલા સ્વરે સુશ્રુતે કહ્યું.

" મને પણ કંઈક એવું જ લાગી રહ્યું છે સુશ્રુત...! આપણે અહીંથી બહાર કેવી રીતે નીકળીશું ?" હર્ષિતની પણ ધીરજ અને હિંમત ખૂટી રહી હતી.

" મને પણ હવે તો નથી સમજાતું કે હવે શું કરવું જોઈએ હું પણ એ જ વિમાસણમાં છું કે હવે અહીંથી બહાર કેવી રીતે નીકળીશું" ચારે બાજુ નજર ફેરવતા અંધકારને જોઈને જોનીએ નિરાશ થતા કહ્યું.

પોતાના ત્રણે મિત્રોને ડરેલા, હારેલા અને નિરાશ જોઈ લિઝા પણ થોડાક સમય માટે હતાશ થઈ ગઈ.

"જો અમે બધા જ હાર માની લઈશું તો અહીંથી કદાચ બહાર ક્યારેય નહીં નીકળી શકીએ. અને એમાં પણ જો હું હિંમત હારી જઈશ તો બાકીના મિત્રોને કેવી રીતે હિંમત આપી શકીશ. આ ત્રણેય મારા કારણે જ અહીં સુધી આવ્યા છે. મારે કંઈ પણ કરીને આ ત્રણેયનો જીવ તો બચાવવો જ રહ્યો." લિઝા મનમાં જ વિચાર કરતી હતી.

લિઝાએ આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. ધીમેથી આંખો ખોલી શ્વાસ બહાર કાઢીને રિલેક્સ થઈ. અને પછી જાણે દરેક શ્વાસમાં હિંમત ભરતી હોય તેમ તેણે ત્રણેય મિત્રોનો હાથ પકડ્યો અને કહ્યું, " ફ્રેન્ડ્સ મને ખબર છે આપણે બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છીએ. ડર તો મને પણ લાગે છે, પરંતુ જો હિંમત હારી જઈશું તો કદાચ આપણે કંઈ જ નહીં કરી શકીએ. મારી મોમ કહેતી હતી કે મુશ્કેલી ચાહે કેટલી પણ મોટી કેમ ન હોય પણ તેનું સોલ્યુશન તે મુશ્કેલીમાં જ સમાયેલું હોય છે. જો આપણે હારી જઈશું તો આપણે આ મુસીબતમાંથી બહાર નહીં નીકળી શકીએ. મહેરબાની કરીને હિંમત રાખો. કંઈક ના કંઈક ઉપાય જરૂર મળશે. આપણે જરૂરથી અહીંથી બહાર નીકળીશું."

" આ...આ...ફરી સાપ આવ્યો...! મને આ સાપોથી બચાવો પ્લીઝ...! મને બહુ ડર લાગે છે સાપથી...! આટલા બધા સાપ તો મેં પહેલી વાર એક સાથે જોયા" બૂમ પાડીને સુશ્રુતે કહ્યું.

" જો ત્યાં થોડું અજવાળું હોય એવું લાગે છે ચાલો ફ્રેન્ડ્સ સાચવીને આપણે થોડા પ્રકાશ તરફ જઈએ." લિઝાએ આજુબાજુ નજર ફેરવતા કહ્યું.

ચારેયને જે કોટડીમાં પૂર્યા હતા તે કોટડીની ઉપર નાની અમથી બારીમાંથી થોડો થોડો પ્રકાશ આવતો હતો ચારેય મિત્રો તે પ્રકાશ તરફ ગયા અને તે જગ્યા પર બેઠા.

" મિત્રો મેં સાંભળ્યું છે કે સાપ ઘણા બધા પ્રકારના હોય છે. પરંતુ બધા જ સાપ ઝેરી નથી હોતા અમુક જ સાપ ઝેરી હોય છે પરંતુ અહીં આટલા બધા સાપમાંથી કયા ઝેરી છે અને કયા બિનઝેરી તે જાણવું કેવી રીતે ?" હર્ષિતએ દુવિધા વ્યક્ત કરતા કહ્યું.

" મને વધારે નહીં પણ થોડું ઘણું સાપનું નોલેજ છે. પિતાજીએ મને સાપ વિશે થોડી ઘણી માહિતી આપી હતી. અહીં જોયેલા સાપમાંથી કેટલાક સાપ મને ઝેરી લાગ્યાં, પરંતુ મને નવાઈ એ વાતની લાગે છે કે આટલા બધા સાપમાંથી કોઈપણ સાપ આપણને ડંખ્યો નથી." જોની આજુબાજુ ફરતા સાપોને જોઈને કહ્યું.

" અરે સારું છે ને તે ડંખ્યા નથી. તે ડંખ્યા હોય તો આપણા તો રામ જ રમી જાત અને પ્લીઝ જોની...તું યાર સાપ બાબતે અમને ગભરાવીશ નહીં. ઓલરેડી આપણે બધા ગભરાયેલા છીએ." ગભરું સુશ્રુતે કહ્યું.

To be continue..

( શું ચારેય મિત્રો ખતરનાક મુસીબત માંથી બહાર નીકળી શકશે કે નહીં ? શું હશે સાપોનું રહસ્ય ? શું ચારેય મિત્રો માઈકલ ને બચાવવા માટે કોઈની મદદ લઈ શકશે કે નહીં ? તે જાણવા માટે મારા વાલા મિત્રો આપ સૌએ આગળનો ભાગ વાંચવો પડશે)

😊મૌસમ😊