લાશ નું રહસ્ય - 4 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 4

લાશ નું રહસ્ય પ્રકરણ_૪


હત્યાની રાતે તમને મળેલા વિજયાના ફોન કોલની ડિટેલ્સ કાઢી હતી. તેના પરથી એક વાત એ સામે આવી છે કે આમાં વિજયા પર એક ખોટો દાવો લાગ્યો હતો કે હત્યાની રાતે વિજયા દ્વારા પોતાના ફોન પર વાત થઈ હતી, પણ કોલ ડિટેલ્સ અને અંગત તપાસ કરતા માલુમ પડ્યું કે વાસ્તવમાં આવું કઈ પણ બન્યુ જ નથી. વિજયા એ કોઈને પણ ફોન કર્યો નથી.
"તો મને એવું ખોટું બોલવાનો શું ફાયદો?" અભય નારાજ અવાજે બોલ્યો, આ ફોનની વાતના કારણે જ હું વિજયા માટે દોડ્યો હતો, નહિતર શું મને કૂતરું કરડ્યું હતું કે હું આટલી મોડી રાત્રે અંગત કામ છોડી ને ઘરે જાવ અને આ ઝંઝટમાં ફસાઉં!"

આ ફોન કોલની વાતને લઈને તો મેં આ ઉપાધિ લીધી છે. ચોખ્ખા શબ્દોમાં કહું તો મેં આ ઉપાધિ હાથે કરીને મારા ગળામાં લીધી છે જો મને ખબર હોય કે એક અંગત ને મદદ કરવા જતા હું ઝંઝટમાં ફસાઈ જાત તો વિચારો હું દોડતો ઘરે જાત અને ઉપાધિ લીધી હોત? અભયના ચેહરા પર ગુસ્સો અને દર્દ બન્ને દેખાઈ રહ્યા હતા.
પહેલા તો તમને પૂરો વિશ્વાસ હતો કે ફોન વિજયા એજ ફોન કર્યો હતો પણ વિજયા એ ઇનકાર કર્યો પછી તમે કહ્યું હતું કે કદાચ કોઈ બીજાએ વિજયા ના અવાજની હુબહુ નકલ કરીને તમારી સાથે વાત કરી હતી.
"હાં..,"
મગજને જરા ભાર દઈને યાદ કરવાની કોશિશ કરો કે વાત શું થઈ હતી અને વાતની શરૂઆત કેવી રીતે કરી હતી.
આ સાંભળતા અભય થોડીવાર વિચારતો રહ્યો પછી બોલ્યો. " જ્યારે ફોનની રીંગ વાગી ત્યારે હું કોઈ કામમાં બીજી હતો ફોનની રીંગ લાંબી વાગી હતી, મેં ડિસ્પ્લે પર એક નજર કરી તો કોઈ અનનોન નંબર હતો. હું બને ત્યાં સુધી અજાણ્યો નંબર ઉઠાવતો નથી પણ ત્યારે મેં ફોન ઉઠાવી લીધો. મારા કાને અવાજ અથડાયો,
અભય? તું જ છે ને?
હું તરત જ અવાજ જોળખી ગયો હતો કે આ વિજયા જ છે એટલે મેં વાત કરી.
હેલ્લો વિજયા કેમ ફોન કર્યો?
"પછી...?"
દીપક ઉતાવળો થતા વચ્ચે બોલ્યો,
પછી એને જણાવ્યું હતું કે તેને સીમાએ ફોન કર્યો હતો અને ફોન પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફોન પર સીમાએ વિજયા ને ઘણી ખરાબ ગાળો આપી હતી. સીમાએ તેને હરામી દાનતની હલકટ અને વેશ્યા જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. વધુમાં તેણે એવું પણ કહ્યું હતું કે વિજયા પૈસા માટે ગમે તેની સાથે સુઈ જાય છે, ગમે તેની રખેલ બની જાય છે. વિજયા ને પોતાની આબરૂ થી વધારે પૈસો વહાલો છે એટલે તે પોતાના રૂપનો ઉપયોગ કરીને ગમે તેને ફસાવે છે. વધારે કહુ તો એણે વિજયા ને એવું પણ કહ્યું હતું કે તારે ઘણા આશિકો છે ઘણા ગ્રાહકો છે. જે વિજયા ના શરીર પાછળ ગાંડા છે. દરેકે દરેકને વિજયા ખુશ કરે છે.
અભય વિજયા સાથેના ફોન પર ના સંવાદોને બારીકિથી યાદ કરતા કરતા એક એક શબ્દ બોલી રહ્યો હતો.
અભયના આવા શબ્દો એ વાતાવરણમાં એક અજીબ જેવો પલટો લાવી દીધો હતો. દરેકે દરેક લોકોનું ધ્યાન વિજયા પર હતું. બધા જ વિજયા ને એવી નજરે જોઈ રહ્યા હતા કે જાણે વિજયા એક કોલગર્લ હોય.
વિજયા પણ બધાના ચહેરાના ભાવ સમજી રહી હતી.
અત્યારે વિજ્યાનો ચહેરો એવો થઈ ગયો હતો, કાપો તો લોહી પણ ન નીકળે.
દરેકના મોઢા પર એક હજી પ્રશ્નો હતો કે શું વિજયા આવી હશે?
શું વિજયા વિશે એ લોકો અભયના મોઢે થયેલી સીમાની વાતો સાંભળી રહ્યા છે એ શું સાચી હશે?
દરેક ની નજર માં એક પ્રશ્ન ઉભરાઈ આવતો હતો.
અભય આગળ હલાવતા વધુ બોલ્યો,




ક્રમશ.