એક ષડયંત્ર.... - ભાગ 79 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 79

(સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અને તે દરરોજનું થવા લાગતાં તે રીઢી થઈ જાય છે. એક દિવસ તેની સાથે માનવ જબરજસ્તીથી સંબંધ બાંધે છે અને સિયા એના પરિવારે કહેલી વાત યાદ કરી મનને કાઠું કરે છે. હવે આગળ....)
‘કાશ મને પહેલા થોડો ઘણો અણસાર આવી ગયો હતો ને હું ક્યારે એની સાથે લગ્ન કરતી નહીં અને એની સાથે આમ ના રહેતી. મને અહીંથી નીકળવાનો કંઈક કરીને તો રસ્તો બતાવો, ભગવાન તમે કોઈ રસ્તો બતાવો.’
ફરીદા બનેલી સિયાની હાલત હવે વધારે કફોડી થવા લાગી હતી. તેને શું કરવું એ સમજ નહોતી આવી રહ્યું. હવે તો તેનો રૂમમાં, દરરોજ રાતે એની સાથે વારેવારે રેપ થઈ રહ્યો હતો. એક દિવસ સિયા સૂઈ રહી હતી અને માનવ હજી આવ્યો નહોતો... એના મનમાં આજે આ અત્યાચારથી છૂટયાનો આનંદ હતો. ત્યાં જ થોડીવારમાં માનવ આવ્યો અને એ પણ પીધેલી હાલતમાં.
અનિશે પીને આવ્યો હોવા છતાં ફરીથી પીવા લાગ્યો અને એને પહેલાં મારી પછી એની સાથે જબરજસ્તી કરી, એટલામાં જ એનું કામ પતતાં જ ત્યાં તેનો મોટો ભાઈ આવ્યો અને તે સિયા ઉપર આવી ગયો અને એને પણ એની સાથે જબરજસ્તી કરવા પ્રયત્ન કરવા લાગ્યો. સિયાએ ઘણા ધમપછાડા કર્યા, પણ તે કંઈ જ ના કરી શકી અને એના સાથે આજે પણ ફરીથી જબરજસ્તી થઈ, એ પણ માનવના દેખતાં જ. આ સાથી તે જ તૂટી પડી.
સિયા કંઈ કહે એ પહેલાં જ માનવ હસવા લાગ્યો, અને એની જોડે ગયો અને એક લાત મારી, ઉપરથી અનિશે એને ધમકાવતાં કહ્યું કે,
“યાદ રાખજે... એકવાર પણ, ભૂલચૂકે પણ આ બધી વાતનો કોઈને પણ ઉલ્લેખ કર્યો છે ને, તો તારી આનાથી પણ ખરાબ હાલત થઈ જશે. સૌથી વધારે તો તું જ ખરાબ હાલતમાં હોઈશ તો ખરા છ. જોડે જોડે તારા દાદા દાદી કે મમ્મી પપ્પાને મારી નાખતા પણ હું વાર નહીં કરું. એટલે ચૂપચાપ પડી રહે અને જો મોઢાથી અવાજ બહાર કાઢયો છે તો... આજ પછી તારા મોઢામાં એક પણ શબ્દ પણ કાઢવાનો નહીં, નહિંતર ખૂબ ખરાબ થશે....
બંને જણા બહાર નીકળી ગયા અને સિયા બાઘાની જેમ એને જતાં જોઈ રહી. સિયાને આ બધા કારણે બિલ્ડીંગ વધી ગયું અને પેટમાં દુખાવો વધી ગયો એટલે તેને સારવાર માટે હોસ્પિટલ જવાની પરમિશન મળતાં આટલા દિવસ બાદ તે ઘરની બહાર નીકળી. તે હજી પરાણે ચાલી રહી હતી અને અચાનક જ રોમાએ તેને પાછળથી હાથ મૂકતાં તે ગભરાઈ ગઈ અને એકદમ જ પાછું વળીને જ જોયું તો રોમાને જોઈ એનાથી મ્હોં સંતાડી જવા લાગી. રોમાએ એનો હાથ પકડીને રોકી રાખી અને કહ્યું કે,
“આજે મારી સાથે વાત નથી કરવી, કે શું?”
એને જોઈ,
“આ શું તારી આવી હાલત કેમ?”
“શું કરું મેં જ મારી જાતે મારા પગ પર કુહાડો મારેલો જો છે. એ છોડ અને જેમ મેં કહ્યું હતું તે કર્યું કે નહી, પછી શું?”
“હા, તે કીધું હોય ને તે ના થાય, એમ બને.?”
“મજાકની વાત નથી. એ વાત છોડ અને ઘરમાં બધા કેવા છે?”
“મેં તારા ઘરના લોકોને જોયા છે.”
“જોયા છે ને, બધા સહી સલામત અને સાજા સારા તો છે ને?”
“હા, એ તો સારા જ છે, પણ તું કેવી છે, કેવી હાલતમાં છે?”
આ સાંભળી સિયા બોલ્યા વગર રહી ના શકી.
“તને ખબર છે, સૌથી વધારે ખરાબ મારી હાલત છે. મારી વાત છોડ અને મારી વાત ના કર. હું દુઃખી છું, બસ એટલી યાદ રાખજો કયારે પ્રેમમાં ના પડતી. તારા મમ્મી પપ્પા કહે ને એમ જ કરજે.”
“હા, એ બધી વાતો પછી કરીશું. ચાલ જલ્દી તને દૂરથી પણ તારા પરિવારને દેખાડું.”
“નથી દેખવો, હું દેખીશ તો એ લોકો ક્યાંક એને મારી નાખશો તો...”
“આ બધું શું બોલે છે? અને કોણ મારી નાખશે એમને?”
“એ બધું...
સિયા કંઈ જવાબ આપો એ પહેલાં જ, ત્યાં જ બાજુમાંથી એક જણ નીકળ્યું અને તેને કીધું કે,
“ફરીદા આ કોણ છે? એની સાથે કેમ વાત કરે છે?”
ફરીદા બનેલી સિયા બોલી કે,
“તે મને એડ્રેસ પૂછે છે...”
“તારું નામ ફરીદા છે. તે ધર્માંતર કર્યું?”
આ શબ્દ સાંભળતા જ તેને પાછું વળીને જોયું પણ કંઈ બોલી નહીં, એટલે,
“ ખોટું ના બોલતી, સાચું બોલ...”
“હા મારું જ નામ ફરીદા છે.”
“પણ તે કેમ નામ બદલ્યું.”
“પહેલાં મને લાલચ આપવામાં આવી એટલે મેં એમની વાત માની. પણ મને એટલો બધો માર મારવામાં આવે છે ને કે તું વિચારી પણ ના શકે.”
“તો પછી તું સહન જ કેમ કરે છે? માનવ સાથે અને મનમાં જ કહી દેજે કે તે મને માફ કરી દે અને હું એમને ખૂબ યાદ કરું છું..... બસ એટલું યાદ રાખે કે.... એકવાર તું ખાલી એમને બધી વાત જણાવ અને સમજાવ. એમની જોડે જા અને માફી માંગ, તો કદાચ આ બધામાંથી તને તે છોડાવી દેશે.”
“મને ખબર છે, પણ એટલું બધું એ આસાન નથી. હું હવે એ ઘરના લાયક કે કોઈના લાયક રહી પણ નથી. અને મને મારા હાલ પરછોડી દે. બસ કોઈ વાર મળે તો મમ્મી પપ્પા વિશે જણાવજે મને અને એમનું ધ્યાન પણ રાખજે. રાખીશ ને તું?”
“હું ને તો હા રાખી જ ને? તારી ફ્રેન્ડ છું તો કેમ હું નહિ રાખું. એકવાર મને કહે તો ખરી હું શું છે કે તું એ લોકોની આટલી સરખી પણ વાત કરવા તૈયાર નથી. તારી ફ્રેન્ડને તું નહીં કહે તો કોને કહીશ.”
“રોમા એ મને તારી સાથે વાત કરતી જોશે તો એ મને મારી નાખશે, સાથે મારા પરિવારને પણ. આ માનવ પાછળ તો વધારામાં એક મોટી પાર્ટીનો સપોર્ટ છે. અને એના મુખ્ય જે માણસ છે, એનો આ હાથ છે. એટલે કંઈ નથી કરી શકતી. પપ્પાની પોસ્ટ પણ એ લોકો પચાવી શકે છે, એ કેમ કરીને ચાલે. એમની સલામતી જ હોય, એ મારા માટે મહત્વની છે. હું જાવ છું, નહીં તો તે લોકો મને જોઈ જશે તો ફરી પાછી મને મારશે અને પૂછશે. એના કરતા જા તું જતી રહે.”
આટલું બોલતાં બોલતાં સિયા હાંફી ગઈ,
“સારું તારા માટે હું કંઈક કરવાનું પ્રયત્ન કરું છું.”
“ના તું તો કંઈ જ ના કરતી... નહીં તો તારો જીવ પણ જોખમમાં આવી જશે. જો તું મારી ફ્રેન્ડ હોય તો તું કઈ નહિં કરે, તને મારી કસમ છે.”
“સિયા તું આ શું બોલે છે? તો આમ બોલી તારી જાતને વધારે એ લોકોને હવાલે કરી રહી છે. તને મારી કસમ...”
રોમા આમ બોલી તો,
“તું કંઈ નહી કરે, ફક્ત મમ્મી પપ્પા અને દાદા દાદીની મારી ખુશીની વાત કરજે અને મનમાં જ કહી દેજે કે તે મને માફ કરી દે અને હું એમને ખૂબ યાદ કરું છું..... બસ એટલું યાદ રાખે કે....
(રોમા શું કરશે? સિયાની વાત માનશે કે નહીં માને?માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલત ખબર પડશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૦)
ભાગ-૮૦