મેરેજ લવ - ભાગ 5 Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેરેજ લવ - ભાગ 5





આર્યા નવા ઘરે - પોતાના સાસરે સરસ સેટ થઈ ગઈ, બધા સાથે હળી મળી ગઈ હતી. થોડા સમયમાં જ આર્યા જાણે આખા ઘરની રોનક બની ગઈ. વહેલી સવારે આર્યાનો દિવસ ચાલુ થઈ જાય, સવારે વહેલા રેડી થઈ ભગવાન ની પૂજા પ્રાર્થના કરે, ધીરે ધીરે આખો પરિવાર તેની સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયો. આર્યાના મધુર કંઠે ભગવાનની આરતી - ભજન ચાલુ થાય એ સાથે તો આખો પરિવાર રેડી થઈને મંદિર પાસે આવી જાય. એ પછી આર્યા બધા માટે ચા નાસ્તાની તૈયારીમાં લાગી જાય. બધાને આર્યા ના હાથની ચાય ની અને રસોઈનું ઘેલું લાગી ગયું. આર્યા ના હાથ ની ચાય ની તો વાત જ કંઈ ઓર છે અયાન ના પપ્પા ચા પીતા જાય અને આર્યા ની તારીફ કરતા જાય. એની જેઠાણી કવિતા ને આ બધું જોઈ સાંભળીને ઈર્ષા થાય પણ એને એમ કે હાશ ચલો શાંતિ મારે કામ નહીં કરવું પડે. એ પણ આર્યાના ખોટા ખોટા વખાણ કરે આર્યા ખરેખર તારા હાથમાં જાદુ છે હવેથી બધું તારે જ સંભાળવાનું
પણ આર્યા ને કશો ફરક ન પડે બસ એને તો પોતાના કામથી મતલબ, દિન રાત બધાની સેવામાં લાગી રહે.

આર્યા નો દિયર આરવ અને તેની નણંદ આરસી આખો દિવસ બસ આર્યાની આજુ બાજુ મંડરાયા કરે. આર્યા ભણેલી અને પાછી ખૂબ જ એક્ટિવ બંનેમાંથી ગમે તેને કંઈ પણ જરૂર હોય ચાહે કોલેજના ફંકશન માટે કંઈ તૈયારી કરવાની હોય કે પછી અકાઉન્ટ ના પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય, ડિબેટ માટે કઈ તૈયારી કરવી હોય કે પછી કોઈ એકઝામની પ્રિપેરેશન હોય બધા માટે એક જ ઉકેલ આર્યા...

અયાન આ બધું જોઈને મનમાં ને મનમાં બળ્યા કરે સાલુ ગજબ છે ઘરના બધા માટે તો જાણે લાખ દુઃખોની એક દવા એટલે આર્યા..
અયાન અકળાઈ જાય જો આર્યા તું મારા ઘરના લોકોને - મારા પરિવારને મીઠા શબ્દોની જાળમાં ફસાવાની કોશિશ કરે છે એ હું બહુ સારી રીતે સમજુ છું. તારે આ ઘરમાં બહુ રહેવાનું નથી એટલે મારા પરિવારથી થોડી દુરી બનાવીને રાખવાની સમજી ?? મને ખબર છે તું મીઠું મીઠું બોલીને એમને તારી ચાલમાં ફસાવે છે અને મને એમનાથી દૂર કરે છે

આ શું માંડ્યું છે ? મારો પરિવાર- મારો પરિવાર એટલે શું ? હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું એટલે આ પરિવાર હવે મારો પણ પરિવાર છે સમજ્યો ? અને બાય ધ વે મારે આ પરિવારના લોકો સાથે દુરી બનાવીને રાખવી એવી શરત તારા કોન્ટ્રાક્ટ માં નહોતી ઓકે ?? આર્યા
હસતાં હસતાં જવાબ આપે ને અયાન વધારે અકળાઈ જાય. બાય ધ વે અયાન
તું એક્સેપ્ટ કરી શકે છે કે બધાની જેમ તને પણ મારા વગર ગમતું નથી, આઈ ડોન્ટ માઈન્ડ , બીકોઝ આઈ નો કે તારો આ ગુસ્સો છે ને એ ખાલી દેખાવ પૂરતો છે બાકી તને પણ હવે મારી કંપનીની આદત પડી ગઈ છે તુ સ્વીકારે કે ના સ્વીકારે મારા પ્યારા પ્રિતમ એમ આઈ રાઈટ ?

અયાન પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ ખાસિયનો પડી ગયો. સાલું અંતર્યામી છે કે પછી જાદુ જાણે છે ખબર નથી પડતી? આને કેવી રીતે મારા દિલની બધી વાત ખબર પડી જાય છે. મારા મનમાં શું ચાલે છે બધું સમજી જાય છે. વાત તો સાચી છે એ મારી આસપાસ ના હોય કે ઘરમાં ન હોય તો મને ખરેખર ગમતું નથી.

શું વિચારે છે? એજ ને કે તારા મનમાં શું ચાલે છે એ મને કેવી રીતે ખબર ? તો મિસ્ટર બુધ્ધુ રામ તારા દિલમાં શું ચાલે છે, તું શું વિચારે છે તારી એક એક વાત હું સમજુ છું. કારણ પ્રેમમાં તો પ્રિય પાત્રનો અહેસાસ પણ સમજાઈ જાય.
પ્રેમમાં માણસ શાયર , જાદુગર , કવિ, પાગલ , આશિક ન જાણે શું શું બની જાય ,

હવે તારી બક - બક બંધ કર મને તારી આવી ફિજુલ વાતો સાંભળવામાં કોઈ રસ નથી.અને માવડી હવે મારો પીછો
છોડ.

તેરા પીછા ના મૈં છોડુંગી સોણીયે

હું તો મરીને પણ તારો પીછો નથી છોડવાની , મરી જઈશ ને તો એ ભૂત થઈને તારી પાસે રહીશ શું સમજ્યો ?

આર્ય અને અયાન ની સ્ટોરી આગળ શું વળાંક લેશે જાણવા માટે વાંચતા રહો.....
ક્રમશ....