' માયરા માં મંગળિયા વરતાય રે
પહેલું પહેલું મંગળિયું વરતાય ર
પહેલે મંગળ સોનાના દાન દેવાય રે '
માયરા માં મંગળફેરા સાથે સાથે જાનૈયાઓની માંડવીયા ઓ સાથે હસી મજાક- મીઠી નોંક ઝોંક, વરરાજાના બુટ ચોરી , સામ સામે ફટાણાની ફૂલઝડી અને આતશબાજી વચ્ચે માયરામાં ચોથો મંગળ ફેરો પણ ફરાઇ ગયો.
ચોથું ચોથું મંગળિયું વરતાય રે
અગ્નિ દેવની સાક્ષી એ ફેરા ફરાય રે
ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે
લગ્નની વિધિ તો સંપન્ન થઈ ગઈ. હવે આર્યા ની નવી સફર શરૂ થવાની હતી. આમ તો લગ્ન પછી દરેક યુવતીએ અંજાની રાહ પર કદમ માંડવાના હોય છે જીવનમાં ઘણા બદલાવા આવી જાય છે. નટખટ - ઝરણા જેવી ઉછળતી - કુદતી , હસતી ખેલતી યુવતી અચાનક નદી જેવી ધીર ગંભીર - શાંત બની જાય છે.
એક બાજુ માતા પિતા, ભાઈ ભાંડુ, પોતાનો પૂરો પરિવાર, સખી સહેલીને છોડીને જવાનું દુઃખ હોય છે તો એક બાજુ નવી દુનિયા વસાવવાના અરમાન હોય છે.
પારકાને પોતાના કરવાનો પડકાર હોય છે પરંતુ પ્રિતમનો સાથ હોય તો બધું આસાન બની જાય છે. જ્યારે આર્યા ની સામે તો સૌથી મોટો પડકાર જ પ્રીતમનો સાથ મેળવવાનો હતો.
હવે ચાલુ થતી હતી આર્યા ની નવી સફર જેમાં પારકા પરિવારને પોતાનો બનાવવાનો પડકાર તો હતો જ સાથે સાથે એનાથી પણ વધારે પડકાર જનક હતું અયાન ની નફરત ને પ્રેમમાં ફેરવવાનું અયાનની આંખો પર જે ગલત પ્રેમીની પટ્ટી લાગેલી છે એને હટાવવાનું. કારણકે અયાન પોતે જ નહોતો સમજી શકતો કે પોતાને શું જોઈએ છે ? શું કરવું છે. ??
* * *
અયાન ને થતું હતું કે લગ્ન તો થઈ ગયા હવે આર્યા સાથે બધી સ્પષ્ટતા કરી લેવી પડશે. બસ આર્યા રૂમમાં મળે એટલી વાર છે. આર્યા ને મળતા વેંત અયાન અધીરાઈ થી બોલી ઉઠ્યો જો આર્યા હું તારી સાથે સ્પષ્ટતા કરી લેવા માંગુ છું
શેની સ્પષ્ટતા ? શું સ્પષ્ટતા ? આર્યા હેરત પામતા બોલી
જો આપણા લગ્ન થઈ ગયા છે એનો મતલબ જરા પણ એવો ન કરતી કે તને પત્ની તરીકે ના બધા અધિકાર મળી ગયા. બીજી પત્નીઓની જેમ મને ટોક વાની કે રોકવાની જરા પણ કોશિશ નહીં કરવાની, હું આઝાદ. પંછી ની માફક જ જીવીશ. તારી મરજી મારી પર નહીં થોપવાની . અને કોન્ટ્રાક્ટ ની વાત ભૂલતી નહીં બરાબર યાદ રાખજે.
અરે થોડો શ્વાસ લે ,શાંત થા. આટલો હાઇપર કેમ થાય છે ? મને કોન્ટ્રાક્ટ ની વાત તારી શરત બરાબર યાદ છે. આંખમાં નમી સાથે આર્યા બોલી . હૃદયમાં શેરડા પડતા હતા,જાણે શ્વાસ રુંધાતો હતો. મનમાં થતું હતું કે આ તે કેવી રાત છે લગ્ન પછી પીયુ મિલન માટે જે રાતનો બધા ઇન્તજાર કરતા હોય છે એ રાતે જ મારો પિયુ અલગ થવાની વાત કરી રહ્યો છે. છતાં હિંમત રાખી બોલી.
આર્યા હાથ લંબાવતા બોલી ફ્રેન્ડ્સ ? તું મને પત્ની તરીકે નહીં પણ એક દોસ્ત તરીકે તો અપનાવીશ ને ?
અયાને હાથ મિલાવતા કહ્યું હમમ...
ઓકે ડન , પત્ની તરીકેના કોઈ અધિકાર હું નહીં માંગુ કે ન તો મારી મરજી તારા પર થોપીસ. તું તારી રીતે જીવવા સ્વતંત્ર છે મારા તરફથી તને કોઈ બંધન નહીં હોય. પણ હા, એક વાતનું તારે પણ ધ્યાન રાખવું પડશે, તારે મારું સન્માન જાળવવું પડશે. આપણા બન્ને વચ્ચે ની કોઇ પણ વાત હોય, કે તને મારી સામે કોઈ ફરિયાદ હોય એ આપણા બન્ને વચ્ચે જ વાત થશે ,તું બધા ની વચ્ચે મારું insult કરીશ, મારા સમ્માન ને ઠેસ પહોંચે એ મારા થી સહન નહીં થાય.
અને રહી વાત પ્રેમની તો પ્યાર કે બદલે મેં પ્યાર કી શર્ત યે તો વ્યાપાર હો ગયા ના ,and આઈ એમ નોટ અ બિઝનેસ વુમન , હું બિઝનેસ નહીં પ્યાર ની લ્હાણી કરવા આવી છું અને આ તો દિલ ની વાત છે જનાબ ઔર દિલ પર કિસકા જોર ચલા હૈ ....
અયાન આર્યા ના સેલ્ફ કોન્ફિડન્સ ને નીરખી રહ્યો, સાચવવું પડશે આ ખૂબસૂરત બલાથી.... ગજ્જબ છોકરી છે યાર.......
ક્રમશ...