(એક ફાર્મ હાઉસ આગળ કનિકા અને પોલીસનો કાફલો ઊભો રહે છે. બધા એ જગ્યાની આજુબાજુનો માહોલ જોવે છે. ઘરમાં પાર્ટી ચાલતી હોય છે અને ઘરના બધા એકબીજાને આગ્રહ કરી ખવડાવી રહ્યા છે. કનિકા ત્યાં અંદર જાય છે. હવે આગળ....)
"એક ના તો તું આ પાર્ટીને આપવા લાયક છે કે ના અહીં ઊભા રહેલા લોકો પણ લેવા. આમ પણ હાલ તો ફક્ત મેં મીઠાઈ જ ઉછાળી છે."
"તમે શું બોલો છો, મેડમ? તમને ખબર છે ને? એક તો તમે અમારી પાર્ટીમાં મંજૂરી વગર આવી ગયા અને આમ કેમ કરીને બોલો છો?"
"ખબર છે અને મારે તને કહેવાની જરૂર નથી કે હું શું બોલું છું અને શું નથી બોલતી? તને તો ખાસ કરીને જણાવવાની પણ જરૂર નથી લાગતી, તો ચૂપચાપ ઊભો રહો.....તારો ભાઈ અને તારી અમ્મી ક્યાં છે?"
આ સાંભળી અનિષે જ એના ભાઈની સામે નજર કરી તેનો ભાઈ એનાથી થોડો દૂર ઊભો હતો, બીજી બાજુ તેના અબ્બા પણ ઉભા હતા.
એમને જોઈ પછી તેને પૂછ્યું કે,
"મેડમ તમે કરવા શું માંગો છો, તમે આમ અહીં આવી ગયા અને મારી થાળી ઉછાળી દીધી. હવે પાછા અબ્બા અને ભાઈ એના વિશે વાત કરો છો. અમે લોકોએ તો એવું કંઈ કર્યું પણ નથી. એ લોકોને શું કર્યું છે, અમે તો સાવ નિર્દોષ છીએ."
આટલા બધા વખત પછી બહારથી આવ્યો અને અમારા ધંધામાં નફો થયો તો એટલે બધાને પાર્ટી આપી. મેં આમાં શું ભૂલો કરી."
"ઓહ તો તમે ગુનો પાર્ટી આપીને કર્યો, એમ તેમ સમજો છો. તમે જે ગુનો કર્યો છે ને, એ તો હું તમને પછી કહીશ, પણ હાલ તો તમને હું એરેસ્ટ કરવા જ આવી છું."
આટલું તે બોલીને મોહસીનનો હાથ પકડવા આગળ વધવા લાગી, ત્યાં જ તેનો મોટો ભાઈ વચ્ચે આવી ગયો. કનિકા બોલી કે,
"જવા દે..."
છતાં તે ખોસ્યો નહીં એટલે તે તો તેને ધક્કો મારી દીધો અને ધક્કો મારી આગળ વધવા લાગી. માનવ છટકવું કેવી રીતે એ વિચારે અને એ માટે તે થોડોક આગળ ગયો. ત્યાં તો કનિકા એને પકડી અને એક લાફો મારી દીધો.
"હદ કરી દીધી તે તો, કયારનો તને પૂછી રહ્યો છું કે તમે મને કેમ પકડી રહ્યા છો?"
"કેમ પકડી રહી છું, એ તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે તેવું તો તે શું કર્યું છે? એટલે ચૂપચાપ તમાશો કર્યા કે કંઈ પણ આડું અવળું વિચાર્યા વગર મારી સાથે ચાલ. બાકી તારી કોઈ ચાલકી કામ નહીં આવે."
"શું હું એક મિનિટ ફોન કરી શકું?"
"એક પણ ફોન કરવાનો નથી. અમે કોઈ તને પોલીસ એવોર્ડ આપવામાં નથી લઈ જતાં કે તું ફોન કરીને જણાવે છે. તારે જેલમાં નાખવાનો છે, તો જેલમાં નાખવાનો હોય તો તેને ચૂપચાપ ઊભું જ રહેવું પડે. કે પછી એને પોલીસ કહે એ ફોલો જ કરવાનું હોય છે."
આજુબાજુમાં ઉભેલા બધા જેટલા હતા એટલાએકબીજાની સામે જોઈ રહ્યા હતા. અને એ બધા પણ અનિશે શું કર્યું કે એના પર જ નજર રાખવાની હતી.
અનિશે કહ્યું કે,
“મેં કંઈ કર્યું નથી, પણ હવે તું મારા ધ્યાનમાં રહીશ.”
તો સામી કનિકા પણ બોલી કે,
“મેં કંઈ હજી કર્યું જ નથી કે તમે મને ધ્યાનમાં રાખી શકો.”
“યાદ રાખી લેજો તમે મને એરેસ્ટ કરો છો, છતાં મને જેલમાં નાખી નહીં શકો. મને બચાવવા તો એમલે પોતે જ આવશે, ખબર છે.”
“પણ આ વખતે તમારો એમલે પણ કંઈ કામ ના કરી શકે અને તારા વિરુદ્ધ બ્યાન આપનારે તો આપી દીધું છે કે હવે તું એ બધી ચર્ચા કર્યા વગર ચૂપચાપ ચાલે છે કે પછી હજી બીજા કોઈ એક તિકડમ કરવા છે.”
“એ પહેલા મને ફોન કરવા દો, સારું...”
“રાણા આને ફોન કરાવો તો જરાક... એમના એમએલએ સાહેબને...”
અનિષો ફોન કર્યો અને કહ્યું કે,
“સર આ લોકો મને પકડવા આવ્યા છે.”
“આપો હું એમને કહું એટલે એ તને છોડી દેશે.”
એમ એમલે એવું કહેતા જ એને કનિકાને ફોન આપ્યો. તેમને કનિકાને કહ્યું કે,
“બોલો સર શું કરવાનું છે?”
“કંઈ નહીં તમે મારા માણસને કેમ પકડવા આવ્યા છો? એ માટે તમે જજને પૂછી લેશો તો સૌથી સારું રહેશે, કારણ કે મારી પાસે જજ સાહેબનો ઓર્ડર છે. અને બીજી વાત કરું આ વખતે તે છટકી શકે એમ નથી.”
“કેમ?”
“એનો ગુનો એટલો બધો મોટો છે ને કે, તમે એના માટે ના પાડો. નહીંતર એમાં તમારી તકલીફ વધી જશે અને કદાચ તમારા પર પણ કાર્યવાહી પણ કરવી પડે.”
“મેડમ તમે આ બરાબર નથી કરી રહ્યા.”
“એ તમારે જે સમજવું હોય એ, મારે આ બધા પડવું નથી. તમારે જે કંઈ પણ કહેવું હોય તો પોલીસમાં આવી કહેજો. બાકી હું હાલ બધું તમને જણાવી ના શકું અને આમ પણ આ તમારું કામ છે તો, મને પણ એ ખબર છે કે એ તમારો જમણો હાથ છે. પણ તમને ખબર છે, કેમ કે આ તો જજને ઓર્ડરની સામે તમારું કંઈ નહીં ચાલે.”
“સોરી....”
એમ કહેતાં જ તેમને ફોન કટ કરી દીધો અને માનવનો હાથ પકડી આગળ વધવા લાગી. ત્યાં જ તેનો મોટું ભાઈ, જેને કનિકા ધક્કો માર્યો હતો, એ હવે વચ્ચે આવી ગયો અને કહ્યું કે,
“તું છે કોણ અને મારા ભાઈ પર હાથ નાખનારી?’
“એ જાણવા તારે પોલિસ સ્ટેશન આવવાનું, હાલ તો મારે તારી સાથે વાત નથી કરવી કે નથી કરવા માગતી પણ નથી. મારી કાર્યવાહીમાં જો તું વચ્ચે અડચણ નાખીશ ને, તો તને પણ જેલમાં પૂરી દેતા વાર નહીં કરું. અને તને એમ હોય ને કે અહીં કોઈ બચાવશે તો સમજી લે, અહીં કોઈ પણ રહેલું વ્યક્તિ મને રોકી પણ નહીં શકે એટલે ચૂપ સાઈડમાં થઈ જા.”
“એય બહુ પોતાની અક્કડ બતાવે છે, તારા જેવી કેટલી એ મેં જોઈ દીધી છે અને કેટલી એ જોઈશ. પણ તને હવે હું નહીં છોડું.”
એમ કહી તેને કનિકા સામે ગન તાકી દીધી. એ જોઈ કનિકાએ કંઈ કહે તે પહેલાં રાણા બોલ્યો કે,
“મેડમ આ તો એને ગન તમારા પર તાકી છે, એ તમને ક્યાંક ગોળી મારી દેશે, માટે સાઈડ ખસી જાવ.”
કનિકાએ તો ત્વરિતા થી તેનો ગનવાળો હાથ પકડી મરોડી દીધો અને તેને કહ્યું કે,
“રાણાએ મને કંઈ નહી કરી શકે. તમે મારી ચિંતા ના કરો અને ચાલો.”
એમ કહી તે મોહસીનને ખેંચવા લાગી અને તે પણ એની પાછળ થોડો ધસડાતો હોય એમ ચાલ્યો પણ ખરા એનો મોટાભાઈ બોલ્યો કે,
“એક વાર કહ્યું ને કે જો મારા ભાઈને આટલો પણ હાથ અડાડયો છે ને, તો તારી ખેર નહિ કરું. અને તું આમ અમને જોઈને સમજી જ રહી હોય કે તારાથી બધા ડરી ગયા છે, પણ યાદ રાખી લે કે એ બધાથી તારાથી ડર્યા નથી. બસ તેઓ....
(હવે માનવનો મોટોભાઈ શું કરશે? એ કેવી રીતે માનવને બચાવશે? એને જેલમાં નાંખવા જતાં કનિકાનું શું થશે? તે સહીસલામત અહીંથી નીકળી શકશે? કનિકા કેવી રીતે માનવને જેલના હવાલે કરશે? દાદાને દિપક કે પરિવારનો વ્યકિત કેવી રીતે સંભાળશે? સિયા બચશે કે પછી મોતને ભેટશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૨)