લાશ નું રહસ્ય - 6 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 6



લાશ નું રહસ્ય પ્રકરણ_૬


આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પડ્યા. "મેં એવું ક્યારે કહ્યું ભાઈ ?'' અભય વિનય ભાવે બોલ્યો.
હું એવું નથી કહેતો કે અનિલ મારા ઘરે મારી રિવોલ્વર ચોરવા આવ્યો હતો !. વાત ફક્ત હત્યા થઈ તે દિવસે ઘરે કોણ કોણ આવેલ હતું એ થાય છે મારા ભાઈ.
" હું પણ ચોખ્ખું કહી દઉં કે મને તારી રિવોલ્વર ચોરવાની જરૂર ન પડે, કારણ કે બધા જાણે છે કે હું પણ એવી જ એક રિવોલ્વર મારી પાસે રાખું છું, જે દરરોજની માટે મારા ખિસ્સામાં પડી હોય છે. હું ક્યાંય પણ જાઉં પહેલા રિવોલ્વર મારા ખિસ્સામાં મુકું છું પછી જ બીજી વસ્તુઓ ઉઠાવવું છું. તો પછી મારે તારી રિવોલ્વર ચોરવાનો સવાલ જ ક્યાં આવે છે.
તમારી પાસે રિવોલ્વર હોય છતાં પણ તમે અભયની રિવોલ્વર લીધી હોય એવું પણ બની શકે છે ને.
વચ્ચે જ સંજય અચાનકથી બોલી ઉઠ્યો.
સંજયના બોલવાથી અનિલને થોડો થડકો લાગ્યો પણ ચૂપ જ રહ્યો.
દિપક સંજયને સામે જોતા સહેજ રસીયો જવાબમાં અભય પણ સહેજ મલકાયો.

"તમારી રિવોલ્વર તો સહી સલામત તમારી પાસે છે ને પૂછ્યું,''

હાં, છે ને એકદમ સહી સલામત છે અને પોલીસ એને ચેક પણ કરી ચૂકી છે.
મારી રિવોલ્વર નો ઉપયોગ પણ નથી થયો.''
' હા... ' બરાબર છે. માથું હલાવતા ડિટેક્ટિવ દિપક અનિલની વાતને સમર્થન આપ્યું પછી વિજયા તરફ જોતા બોલ્યો,
" મને જાણ થઈ છે કે અભયના બંગલોની એક ચાવી તમારી પાસે પણ છે.
એમાં શંકાની શું વાત છે,? અભય તીવ્ર ઉચ્ચા અવાજે બોલ્યો, ખરેખર તો આ મારી પત્ની બનવાની હતી."

ડિટેક્ટિવ અભયને આંખ બતાવતા બોલ્યો,
એ તમારા પત્ની બનવાના છે કે નહીં હું એ નથી પૂછી રહ્યો. મારો સવાલ એ છે કે તેમની પાસે તમારા ફ્લેટની ચાવી છ,હા કે ના...
આટલો સવાલ પૂછીને તેણે વિજયા પર નજર કરી.

ચાવી મારી પાસે હોય તો શું થયું વિજયા ધીમેથી બોલે.
ડિટેક્ટિવ વિજયા તરફ ફરતા બોલ્યો, મેં એટલા માટે સવાલ નથી પૂછ્યો કે તમારી પાસે ચાવી શા માટે છે

'' તો...?" વિજયા ફાટી આંખે બોલી.
જે દિવસે હત્યા થઈ હતી તે દિવસે તમે ફ્લેટ પર ગયા હતા? મારો મતલબ એવો છે.
તમે એમના ફ્લેટ પર એવા સમયે ગયા છો કે યોગાનું યોગ કોઈ માણસ જ ઘરે ના હોય અને તમે તમારી પાસે રહેલ ચાવીઓથી બંગલોના રૂમનું તાળું ખોલીને અંદર ગયા હોય આવું થયું છે ખરું.?""

વિજયા આ સવાલ પર હસવા લાગી અને બોલી.
તમે આવો સવાલ કેમ પૂછ્યો હું જાણું છું, તમે એવું વિચારો છો કે કદાચ રિવોલ્વર મેં ચોરી હોય અથવા તો કેસને સોલ્વ કરવા તમે ગમે તે માર્ગે રિવોલ્વ મેં ચોરી છે એવું સાબિત કરવા માંગો છો જેથી કરીને બધો જ દોષ મારા ગળામાં આવી જાય અને કેસ આમ સોલ્વ થઈ જાય...!

ડિટેક્ટિવ વીજયાના આવા વિચાર પર લાલ પીળો થઈ ગયો, પણ પોતે પોતાના મોઢા પર દેખાવા ના દીધું અને હસી પડતા બોલ્યો,
ના....ના...ના.. મિસ વિજયા તમે જે વિચારો છો એ ખોટું વિચારો છો હું તો ફક્ત ગેસની સાચી ઘડી મેળવવા માટે તમને સવાલો પૂછી રહ્યો છું, મારો એવો કોઈ ઈરાદો જ નથી કે આ હત્યાના કેસમાં કોઈ નિર્દોષ વ્યક્તિને ફસાવી ને કેસને સોલ્વ કરી દેવો.
આ સવાલો તો એટલા માટે પૂછી રહ્યો છું કે તમારા જવાબોમાંથી કંઈ ઉકેલ મળી શકે અને હત્યા કરનાર વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાય.
હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જ્યાં સુધી આ કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી તમે ઠંડા સ્વભાવે કામ લો અને અમને કોપરેટ કરો.
આ હત્યાનો કેસ છે.
આ કેસમાં તમે જેટલું સાચું બોલશો એટલું જ તમને અને અમને બંનેને સરળ રહેશે.
વિજયાને હવે સમજાયું કે ગરમ થઈને ઊંધા જવાબો આપવામાં ફાયદો નથી તેથી તે શરમ અનુભવતા બોલે, સોરી... ડિટક્ટિવ મારે આમ ગરમ થઈને ગમે તે જવાબ ના આપવો જોઈએ.
તમે ઘણા જ સમજદાર છો.
ડીટેકટીવ દીપક સુષ્ક અવાજે બોલ્યો.
પણ આ મારા સવાલનો જવાબ નથી."

ડિટેક્ટિવ હું હત્યાના દિવસે અભયના બંગલો પર ગઈ જ નથી.
' થેન્ક્યુ..." ડિટેક્ટિવ બોલ્યો અને ઊભો થઈ ગયો.
રૂમની અંદર હાજર તમામ લોકો પણ ઊભા થઈ ગયા.
ડિટેક્ટિવ દીપકે અભયની ઔપચારિક વિદાય લીધી અને સંજય સાથે વોર્ડનની ઓફિસમાંથી બહાર નીકળી ગયો. વોર્ડનની ઓફિસમાંથી બહાર નીકળીને બંને થોડુંક જ ચાલ્યા ત્યાં સેજલે એમને બૂમ મારી.




ક્રમશ.