એક ષડયંત્ર.... - ભાગ 80 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 80

(માનવ અત્યાર સુધી મારતો હતો હવે તે તેની સાથે જબરજસ્તી પણ કરવા લાગ્યો. પછી તેનો ભાઈ પણ એ કરવા લાગ્યો. ફરી એક વખત રોમા સિયાને મળી તો એની હાલત જોઈ કારણ પૂછતાં તે કસમ આપે છે કે તે આ વાત કોઈને નહીં જણાવે. હવે આગળ....)
“સિયા તું આ શું બોલે છે? તો આમ બોલી તારી જાતને વધારે એ લોકોને હવાલે કરી રહી છે. તને મારી કસમ...”
રોમા આમ બોલી તો સિયા,
“તું કંઈ નહી કરે, ફક્ત મમ્મી પપ્પા અને દાદા દાદીની મારી ખુશીની વાત કરજે અને મનમાં જ કહી દેજે કે તે મને માફ કરી દે અને હું એમને ખૂબ યાદ કરું છું.બસ એટલું યાદ રાખજે કે મારા જીવનની છાયા એમના પર ના પડવી જોઈએ.”
સિયા આટલું બોલતાં જ રડી પડી અને ત્યાંથી દોડી જતી રહી હતી. અને રોમાની આંખો પણ રોમાનો સાથ આપવા તૈયાર નથી. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, તેને કંઈ સમજણ પડી નહીં કે સિયા શું બોલી ગઈ છે, તે જ્યાં સુધી એની આંખથી દૂર ના થઈ ત્યાં સુધી જતી રહી.
સિયાએ તેને કસમ આપી હતી,છતાં તેને નક્કી કરી લીધું હતું એને મનમાં જ વિચાર્યું કે,
‘સોરી સિયા હું તારી કસમ તોડી જ દેવાની છું. મારે તને આ બધામાં થી બહાર કાઢવી હોય ને, તો મારે કોઈની મદદ લેવી પડશે. અને કોની મદદ લેવાની છે, એ મને ખબર છે. તારા માટે એ પણ કરીશ.”
એમ વિચારી એને ફોન લગાવ્યો અને કહ્યું કે,
“મારે તમને મળવું છે, તો હું મળી શકું? સિયા વિશે વાત કરવી છે.”
“કેમ નહીં આવી જા.”
એમ સાંભળી રોમા પોલીસ સ્ટેશન પહોંચી.
“મારે મેડમને મળવાનું છે.”
એમ કહેતાં જ તે કનિકાની કેબિનમાં પહોંચી.
રોમા તો પહેલા પોતાની જાતને રોકી ન શકી અને ત્યાં ને ત્યાં જ ધ્રુસકોને ધ્રુસકે રડવા લાગી. બધા અંદર આવી ગયા પણ કનિકાએ એમને મોકલી દીધા અને પછી પોતાની બાજુમાં બેસાડી અને પૂછયું કે,
“બોલ શું વાત છે? તું કેમ આટલી બધું રડી રહી છે?”
રોમાએ હીબકા ભરતાં એટલું જ બોલી શકી કે,
“બસ હું તમને એટલું જ કહેવા આવી છું કે તમે સિયાને બચાવી લો... સિયાની હાલત ખુબ ખરાબ છે.”
“તને સિયા મળી ક્યાં મળી, કેમ તેને બચાવવાનું કહે છે તું?”
“મેડમ તેને મને બધું કંઈ કહ્યું નથી, પણ મને એટલી ખબર છે કે તેની હાલત ખરાબમાં ખરાબ છે. એના શરીર પર સોળ ઉઠેલા દેખાઈ આવતા હતા. એ તો મને મળી હતી આજે, એને મેં બજારમાં જોઈ હતી.
‘મેં એને બોલાવી તો એ બિલકુલ સહમી ગઈ હતી, એના આંખો નીચે કુંડાળા હતા, એની આંખો એટલી કાળી અને શરીરથી આટલી નાની ઉંમરે ઘરડી, બેડોળ લાગે. કદાચ જો તમે એને જોઈ હોય તો હાલનું એનું રૂપ આપણને પસંદ પણ ના આવે. એમ થાય કે આ તો મારી સિયા તો હોય જ નહીં, એકદમ સુંદર, કોમલાંગી જેવી સિયાની જગ્યાએ એકદમ બેડોળ જેનામાં જીવ છેલ્લા ડચકાં ખાતો ના હોય. આવી સિયા તમે ક્યારે જોઈ જ નથી, જાણે તે અમારી સિયા જ નહોતી. બસ એને જોઈને જ એમ થાય કે શું કરી નાંખીએ.’
“પણ હું તો શું કરી શકું, પણ કંઈક તમે તો કરી શકશો ને?”
“હું કરી શકું, પણ કેટલું એ મને ખબર નથી. એમ નથી કહેતી કે નહીં કરું, પણ એ કહે કે સિયાએ શું કીધું, ત્યાં એ કેવી છે અને એ લોકો કેવું રાખી રહ્યા છે?”
કનિકાએ આગળ પૂછ્યું.
“મેડમ એને એમાનું કંઈ જ કહ્યું નથી કે બસ તે તેના મમ્મી પપ્પા અને દાદા દાદી વિશે પૂછી અને ભાગી ગઈ હતી બસ. હા એને એટલું કીધું એનું નામ સિયાની જગ્યાએ ફરીદા થઈ ગયું છે. અને એની પાસેથી પરાણે ઈસ્લામ કબૂલ કરાવી દીધો હોય એવું લાગે છે.
“હા એને એટલું કહ્યું કે તે કોણ છો ને? હું શું કરી શકવાની હતી, ચિંતા ના કરવાનું કહી અને એની પાછળ બહુ મોટા માથાનો હાથ પણ છે, એ પણ એને કહ્યું છે.”
“એ તો મને ખબર છે, પણ તમે જે વિચારો છો એટલા માટે તમને કહું છું. એમના થકી જ આ લોકો ખુલ્લેઆમ બધું કરી રહ્યા છે. કંચનહીં, હું કંઈ પણ હશે તો હું તને બતાવી દઈશ. તું છોડી દે એ વાતને અને કોઈને કહેતી નહીં.”
“પણ તમે સિયાને બચાવી લેશો ને?”
એટલું કહી તે ફરીથી રડવા લાગી.
“હા, હું મારાથી બનતું કરીશ.”
એમ કહીને એને પાણી પીવડાવવા પોતે જ ઊભી થઈ અને પાણી આપ્યું. અને તે પાણી પી લીધા બાદ જવાનું કહી દીધું. કનિકા પણ,
“સિયા ફરીદા બની ગઈ અને એના ઉપર શું વીતી હશે, પણ હજી એના મન પર લાગેલા ઘાનું નામનિશાન તો જે તો મને પણ નથી ખબર કે નથી કોઈને ખબર કે ના ક્યારે કોઈને દેખાશે. પણ હવે મારે એને બચાવી કેવી રીતે?હવે મારી પાસે એક જ ઓપ્શન છે દિપક સર... દિપકસરની પરમિશન જો મને મળી જશે તો મને રેડ પાડતા કોઈ મહીં રોકી શકે. જો કે મારે એમને હેરાન નથી કરવા પણ...’
એમ વિચારી તને દિપકના ઘરે જવાનું નક્કી કર્યું. તે કિશનના ઘરે પહોંચી, તો એમના ઘરમાં હજી પણ માતમ છવાયેલો હતો. એમના માટે મોટી આઘાત સમાન વાત હતી કે દીકરી આમ કેમ જતી રહી? કયા કારણસર જતી રહી? એ હજી પણ વિચારોમાં ખોવાયેલા હતા. કનિકાને ઘરે આવેલી જોઈને જ દિપક બોલ્યો કે,
“બેટા મારી દીકરી મળી ગઈ છે, તું એ જ કહેવા આવી છે ને?”
આ સાંભળી તો તે ત્રણે જણા ઉભા થઈ ગયા અને એની સામું જોવા લાગ્યા. એને પરાણે એટલું જ કહી શકી કે,
“ના એવું કંઈ નથી...”
આટલું સાંભળતાં જ બધાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. સુધાબેન બોલ્યા કે,
“બેટા કયારે મળશે, મારી લાડલી?”
ધીરુભાઈ બોલ્યા કે,
“એના વગર તો મારું આ આંગણું સૂનું થઈ ગયું છે, જલ્દી શોધી લાવને? બેટા તારો ઉપકાર જીંદગીભર નહીં ભૂલું.”
સંગીતા બોલી પડી કે,
“એ છોકરીને મારી યાદ નહીં આવતી હોય, એ મળે તો સીધી ઘરે લઈ આવજે... હવે તો મારી મમતા પણ તડપે છે કે મારી દીકરી કયાં છે?”
કનિકા આ સાંભળીને દુઃખ થયું છતાં બોલી કે,
“બસ મારે તમારી એક મદદ જોઈએ છે?”
“શું મદદ જોઈએ છે કહે ને બેટા? મારી દીકરી માટે કંઈ પણ કરવા તૈયાર છું.”
“હે બેટા એના વિશે કંઈ ખબર પડી?”
ધીરુભાઈએ એવું પૂછતાં જ કનિકા શું બોલવું એ ના સમજ પડી, તેને થયું કે,
“કેવી રીતે કહું એમને, જયારે મને પોતને પણ વધારે ખબર નથી.”
એટલે તે કંઈ પણ બોલ્યા વગર ચૂપ ઊભી રહી તો સુધાબેન કનિકાનો હાથ પકડી લઈ રોવા લાગ્યા અને બબડવા લાગ્યા કે,
“મારી સિયા જેવી દીકરી ખબર નહિ ક્યાં જતી રહી, બોલને બેટા?”
(કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલત ખબર પડશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૧)