મેરેજ લવ - ભાગ 12 Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ગાંડા‌ગેલા

    શિર્ષેક : ગાંડા ઘેલા પાત્ર : હગેશ , ખગેશ, પાદેશ( ખગેશ ,હગેશ,...

  • કવચ - ૮ (અંતિમ ભાગ)

    ભાગ ૮: કુરુક્ષેત્રનું પુનરાવર્તન અને નિયતિનો નિર્ણય (અંતિમ ભ...

  • સરકારી પ્રેમ - ભાગ 4

    મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની...

  • MH 370 -31

    31. અન્ય યાત્રીઓ સાથે મિલાપઅમે હવે એક દલદલ, મેનગૃવ પાસે આવી...

  • એક યાદગાર રીયુનિયન

    એક યાદગાર રીયુનિયન ૩,૨,1....ફિલ્મ શરુ થઈ. સ્કૂલના મુખ્ય બે મ...

શ્રેણી
શેયર કરો

મેરેજ લવ - ભાગ 12

( આગળ આપણે જોયું કે અયાન હવે આર્યાને પસંદ કરવા લાગ્યો છે. હવે તેને આર્યા ની હર એક અદા ગમવા લાગી. એક દિવસ તેણે આરવ અને આરસીને સામેથી જીંગા ગેમ રમવા માટે કહ્યું, અને જાણી કરીને પોતે આઉટ થઈ ગયો.આરવ અને આરસીએ પનિશમેન્ટ નું કહેતા સામેથી જ આગળની પનીશમેન્ટ માટે રેડી થઈ ગયો અને આર્યાએ ના પાડતા પોતે પનીસમેન્ટ મંજૂર હોવાનું કબુલ કર્યું. આર્યાને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો હવે આગળ.)

અયાને આર્યાનો હાથ પકડી કહ્યું મને આ પનીસમેન્ટ મંજુર છે. આર્યા હેરત થી અયાન સામે જોઈ રહી. અયાન આર્યાનો હાથ પકડીને હોલમાં વચ્ચો વચ્ચ લઈ આવ્યો. અયાન આર્યા સામે ઘુંટણીએ બેસી ગયો અને ધીમે રહી શર્ટ માંથી ગુલાબ કાઢ્યું. આર્યાની સામે ગુલાબ લંબાવતા અદામાં બોલ્યો , પરીઓ કી રાની, બહારોં કી મલિકા જિસકે આગે યે ગુલાબ ભી ફિકા લગે ઐસી ખુબસુરતી કો આપ કે દીવાને કી ઔર સે યે છોટી સી ભેટ, ઇસે કુબુલ કીજીયે.

" I LOVE YOU My Love

આર્યા તો જાણે સ્ટેચ્યુ જ બની ગઈ. આ ક્ષણ જાણી થંભી ગઈ હતી. શું છે આ બધું ? કંઈ જાણી સમજી શકવાની શક્તિ જ નહોતી રહી. આર્યા માટે તો આ ખુશીઓનો ઓવર ડોઝ હતો. આર્યા ચક્કર ખાઈને પડી ગઈ, આયાને તરત જ આર્યાને પોતાની બાહોમાં ઝીલી લીધી. અયાને પ્રેમથી આર્યા ને કહ્યું ડિયર આ સપનું નહીં પણ હકીકત છે આંખો ખોલ આઇ લવ યુ....
આર્યા એ આંખોં ખોલી,આર્યા હવે અયાનની બાહોમાં હતી . એ પળ જેના માટે આર્યાં જાણે યુગોથી તરસતી હતી. આર્યા એ આંખોં ખોલતાં જ અયાને આરવ ને ઈશારો કર્યો. બંને હોલમાં વચ્ચો વચ્ચ ઉભા હતા . હોલમાં વચ્ચોવચ ઉપર એક મોટું ઝુમ્મર લગાવેલું હતું. અયાને ઈસારો કરતા જ ઉપરથી બંને ઉપર ફૂલોની વર્ષા થઈ. આર્યા એ અયાન ને પોતાને નીચે ઉતારવા ઈશારો કર્યો. અયાને ધીમે રહી આર્ય ને નીચે ઉતારી. આર્યા શરમાઈને ત્યાંથી જવા જતી હતી તો અયાને તેનો હાથ પકડીને પોતાની નજીક ખેંચી જસ્ટ મિનિટ મેડમ

આજે પૂછ્યું હવે શું સરપ્રાઈઝ બાકી છે ?

અયાન મજાકમાં બોલ્યો દેખતી જાઓ દેખતી જાઓ યે અયાન કા પ્યાર હૈ અબ સરપ્રાઈઝ કી તો આદત ડાલ દો. અયાને પોતાનાથી સહેજ દૂર પડેલા ફ્લાવર વાઝ ને સહેજ ધક્કો મારતા તે પડી ગયું તેની સાથે એક દોરી જોઈન્ટ કરી હતી જે અયાને હાથથી પકડી લીધી. ફ્લાવર વાઝ પડતા જ આગળથી દોરીમાં થી સરકતી સરકતી એક રીંગ અયાનના હાથમાં આવી ગઈ. અયાને એ રીંગ આર્યાની આંગળીમાં પહેરાવતા કહ્યું would be My wife for ever

બંનેને બધાએ તાળીઓથી વધાવી લીધા. આર્યાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. અયાને આર્યાને કહ્યું જા રેડી થઈને આવી જા આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ

What !! આજે આર્યા ને શોક પર શોક લાગતા હતા.

ઓ યસ કેવી મજા આવશે જાઓ ભાભી જલ્દી રેડી થઈ જાવ બહુ જ મજા કરીશું

ઓ મજાની બચ્ચી લોંગ ડ્રાઈવ પર હું અને આર્યા જ જઈએ છીએ ok ?

અયાને બધાની પરમિશન લીધી. આજે અયાનના પપ્પા ખૂબ જ ખુશ હતા, એમને બીજી વાતની તો ખબર ન હતી પણ આજે પહેલી વાર અયાન આર્યાની બહાર લઈ જતો હતો.

થોડીવારમાં આર્યા તૈયાર થઈને આવી ગઈ. અયાને જોયું તો આરસી અને આરવ પહેલેથી જ ગાડીમાં બેઠા હતા. અયાને બંનેને ઉતરી જવા કહ્યું પણ આર્ય એ કહ્યું બધા સાથે જઈએ મજા આવશે એટલે અયાન વધારે કહી ન શક્યો. થોડું આગળ જતા આરસીએ ગાડી ઉભી રખાવી રોકો ભાઈ ગાડી રોકો, કેમ વળી શું થયું અયાને પૂછ્યું બસ અમે અહીં જ ઉતરી જઈએ છીએ અમે તો જસ્ટ મજાક કરતા હતા . જાવ તમ તમારે એશ કરો.

અયાને આગળ જઈ ગાડી ઊભી રાખી અને આર્યાને કહ્યું . આર્યાં મને ખબર નથી પડતી તારા પ્રેમે મારા પર શું જાદુ કર્યું છે પણ હવે હું આખી જિંદગી તારી સાથે રહેવા માંગુ છું

પણ કોન્ટ્રાક્ટ નું શું આર્યાય પૂછ્યું

તું કોન્ટ્રાક્ટમાં એક શરત વધારે એડ કરી દે કે હવે અયાન જીવન ભર આર્યા નો છે.

બંને એકબીજાના હાથમાં હાથ નાખી એક સાથે સામે ક્ષિતિજમાં દૂર ધરતી અને આસમાન ના મિલનને જોઈ રહ્યા.