એક ષડયંત્ર.... - ભાગ 64 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 64

(રોમા એના બોયફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસેલી જોઈ તેના બોયફ્રેન્ડને રફુચક્કર કરી સિયા વિશે પૂછે છે. રોમા એક જ આલાપ રાગ તો જોઈ તેને એકાદ ઝાપટ મારી બધું બોલાવી લે છે. સિયા પાછી ફરી માનવના ઘરે જાય છે અને માનવનું ઘર જોઈ તે ખુશ થાય છે. અને તેને સજાવવાના સપનાં જોવા લાગે છે. હવે આગળ....)
“છેવટે મને એ લોકો દેખાવા તો મળશે ને. એમને દેખી મને તો સંતોષ થશે.”
“એ બધું હાલ કંઈ કરવાનું નથી. શાંતિ રાખ મને થાક લાગ્યો છે. જમવાનું તૈયાર થઈ ગયું હોય તો ચાલ જમી લઈએ. મને ખૂબ થાક લાગ્યો છે. આપણે આજે થોડા દિવસ પછી જઈશું, બસ. તું હાલ થોડી રાહ જો, પછી વિચારીશું કે આપણે કેવી રીતે એમને મનાવી શકીએ.”
એ વખતે તો તેને વાત પડતી મૂકી, પણ ફરીથી સાંજે સિયાએ માનવને યાદ કરાવ્યું કે,
“મારે મારા મમ્મી પપ્પાને દેખવા છે, તો ચાલોને આપણે મળવા જઈએ.”
“મેં તને કહ્યું તો ખરા કે, હાલ નથી જવાનું. મને થાક લાગ્યો છે અને હાલ આપણે ના જવાય. એકવાર એ બધી વાત થાળે પડવા દે, એ લોકોનો ગુસ્સો શાંત થવા દે, પછી જઈશું.”
સિયાએ જીદ કરતાં કહ્યું કે,
“ભલે ગુસ્સો કરશે મને ચાલશે, પણ એકવાર મારે એ લોકોને દેખવા છે, તમે સમજો ને... આપણી મળી આવીએ પછી તમે ના પાડશો તો હું નહીં કહું. બસ ચાલોને જઈએ આપણે...”
“તને ઉતાવળ છે, પણ એટલી બધી શું ઉતાવળ છે? આપણે જઈશું, એ મેં તને કહ્યું ને તો તને સમજણ નથી પડી રહી.”
તેને થોડા ગુસ્સાથી કહ્યું, તો સિયાની આંખો ભીની થઈ ગઈ એ જોઈ તે બોલ્યો કે,
“અરે હું તને એમ નથી કહેતો કે હું તને નહીં લઈ જાવ, પણ બસ તું થોડો સમય રાહ જો. તમે બે દિવસે થોડો સમય....”
સિયા એની સામે જોઈ રહી અને બોલી કે,
“થોડો સમય...”
“એમ નહીં, થોડા દિવસ પછી જઈશું, પ્લીઝ તું થોડી રાહ જો.”
“રાહ તો જોવું પણ તમે કેમ સમજતા નથી. મને મારા મમ્મી પપ્પા દાદા દાદીની ખૂબ યાદ આવે છે. એ લોકો પર શું વીતી હશે? જ્યારે એમને ખબર પડી હશે કે હું હવે ઘરે પાછી નહીં આવું અને ભાગી ગઈ છું. તો એમના પર શું શું વીતી હશે. એ મારા વિશે એમના મગજમાં ખોટા વિચાર્યા પહેલા હું એમને મારું મોં દેખાડી દઉં. એમને એ સંતોષ તો થઈ જશે ને, અને એમાં પણ મેં તમારી સાથે લગ્ન કર્યા છે, એ પછી વાત માની જશે.”
“હા તો શું થઈ ગયું? એ માને એ માટે ત્યારની વાત ત્યારે છે. હાલ શું કામ આમ હડબડાટ કરવો.”
માનવ આવું બોલતાં સિયા એકાદ સેકન્ડ વિચારમાં પડી પછી કંઈક સૂઝતાં તે,
“સારું કંઈ ઘરે નથી જતાં, તો આપણે ચાલો ને મંદિરે જઈએ.”
“મંદિર... કેમ?”
“હા પણ કેમ કે ત્યાં આપણને દાદા મળશે.”
“અને જો દાદા મળી જશે તો દાદાને ખબર પડી જશે નહીં? એટલે હમણાં ઉતાવળ નહીં કર અને શાંતિથી અહીંયા જ રહે અને ઘરનું કામ કર. હમણાં થોડા દિવસ પછી આપણે જઈશું તો એક વાર કહેલી વાતને સમજતી કેમ નથી?”
“હું તો સમજુ છું, પણ તમે નથી સમજી રહ્યા કે મારા મન પર શું વીતી રહી છે, મને કેટલા મારા મમ્મી પપ્પા યાદ આવી રહ્યા છે. દરરોજ દાદા સાથે વાત કરતી હતી આજે કેટલા દિવસ થઈ ગયા એમના મોઢેથી વાતો સાંભળ્યા ને? માટે એકવાર મને મળવા તો દો સારું.”
માનવ ચૂપચાપ એની સામે જોઈ રહ્યો તો તે,
“ચલો મારે કોઈને નથી મળવું, બસ દૂરથી દેખવા દો મને સંતોષ થઈ જશે.”
અનિશે કંઈ રિસોપન્સ ના આપ્યો એટલે સિયા ફરીથી,
“ના મળવા દો, ના દેખવા દો, પણ મને રોમાની સાથે વાત કરવા દો, જેથી ઘરના લોકોના હાલચાલ જાણી શકું.”
“કોઈની જોડે વાત પણ નથી કરવાની, કોઈને કંઈ જ કહેવાનું નથી. બસ તું ચૂપચાપ રહે, કયારની એક પછી એક વાત લઈ માથાકૂટ ના કર અને શાંતિથી મને પણ રહેવા દે ને. તને એ પણ ખબર પડે છે કે તું આ રીતે ફોન કરીશ તો હાલ એને ખબર પડી જશે. અને આપણા લગ્નને હજી તો 15 20 દિવસ થયા છે. આમને આમ મહિના બે મહિના થઈ જવા દે, પછી આપણે જઈએ ને. તે લોકો પણ શાંત થઈ ગયા હશે, એટલે માની જલ્દી જશે અને તારા પરિવાર માની જશે પછી તો તને ક્યાં વાંધો છે, પછી તું વારેવારે મળ્યા કરજે ને.”
“તમે મને ફોસલાવી રહ્યા છો, તમે મને ઘરે નથી લઈ જઈ રહ્યા.”
“મેં તને કહ્યું હતું ને કે હાલ ઘરે જવાની તો જીદ ના કર. આપણે જઈશું તે તારા પર ખોટો ગુસ્સો કરશે અને તે મારાથી સહન નહીં થાય. ક્યાંક તને મારશે અને આપણને બંને જુદા કરી દેશે તો પછી મારું શું થશે... એટલે હું કહું છું કે હમણાં બે મહિના જેવી રોકાઈ જા.”
“સાચે જ તમે બે મહિના પછી મને લઈ જશો ને?”
“હાસ્તો લઈ જ જઈશ. એવું થોડી બને કે હું તને નહીં લઈ જાવ. ગમે તેમ પણ હું તને પ્રેમ કરું છું તો તને ખુશ રાખવા કંઈ પણ કરી શકું છું. જો પ્રેમ કરું છું એટલે થોડી તને દુઃખી જોઈ શકું. તારી ખુશીમાં જ મારી ખુશી છે, તો ચિંતા ના કર, આપણે બંને જઈશું પણ ખરા અને તારા મમ્મી પપ્પા દાદા દાદીને મનાવી પણ લઈશું. અને તે લોકો પણ આપણી વાત માની પણ જશે. અને આપણો ખુશી ખુશી સ્વીકાર પણ કરશે. હસ હવે જો...”
આ સાંભળી સિયાની હોઠ પર હાસ્ય આવી ગઈ અને કહ્યું કે,
“ચાલો હવે મને ફોસલાવ્યા વગર.”
“લે...જમવા આજે તો શું બનાવ્યું છે તે?”
“જમવામાં બસ તમારું ભાવતું ભાખરી, શાક.”
“ભાખરી શાક કંઇક નવું બનાવવું હતું ને, તને નથી ભાવતું.”
“પછી બનાવીશ, હાલ નહીં ચાલો ને, આજે તો મેં બનાવી દીધું છે.”
સિયાએ પણ સામે થોડા લાડ કરતાં જવાબ આપ્યો તો અનિશે,
“કશો વાંધો નહીં, તે બનાવી દીધું છે પછી તો મને ઝેર પણ મીઠું લાગે. આ તો ભાખરી શાક જ છે. સારું મને જમવા આપ અને પછી આપણે સુઈ જઈએ.”
“હા ચાલો ને હું તમારું ભાખરી શાક ખીચડી કાઢું, તમારું ભાવતું બધું જ બનાવેલ જો છે.”
આમ જમતાં જમતાં તે બંને વાતો કરવા લાગ્યા.
“તે જમવાનું તો સરસ બનાવ્યું છે, તને તો આવડતું નહોતું ને. જો કે પહેલા તો તું સરસ જમવાનું નથી બનાવતી હે ને.”
“હા પણ મને રસોઈ કરવાનો શોખ હતો એટલે જ તો મને બધી જ ખબર હતી કે રસોઈ કેવી રીતે થાય? હા થોડીક તકલીફ પડી પછી ફાવી ગયું. અને તમે મારી ખોટી ખોટી ઉડાવો નહીં.”
“બસ...”
એમ કહી અનિશે સિયાના ગાલ પર કિસ કરી દીધી અને સિયા શરમાઈ ગઈ અને તે....
(સિયાના જીવનમાં કયું નવું તૂફાન આવી રહ્યું છે. તે હવે એનાથી કેવી રીતે લડશે? એ એના જીવનમાં કેવી રીતે આગળ વધશે? તે તેના ઘરના લોકોને જોઈ શકશે, એમની સાથે વાતો કરી શકશે? માનવ એને લઈ જશે ખરો? કનિકા હવે સિયાને શોધી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૫)