ખજાનો - 5 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 5

લિઝાના મક્કમ ઇરાદાને સુશ્રુતે ટેકો આપતાં કહ્યું, " લિઝા..! જો તેં ખરેખર નક્કી કરી લીધું જ છે કે તું અંકલને છોડાવવા દરિયો ખેડી દક્ષિણ આફ્રિકા જઈશ..તો તું ચિંતા ન કર..!તારો આ દોસ્ત સૂસ..હરપળ તારી સાથે રહેશે.આપણે જરૂરથી અંકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવી લાવીશું."

સુશ્રુતની વાત સાંભળીને હર્ષિત પણ બોલ્યો," તમારાં બન્નેની સાથે હું પણ આવીશ. બોલો ક્યારે નીકળવું છે..?"

" અરે..ત્યાં જવું..તમે ધારો છો એટલું સરળ નથી..! તમે લોકો હજુ નાના છો..અમારાથી તમને ત્યાં એકલાં ન મોકલાય..!" ડેવિડે કહ્યું.

" ડેવિડભાઈ બરાબર કહે છે.ત્યાં જવું જોખમભર્યું છે. માઈકલને આદિવાસીઓની કેદમાંથી છોડાવવાનો કોઈ બીજો ઉપાય શોધીએ." જેનિસાએ કહ્યું.

" બીજો કોઈ ઉપાય નથી મૉમ..! જો હું ડેડ પાસે ન ગઈ અને ડેડને કઈ થઈ ગયું તો મને જિંદગીભરનો અફસોસ રહી જશે કે હું તેઓને બચાવી ન શકી. કંઈ પણ થાય..હું ડેડને છોડાવવાના મારાથી બનતાં બધાં જ પ્રયત્નો કરીશ."

" ડેવિડભાઈ..! આ છોકરી બહુ જીદ્દી છે. તે હવે મારી એક પણ વાત નહિ માને..!તમે સમજાવો ને આને..!" જેનિસાએ કહ્યું.

" જેનિસા..! મને લાગે છે કે જો આ ત્રણેય સાથે હશે તો બહુ વાંધો નહિ આવે. જોકે ત્યાં મુશ્કેલીઓ તો પડવાની જ,પણ આ બાળકોને સાહસ કરવાની એક તક તો આપવી જોઈ. " ડેવિડે જેનિસા સામે જોઈ કહ્યું.

" ડેવિડભાઈ તમે પણ..! લિઝા હજુ તો..!"

" ડોન્ટ વરી મૉમ..! મને કંઈ નહીં થાય..અને ડેડને પણ કંઇ જ નહીં થવા દઉં. બસ તું સ્માઈલ આપી મને જવાની રજા આપ." ચિંતા કરતી મૉમને સમજાવતા લિઝાએ કહ્યું.

" હા, આંટી..! તમે ચિંતા ન કરો હું અને હર્ષિત લિઝાની સાથે જ રહીશું. સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરીશું અને માઈકલ અંકલને ઘરે લાવશું." સુશ્રુતે કહ્યું.

" જુઓ બાળકો..! તમે હવે નક્કી જ કરી દીધું છે તો હું કહું તે બાબતો ધ્યાનથી સાંભળો." ડેવિડે ત્રણેયને શું તૈયારી કરવી..?નક્શાનો કેવીરીતે ઉપયોગ કરવો..? માર્ગમાં આવતી મુશ્કેલીઓથી કેવીરીતે લડવું..? કયા કયા લોકોનો સંપર્ક કરવો..? પોતાનું જહાજ કઈ સલામત જગ્યાએ લાંગરવું..? વગેરે જેવી નાની મોટી દરેક બાબતો સમજાવી.

લગભગ રાતના એક વાગે સૌ છુટા પડ્યા. બીજા દિવસે સાંજે નીકળવાનું હતું. પણ ત્રણમાંથી કોઈનેય ઊંઘ આવી નહિ. સવારથી ત્રણેયને જવાની તૈયારી શરૂ કરી દીધી. સૌએ ડેવિડ અંકલનું જહાજ લઈ જવાનું નક્કી કરેલું.લિઝાએ જહાજને બરાબર સાફ કરી લીધું. એન્જીન અને ઇંધણ ચેક કરી લીધું. સુશ્રુતે રસોઈ બનાવવાનો બધો સામાન લઈ લીધો. સાથે કેટલાક ડ્રાયફ્રૂટ્સ અને કેટલોક નાસ્તો લઈ લીધો. હર્ષિતે ટેન્ટ, કેટલાક ઓજારો,પોતાનો કેમેરો અને કેટલીક દવાઓ લીધી. જેનિસાએ હર્ષિતને આયુર્વેદિક ઔષધિઓનું લિસ્ટ આપ્યું. ડેવિડે ઓળખીતા બે આદિવાસીઓના નામ અને તેઓની ઓળખ આપી. લગભગ બધું તૈયાર થઈ ગયું હતું.

લિઝા, સુશ્રુત અને હર્ષિત જહાજમાં ગોઠવાયા. ડેવિડ અંકલ અને જેનિસાને બાય કહી લિઝાએ જહાજ હજુ ચાલુ જ કર્યું હતું ત્યાં ડેવિડનો છોકરો જ્હોન દોડતો દોડતો તેની બેગ લઈ આવ્યો. સૌ તેને પ્રેમથી જોની કહેતાં.

" લિઝા...! લિઝા..! મારે પણ તારી સાથે આવવું છે. ઉભી રે..!" જોનીએ દોડતાં દોડતાં કહ્યું. કોઈને આવતાં જોઈ જોનીએ લિઝાને જહાજ ઊભું રાખવા જણાવ્યું.લિઝાએ એન્જીન બંધ કર્યું અને બાલ્કનીમાં આવી.

" અરે આ તો જોની છે. ડેવિડ અંકલનો છોકરો. પણ તે દોડતો દોડતો કેમ આવે છે..?" લિઝાએ કહ્યું. થોડી જ વારમાં જોની જહાજ પાસે આવી ગયો.

"હું પણ આવું છું તમારી સાથે દક્ષિણ આફ્રિકા." જોનીએ જહાજ પર ચડતાં કહ્યું.

" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું.

" ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર દેખાતાં ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું.

To be continue...

મૌસમ 😊