લાશ નું રહસ્ય - 1 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 1

પ્રકરણ_૧


સવારના સાત વાગ્યાનો સમય હતો. બે મિત્રો કારમાં સવાર થઈને શહેરની સેન્ટ્રલ જેલ તરફ જઈ રહ્યા હતા.
સવારની તાજી હવામાં કારને દોડાવતા બંને વાતો કરી રહ્યા હતા. દીપક નામનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિનું નામ સંજય હતું. જે અત્યારે ઊંચા અવાજે અને ફટાફટ બોલી રહ્યો હતો,
યાર... દીપક મને લાગે છે હું બીમાર પડી જઈશ હો...
' કેમ? ' દિપક એ વિસ્મય આજે પૂછ્યું.
' હું ' રોજ સવારે આટલો વહેલો નથી જાગી શકતો.! મને વહેલા જાગવાની આદત નથી, હું સવારે વહેલો ક્યારે ઉઠ્યો હતો એ મને યાદ નથી. 'જો તો યાર અત્યારે સવારના સાત વાગ્યે છે અને તમે મને પાંચ વાગ્યાનો ઉઠાડ્યો છે, એટલે મને લાગે છે કે હું બીમાર પડી જઈશ.
તારો બબડાટ બંધ કર.
હવે વધારે નથી થતું !, થોડા મજાકિયા સ્વભાવે ગુસ્સે થતા દીપકે એક નજર સંજય ના મોઢાપર નાખી પછી હસવા લાગ્યો અને બોલ્યો, ' તો શું થયું ?' હું પણ રાત્રે બાર - એક વાગ્યે જ સૂવું છું, અને સવારે સાડા પાંચ છ વાગ્યે જાગી જાઉં આમ પણ આજે આપણે જેલ જઈ રહ્યા છીએ એટલે પાંચ વાગ્યે જાગ્યા છીએ બાકી કયા દરરોજ તારે પાંચ વાગ્યે જાગવાનું છે. આમ સંજય સામે જોતા દીપક જોર જોરથી હસવા લાગ્યો.
' પણ... સાંજે તો તમે કહ્યું ને કે બે ત્રણ દિવસનું કામ છે આપણે, તો શું મારે બે ત્રણ દિવસ પહેલા ઉઠવું પડશે.
બે.. ત્રણ દિવસની તો વાત છે,'
દિપક ખુશામદ ભર્યા અવાજે બોલ્યો, 'થોડીક તકલીફ ઉઠાવી લે મારા ભાઈ... જો અભયનો જીવ બચી જશે તો એ તને ખૂબ જ દુઆ અને આશીર્વાદ દેશે... એટલે જ કહું છું થોડોક વિચાર તો કર ભાઈ...
" પણ... મારે આશીર્વાદની ખીચડી કરવી છે કે કરવા શું આશીર્વાદ ને વાત એ છે કે રોકડા દેશે કે નહીં ? "
" અરે પેલા અભયનો જીવ તો બચવા દે યાર."
વાતો વાતોમાં બંને જેલમાં પહોંચ્યા.
કારને જેલની બહાર પાર્કિંગ એરિયામાં પાર્ક કરીને બંને જેલની અંદર ગયા. બંને જણા વોર્ડનની ઓફિસમાં પહોંચ્યા, વોર્ડન બહારના રૂમમાં જ બેઠો હતો એ બંનેને જોઈને યંત્રની જેમ અંદરના રૂમ તરફ ઇશારો કરી દીધો.
બંને અંદર પહોંચ્યા અભય ત્યાં બેઠો હતો.
" બીજું કોઈ નથી આવ્યું? દીપક બોલ્યો,"
હજુ નથી આવ્યા, અભય ક્ષીણ અવાજે બોલ્યો.
" કદાચ અમે થોડા વહેલા આવી ગયા છીએ."
"કદાચ"
દિપક સંજય સામે જોયું અને રૂમમાં એક નજર કરી.
અભય પણ સમજી ગયો કે દિપક તેની સાથે કોઈ જરૂરી વાત કરવા માંગે છે એટલે જ આ બંને વહેલા આવ્યા છે.
" ચારે તરફ રૂમનું નિરીક્ષણ કરતા - કરતા દીપક બોલ્યો, મિસ્ટર અભય બીજા લોકો આવે એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું.
' શું...? થોડોક ગંભીર થતા અભય બોલ્યો.
એ વાત કોણ કોણ જાણે છે કે તમે તમારી અડધી મિલકત વિજયા ના નામે કરી છે, મારો મતલબ છે કે કોને કોને ખબર છે કે તમારી વસિયત પ્રમાણે તમારી સંપત્તિનો અડધો ભાગ વિજયા ના નામે કરી દીધો છે?
આ વાત મારો વકીલ જાણે છે કારણ કે તેણે જ મારી વસિયતના તમામ કાગડિયા તૈયાર કર્યા છે, અને મારા બીજા બંને પાર્ટનર પણ જાણે છે કારણ કે વસિયત પર એમણે જ સાક્ષી તરીકે સહી કરી હતી. "
' તો તમારી પત્ની ને...?
ત્યાજ બારણું ખુલ્યું અને....

ક્રમશ.


જય માતાજી મિત્રો,

આશા રાખું છું કે બધા મજામાં હશો, હું તમારો દિપક રાજગોર તમારી સમક્ષ લઈને આવ્યો છું મારી જૂની નોવેલ જેનું નામ છે લાશ નું રહસ્ય,
આ નોવેલ મે 2005 માં લખી હતી. જે અત્યાર સુધી મારા કબાટ ના ખાનામાં પડી નીંદર કરી રહી હતી. એક દિવસ વિચાર આવ્યો કે કોઈ પ્રકાશન વારા છાપે કે નો છાપે પણ લોકો સુધી પહોંચવી જોઈએ.
બસ... પછી તો બુક ને કબાટ ના ખાનામાથી કાઢી ને ટકાટક... ટકા ટક.. ટકા ટક..
માંડ્યો ટાઇપ કરવા અને આપની સમક્ષ પીરસી દીધી છે.
હવે તમારે કૉમેન્ટ કરીને મને કહેવાનું છેકે કેવી રહી આ લઘુનોવેલ...
જો તમને ગમશે તો આવી ઘણી બધી ક્રાઇમ થ્રીલર સસ્પેન્સ અને હોરર નોવેલ લાવતો રહીશ.

અને હા મારા ભાઈઓ અને બહેનો જો તમે મને ફોલ્લો કરવાનું તો ભૂલતા જ નહિ હો.....

હાલો ત્યારે રામ રામ બધાને........