એક ષડયંત્ર.... - ભાગ 65 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 65

(સિયા તેના ઘરના લોકોને મળવા જવાની ઈચ્છા થતાં તે માનવને વાત કરે છે. માનવ તે વાત નકારી દે છે, પણ સિયા ફરીથી એ જ વાત સાંજે અલાપતાં તે એક પછી એક ઓપ્શન આપે છે. છેલ્લે તો તે રોમા સાથે વાત કરવા દે એવું કહેતાં જ માનવ ગુસ્સે થાય છે. છતાં પ્રેમથી સમજાવે છે. હવે આગળ....)
“હું તને પ્રેમ કરું છું તો તને ખુશ રાખવા કંઈ પણ કરી શકું છું. જો પ્રેમ કરું છું એટલે થોડી તને દુઃખી જોઈ શકું. તારી ખુશીમાં જ મારી ખુશી છે, તો ચિંતા ના કર, આપણે બંને જઈશું પણ ખરા અને તારા મમ્મી પપ્પા દાદા દાદીને મનાવી પણ લઈશું. અને તે લોકો પણ આપણી વાત માની પણ જશે. અને આપણો ખુશી ખુશી સ્વીકાર પણ કરશે.”
એમ કહી અનિશે સિયાના ગાલ પર કિસ કરી દીધી અને સિયા શરમાઈ ગઈ, તો અનિશે કહ્યું કે,
“એમાં શરમાવા જેવું શું છે, હું તો તારો જ છું ને તું મારી છે. ચાલો જમી લે.”
એક દિવસ સવારના પહોરમાં માનવ તૈયાર થઈ રહ્યો હતો અને સિયા ઘરની સાફ સફાઈ કરી રહી હતી અને સાથે તે એક રોમેન્ટિક સોન્ગ ગાઈ રહી હતી. એનો સુંદર અવાજ આખા ઘરમાં ચહેકી રહ્યો હતો. પણ આ ચહેકતો અવાજ છેલ્લીવારનો છે, એ પણ ખબર નહોતી અને સિયા જે ઘર સજાવવાનાં સપનાં જોઈ રહી હતી, તે સપનું જ બનીને રહેશે તે તેને ખબર નહોતી.
તે જયારે મેઈન હોલમાં સાફ સફાઈ કરવા આવી તો ઘરની અંદર એક મુસ્લિમ આધેડ પુરુષ, જુવાન પુરુષ અને બૂરખામાં બે સ્ત્રીઓ ઘરમાં આવી, એમાંથી એક ઉંમર વાળી અને એક એમની દીકરી હશે એવું લાગી રહ્યું હતું.
એટલે સિયા ચોંકીને પૂછ્યું કે,
“તમારે લોકોને કોનું કામ છે?”
એમને કહ્યું કે,
“મોહસીનને બોલાવ... કયાં છે એ?”
“એ છે તો ખરા, સોરી પણ અહીં એવું કોઈ રહેતું નથી, તમારે કોનું કામ છે, એ તો કહો.”
“એકવાર કહ્યું ને, એટલું કર. અમારા ઘરમાં જ આવીને અમને પાછી પૂછે છે કે અમે કેમ આવીએ છીએ અને પાછી મોહસીનને બોલાવતી પણ નથી.”
તે જુવાને કહ્યું.
“પણ આ તમારું ઘર ક્યાંથી હોય તો આ તો મારા પતિ નું ઘર છે.”
“હા તો....”
“તો માનવ થોડો તમારા રિલેટિવ છે, તો તમે કેવી રીતે તમારું ઘર કહી શકો છો?”
“એકવાર એને બોલાવ પછી, પ્રશ્ન અમને પૂછજે.”
એમને એટલી વાત કરતા જ, સિયા કંઈ કરે કે કહો પહેલા જ માનવ પણ માથામાં ટોપી પહેરી અને આવ્યો અને એમની સામે આદાબ કરતા કહ્યું કે,
“સલામ વાલેકુમ અબ્બા...”
એમના ગમે લાગી પછી તે જુવાન તરફ ગયો અને,
“સલામ વાલેકુમ ભાઈજાન...”
“સલામ વાલેકુમ બબીતા...”
આ સાંભળી સિયા શોક થઈ ગઈ કે
“આ માનવ તું આ શું બોલે છે?”
માનવ પણ સિયાની કોઈ વાત સાંભળ્યા વગર એ બધાના ગળે લાગ્યો અને કહ્યું કે,
“આ વખતે બહુ દિવસ થઈ ગયા છે, તમને મળ્યે નહીં.”
સિયા શોક સાથે એની સામે જોઈ જ રહી, તેને શું બોલવું એ સમજ પણ નથી પડી રહી. તેને તો એવું લાગ્યું કે તે પૂરેપૂરી જાણે ઠગાઈ ગઈ ના હોય. તેને શું કહેવું એ તો સમજ નથી જ આવી રહી કે પોતાના ગણ્યો એ માનવ અને એના માથા પર ટોપી એ બધું શું છે અને આ બધા કોણ છે? ત્યાં માનવ બોલ્યો કે,
“આ મારા અમ્મી અને અબ્બુ છે. આ મારો ભાઈ જાન અકરમ છે અને મારી છોટી બહેન બબીતા. આ બધાને આદાબ કર.”
“પણ તું તો હિન્દુ હતો ને?”
“હું હિન્દુ હતો કે નહતો, એ પછીની વાત છે એટલું યાદ રાખ કે હાલ હું જે તું દેખી રહી તે જ છું અને આમ પણ હિન્દુ હું તો ફક્ત તારા માટે જ બનેલો, તો હું થોડો મારૌ ધર્મ છોડીને તારા હિન્દુ ધર્મમાં આવું.”
“તું આ શું બોલી રહ્યો છે, તું તો એ વખતે કેવો મંદિરમાં ધ્યાન અને પરોપકારના સેવા કરતો હતો અને સીધો સાદો લાગતો હતો.”
એટલે અને કહ્યું કે,
“એ બધી તો તને ફસાવાની વાત હતી તો, ચર્ચા કર્યા વગર હું કહું એમ કર. અને ચૂપચા બધાને આદાબ કર.”
સિયા એવું કંઈ ના જ કરતા તે ઊભી રહી એટલે અનિશે તેને હલાવીને કહ્યું કે,
“એમ કેમ ઊભી રહી છે, તું માથા પર દુપટ્ટો લે અને તને કહ્યું ને એક વાર એમને આદાબ કર એટલે આદાબ કર. તને મારી વાત સમજમાં નથી આવતી કે પછી તારા મગજમાં કોઈ પણ વાતની અસર થતા બહુ વાર થાય છે. એક નંબરની ઇડીયટ, કહીએ છે તે નથી કરતી. આ ગુસ્તાખી તને ભારે પડશે.”
સિયા આ બધું સાંભળી અને રડતી રડતી એની રૂમમાં જતી રહી. સિયા પોતાની રૂમમાં જતી રહી પણ તે હજી સપનાં જ જોઈ રહી હતી કે માનવ તેને રિસાયેલી જોઈ, તેને મનાવવા જરૂર આવશે. એ આવશે એટલે તે બરાબર ફરિયાદ કરશે. તેને મારી વાત સાંભળવી પણ પડશે અને માનવી પણ પડશે, આજે નહિ તો કાલે ચોક્કસ મારી વાત મનાવીશ.... અને કાલે શું કામ હમણાં જ તે મનાવવા આવી જશે એટલે મારી વાત મનાવીશ.
ગમે તેમ હોય પણ હું તો એની પત્ની છું, એ પણ મને પ્રેમ કરે છે. તો પછી થોડો એ મારાથી નારાજ થોડી ના રહી શકશે. ગમે તેમ હોય એ એનો પરિવાર છે, તો હું પણ એના પરિવારમાં જ આવું છું. મને મારા મમ્મી પપ્પાની ખૂબ યાદ આવી રહ્યા છે અને એ વાત પર જ તેની આંખમાં આંસુ આવી ગયા. માનવને તો એના મમ્મી પપ્પા મળી ગયા, પણ મને તો મારા મમ્મી પપ્પા મળ્યા જ નહીં મારે એમને મળવા જવું છું. એને એકદમ યાદ આવે છે કે અનિશે તો મને એમ કહ્યું હતું કે,
‘મારા તો કોઈ મમ્મી પપ્પા છે જ નહીં તો, આ ક્યાંથી અચાનક આવી ગયા. એનો મતલબ કે એ મારી સાથે ખોટું બોલ્યો છે, એને મને ઠગી છે... એકવાર જણાવ્યું હોત તો હું થોડી એનો સાથે થોડીના છોડી દેવાની હતી. એને મને સાચું તો કહેવું જોઈએ ને, મેં એને પ્રેમ કર્યો છે. તેનો મતલબ એક જ થાય ને એને તો મને પ્રેમથી સાચી વાત નથી કરી. પ્રેમી સાચી વાત ક્યારે ના કહે, તે તમારી સાથે આવી તે ઠગાઈ કરવાની કે એને શું જરૂર હતી.
આ વખતે તે મને મનાવવા આવશે ને એટલે હું એને બધી વાત પૂછી લઈશ કે એને મારાથી કેટલી કેટલી વાત તે છુપાવી છે. જો છુપાવી હોય તે મને એક વાર કહી દે કે તે મારાથી કેટલું છુપાવીને બેઠો છે. પણ મને ખબર નથી પડી રહી કે તેને આમાં છુપાવવા જેવું શું હતું....’
આમ સપનાં જોતી અને માનવની રાહ સિયા જોઈ રહી હતી. તે ખાસ્સી વાર સુધી રાહ જોઈ રહી પણ માનવ કેમ આવતો નથી. કંઈ નહીં કદાચ થોડીવારમાં હમણાં મળવા પાછો આવશે. હમણાં આવો જ જોઈએ...
(માનવ સિયાને મનાવવા આવશે? એ એને મનાવશે અને તેની આ ઠગવાનું કારણ કહેશે ખરા? સિયા હવે શું કરશે? માનવની એની વાત મનાવવા શું કરશે? સિયા એની વાત માનવ પાસે મનાવી શકશે? સિયા માનવ અને એના વર્તન સમજી અને માની શકશે ખરા?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૬)