લાશ નું રહસ્ય - 5 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

  • એક પંજાબી છોકરી - 34

    સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અ...

  • બે ઘૂંટ પ્રેમના - 14

    " શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?...

શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 5



લાશ નું રહસ્ય પ્રકરણ_૫


સીમાએ વિજયને દોલતની દીવાની બજારૂ રાંડ કહ્યું હતું.
સૌથી મુખ્ય વાત તો એણે એ કરી કે વિજ્યા એના પતિ નો પીછો છોડે..."
એના બદલામાં એને જોઈતા પૈસા આપવા તૈયાર હતી પણ....
પછી તમે શું કર્યું? "
મેં ફોન પર એને સાંત્વન આપ્યું અને કહ્યું કે હું ઘરે જઈને સીમા સાથે આ વિશે વાત કરીશ, હું તેને સમજાવીશ કે કોઈ વ્યક્તિની કે બીજાઓ વિશે જાણ વગર કે સત્યને જાણ્યા વગર ખરાબ બોલાય નહીં. જો પોતાને પૂરી વાતની હકીકત ખબર ના હોય તો કોઈ વ્યક્તિ પર ખોટું ખીચડ ન ઉછાડાય કે કોઈને ખરાબ બોલાય કે ગાળો પણ ના અપાય.
મેં તેને આશ્વાસન માં આવું કહ્યું હતું.
વધારે કહું તો મેં બંને તરફ સમાનતા જાળવતા વિજયા ને આશ્વાસન આપ્યું હતું પણ ઘરે જઈને સીમા ને હું પ્રેમથી જ સમજાવવાનો હતો. આવો મારો વિચાર હતો જેના કારણે બને તરફ સંતુલન જળવાઈ રહે.

" તમે ઘરે જઈને સીમા ને સમજાવશો એ વાત તમે પોતે મનમાં ધારેલી કે તમને ફોન પર સૂચવાય હતી. "
ના... ના.. એ વાત મેં પોતે વિચારી હતી, મેં જ ફોન પર કહ્યું હતું કે હું હમણાં જ ઘરે જઈને સીમાની સાથે વાત કરું છું.

તમને એવું ન લાગ્યું કે અડધી રાતે અચાનક દોડતું જવું અને વગર વિચારીએ ગુસ્સો કરવો...
અરે.. પણ...
...પણ શું.. તમે દોડીને ગયા તો હતા ને.
અરે... એ પણ સાહેબ ઘરે તો જવું ને ?

આમ અચાનક ફોન આવતા દોડાય ખરું.?
'' શક્ય છે દોડવું પણ પડે !"

" મારો પૂછવાનો મતલબ એ છે કે તમે ભલે તમારા ઘરે જાવ પણ આમ અડધી રાતે ગુસ્સો કરતા કામ અધવચ્ચે છોડીને જવાની શું જરૂર હતી, એ વાત સવારે પણ થઈ શકતી હતી. "
વધારેમાં પૂછું તો મિસ્ટર અભય તમારી વાત સમાપ્ત કયા પર થઈ હતી, મતલબ કે એકઝેટ કયા વાક્ય પર, કયા શબ્દ પર, કઈ વાત પર પૂરી થઈ હતી."
અભય સહેજ ચિંતાતુર થતા બોલ્યો, એ જ મેં કહ્યું કે મેં વિજયાને ખાતરી આપી કે તું ચિંતા ના કરતી હું અત્યારે જ સીમાની સાથે વાત કરું છું અને તેને સમજાવું છું એટલે તું ચિંતા ઉપાદી કરતી નહીં.

વિજયા પણ નિર્ભય થતા રાજી થઈ અને બોલી કે જરૂરથી ડાર્લિંગ વાત કરજો જ નહીંતર મને લાગે છે કે તેને જ્યારે પણ આ વાત મનમાં આવશે ત્યારે એ મને ફરી ફરીને ફોન કરશે અને ગંદી ગાળો આપશે, જાનુ હું નથી ઈચ્છતી કે હવે ફરીથી મને સીમાના ગંદા ફોન આવે.
વિજયા તમને ડાર્લિંગ કહે છે...?
" હા...' કહે છે ને !
અભય ના આવા જવાબથી દરેકના ચહેરા ના ભાવ બદલાઈ ગયા. વિજયાના ભવા ઊંચા ચડી ગયા અને ઉતાવળમાં વિજયા બોલી ઉઠી.
તો... શું થઈ ગયું? ડાર્લિંગ કહીને એકબીજાને સંબોધન કરીએ તો.
ના થઈ તો કઈ જ નથી ગયું અને થાય પણ કઈ નઈ!
ડાર્લિંગ કહીને એકબીજાને બોલાવવાથી.
પણ... અહીં મામલો છે હત્યાનો અને તમે ઘણા લોકો હત્યા થઈ તે વ્યક્તિના જીવન સાથે જોડાયેલા છો. મતલબ કે જે સીમાની હત્યા થઈ તેના સાથે તમે લોકો જોડાયેલા છો એટલે થાય પણ ઘણું, મતલબ પણ ઘણા નીકળે માટે કેસ સંબંધી કોઈપણ કડી શોધવા માટે મારે આવા પ્રશ્નો પૂછવા જ પડે.
નો... પ્રોબ્લેમ ડિટેક્ટિવ વિજયા બોલી ઉઠી.
તમે ગમે તે પ્રશ્ન પૂછી શકો છો,
તમે બિન્દાસ થઈને ગમે તે પ્રશ્ન કરી શકો છો અમે તેના જવાબ આપવા તૈયાર છીએ.
જવાબમાં ડિટેક્ટિવ ફક્ત હસતા મોઢે માથું હલાવતા હા કહ્યું.
તો મિસ્ટર અભય તમે અને વિજય એકબીજાને કઈ રીતે સંબોધન કરો છો?
અભય પણ નિર્ભય થતા હવે છૂટથી બોલ્યો.
હું વિજયા ને ડાર્લિંગ, જાનુ, બકુ વગેરે કહીને બોલવું છું. હું વિજયને અને વિજયા મને કહે છે.
અભયના જવાબ પર ડિટેક્ટિવ હસ્યો અને આગળ નો પ્રશ્ન પૂછતા અભયની આંખોમાં પોતાની આંખો પોરવતા બોલ્યો, મારા ખ્યાલથી તમારી રિવોલ્વર હત્યાની રાતે તમારા ટેબલના ખાનામાં હતી ?
'હા...' સાહેબ હત્યાના એક દિવસ પહેલા જ મેં મારા હાથે રિવોલ્વરને મારા ટેબલના ખાનામાં મૂકી હતી.
ડિટેક્ટિવ દિપક અભયની વાત સાંભળતા બોલ્યો, તમારા ઘરના નોકર કનુકાકા એ પણ રિવોલ ખાનામાં જોઈ હતી આનાથી સ્પષ્ટ થાય છે કે રિવોલ્વર એ પછી જ ચોરાઈ હતી. હવે તમે એ જણાવો કે એ દિવસે તમે સીમાને મળવા માટે રવાના થતા સુધીમાં તમારા બંગલોમાં કોણ કોણ આવ્યું હતું.
" અનિલ સિવાય બીજું કોઈ આવ્યું હતું ?"
" પણ હું ત્યાં તમારી રિવોલ્વર ચોરવા નહોતો આવ્યો, અનિલ સખત ચીસ પાડી ઉઠતા ઉંચા અવાજે બોલ્યો...



ક્રમશ.