લાશ નું રહસ્ય - 3 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 3

લાશ નું રહસ્ય પ્રકરણ_૩


ત્યાં જ દરવાજો ફરી ખુલ્યો અને વિજયા એ અંદર પગ મૂક્યો. તે અંદર આવીને અભયની બાજુમાં બેસી ગઈ અને બેહદ અનુરાગ ભરી નજરે અભયને જોવા લાગી.
તેને જોતાજ અભયના ચેહરા પર ચમક આવી ગઈ.
એણે પોતાનો હાથ લંબાવતા એનો એક હાથ પોતાના હાથમાં લઈ લીધો.
' તમને ખરેખર શું ખબર છે? વિજયા એ દીપકને પૂછ્યું."
" હજુ કોઈ ચર્ચા ને લાયક ખબર નથી, દીપક એ કહ્યું."
વિજયા રૂમમાં એક ઉડતી નજર ફેંકી પછી બોલી,
" બાકીના બધા ક્યાં !"
' ખાસ કરીને રાકેશ બાબુ ક્યાં છે ?' અનિલ બોલ્યો.
" એ તો આ હત્યાનો હેતુ જણાવવાનો હતો..."
"રાકેશબાબુ વિશે તો તમને જાણ હોવી જ જોઈએ કે એ ક્યાં છે? દીપક બોલ્યો,
' આખરે એ જ તો તમારા ઓફિસનો ખાસ માણસ છે.'
મને ખબર નથી. હું, હજુ ઓફિસે નથી ગયો.
પણ જોશી ક્યાં છે ? એને ખબર હશે.
જોશી નો વોર્ડન પર ફોન આવ્યો હતો અભય બોલ્યો,
એણે કહ્યું હતું કે એ આજ આવી નહીં શકે એને ધંધાના સિલસિલામાં કોઈને મળવા જવાનું હતું.
"હું ઓફિસે જઈને રાકેશ બાપુ વિશે તપાસ કરીશ વિજયા બોલે"
અને કરસન ? દીપક બોલ્યો.
એ પણ નથી આવ્યો આજે.
ક્યાંક આખી રાત રંગીન કરી હશે..." અભય બોલ્યો..
એ જ ચક્કરમાં નહીં આવી શક્યો હોય, એ સફેદ ચામડીનો ખૂબ શોખીન છે. જેટલું કમાય છે એટલું લાલ કપડા પાછળ ઉડાડી દે છે. મને ખબર છે ત્યાં સુધી તેની પાસે આઠ છોકરીઓ છે જે નાની ઉંમરની છે પણ પોતાના શોખ પૂરા કરવા માટે એ બિચારીઓ બધું કરે છે.
એટલે એ પોતાની રાતને રંગીન કરતો હોટલોમાં પડ્યો હશે.
સાવ આવું કઈ હોય.
હા, મને ખબર છે ત્યાં સુધી સો ટકા એ આવો જ માણસ છે.
'તો પછી તેને નોકરી પર કેમ રાખ્યો છે?'
" નોકરી પર તો પોતાનું કામ ધ્યાનપૂર્વક અને ઈમાનદારી પૂર્વક કરે છે તો પછી આપણે તેના જીવનમાં અને તેમના નીજી મામલામાં માથું શું કામ મારવું જોઈએ.
દીપક આશ્ચર્ય ચકિત થતા બધા સામે વારાફરતી જોવા લાગ્યો અને પછી બોલ્યો.
"એ રહે છે ક્યાં? દિપક પોતાના ભવા ચડાવતા અને કંઈક વિચારીને પૂછ્યું.
'સુંદરમ સોસાયટી આઠ નંબરના બંગલોમાં.
"બંગલો એનો પોતાનો છે?"
'ના... ભાડા નો છે!'
"વિજયા..." દીપક વિજયા ની સામે ઝીણી આંખો કરતા અને શંકા ભરેલી નજરે જોતા બોલ્યો, અમે બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે હત્યાની રાત્રે એ કયા હતા? અને અત્યારની એ રાત્રે તું ક્યાં હતી?"
હેલ્લો... ડિટેક્ટિવ તમારે વિજયા ને આ વાત પૂછવાથી શું ફાયદો થવાનો છે? દીપક તરફ જોતા અભય સહેજ નારાજગી ભર્યા અવાજે બોલ્યો.
અભયના ચેહરા પર નારાજગી તથા ગુસ્સો ચોખ્ખો દેખાય આવતો હતો, તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે દિપકે જે પ્રશ્નો વિજયા ને પૂછ્યો હતા એ પ્રશ્ન અભયને સહેજ પણ ગમ્યો નથી, એટલે તેનાથી રહેવાયું નહીં અને તે તરત જ વચ્ચે બોલી ઉઠ્યો.
"કંઈ વાંધો નહીં મારા જીવ... રેખા મીઠા આજે અભય સામે જોતા બોલે.
' પણ...'
પણ... બણ કંઈ નહીં મારા જીવ આમનું કામ જ આ છે વચ્ચે તમે શું કામ નારાજ થાવ છો. વિજ્યા ચહેરા પર સહેજ સ્મિત લાવતા બોલી.
" પણ... વીજુ"
...અરે..... આ તો રૂટીન છે..."
અભયના ચહેરા પર અસંતોષ તિરસ્કાર અને ગુસ્સો ઉપસી આવ્યા તેના ચહેરાના ભાવ જ બધું કહી રહ્યા હતા. આ સાથે જ અભય ચૂપ થઈ ગયો.
વિજ્યા આશ્વાસન આપતાં અભયનો હાથ દબાવતા બોલી,
" એ રાતે હું ઘરે જ હતી, હું સાંજે સાત વાગ્યે ઘરે પહોંચી અને એ પછી ક્યાંય ક્યાંય ગઈ ન હતી.
"ઘરમાં બીજું કોઈ હતું?"
"હાં, મારા કાકા કાકી હતા સાડા દસ વાગ્યા સુધી હું લગભગ એમની સાથે લુડો રમી રહી હતી. પછી ટીવી જોઈ થોડીક વાર ફેસબુક ઈન્સ્ટાગ્રામ વોટ્સએપ પર ચેટ કરી અને જ્યાં સુધી ઊંઘ ન આવી ત્યા સુધી મેં ઇન્સ્ટામાં રીલ જોયા.
અભય વિજયા ની આ વાત સાંભળતા બોલ્યો કાલે મારી વાત એ પોલીસી ઇન્સ્પેક્ટર સાથે થઈ હતી જે આ હત્યા કેસની તપાસ કરી રહ્યો છે એ કહે છે કે...


ક્રમશ.




એક અગત્યની નોંધ.


મિત્રો આ લઘુનોવેલ મે ઘણા વારસો પહેલા લખી હતી અને અપ્રકાશિત હતી. જ્યારે લખી હતી ત્યારે ફેસબુક ઇન્સ્ટા કે વોટ્સ એપ જેવી કોઈ એપ છે એવું માને ખબર નહોતી અને કદાચ કહી શકાય કે એ સોશિયલ એપ હતા જ નહિ એટલે આ નોવેલ માં મે પહેલા ટીવી વિસીઆર અને સીડી પ્લેયર શબ્દો નો ઉપયોગ કર્યો હતો.
પણ
હાલના સમયમાં હું આ વાર્તા આપની સમક્ષ રજુ કરું છું ત્યારે આ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો છે એટલે તાઇપિંગ દરમ્યાન ઘણા બધા ફેરફારો કરેલા છે.
કેટલીક વાતો માં ઉમેરો અને કેટલાક સંવાદો કાઢેલ છે.
બનતા સુધીમાં વાંચક મિત્રોને સ્ટોરી રસપ્રદ રહે એ હેતુથી કેટલાક સુધારા કરેલ છે અને અત્યારના સમય ને અનુસરીને કેટલીક વાર્તાલાપ અને આધુનિકતા દર્શાવી છે.


તમારો
દીપક રાજગોર