(કનિકાએ કાદિલને કોર્ટમાં પેશ કરે છે અને તેના વકીલની દલીલની સામે દલીલ કરી રિમાન્ડ મંજૂર જજ પાસે કરાવી લે છે. તેને કનિકા બરોબર ટોર્ચર કરી બધું કબૂલ કરાવી દે છે. પછી તે હેંમતને એનું કબૂલનામું લખવાનું કહી દે છે. હવે આગળ....)
“એનો કેસ સખત હદે સ્ટ્રોંગ કેસ બનવો જોઈએ જેથી તે બહાર ના આવે એવું કરી દો, બાકી મારે કંઈ જોવું નથી. આ જન્મમાં તો તે બહાર આવો જ ન જોઈએ.”
“ઓકે, મેડમ...”
કહીને હેમંત કનિકાએ સોંપેલા કામ પર લાગી ગયો. પણ કનિકાનું મગજ હજી પણ ઉશ્કારયેલું હતું કે કાદિલ માટે જો હજી તેને મોકો મળે તો પોતાના હાથે જ સજા આપી દે. પણ તેને માંડ માંડ પોતાને કંટ્રોલ કરી રહી હતી.
હેમંતે કાદિલનું કબૂલનામાની ફાઈલ બનાવી એના ટેબલ મૂકીને ત્યાંથી જતો રહ્યો, એટલે કનિકાએ પોતાના મગજને અને દિલ બંનેને પાણી પી શાંત કર્યું. તેને પોતાના મનને વિચારવાની સ્થિતિમાં લાવી અને તેને ફાઈલ વાંચવાની શરૂ કરી. ફાઈલ વાંચતા વાંચતા જ તેના મગજ પર ગુસ્સો હાવી થઈ જતો હતો. તેને એમ થતું હતું કે,
“આને તો કોર્ટ સજા આપી ત્યારની વાત ત્યારે, હાલ તો મારે આપી દેવી છે અને આને જ્યાં સુધી સજા નહીં મળે, ત્યાં સુધી હું રાહતનો શ્વાસ પણ નહીં લઈ શકું.”
માંડ માંડ મગજને શાંત રાખી એના દરેક ગુના પ્રમાણે તેની કલમો નોટ કરતી કરતી એક જ નોટ્સ બનાવી દીધી. અને ત્યાં જ એ એમએલએ નો ફોન આવ્યો કે, “તમે એસીપી બોલો?”
“હા બોલો કોનું કામ છે?”
“તમે આ કાદિલ વાળો કેસમાં હળવું ના કરી શકો, જેથી એકાદ વર્ષ કે છ મહિના ની સજા ભોગવીને મારો છોકરો બહાર આવી જાય?”
“ઓહ, તમે કાદિલ માટે ફોન કર્યો છે, એમને? તમે શું સમજો છો કે તે ગમે તે છોકરીનું જીવન બરબાદ કરી શકે અને એમ જ છૂટી જાય. અને જે છોકરીઓની જિંદગી બરબાદ કરે છે, એનું શું? એ વખતે તમારી આ વાતો કયાં જાય છે. એ તમારો જમણો હાથ છે, એટલે એમને છોડી દેવાનું. એવું નહીં બને, જેથી ફરીથી કોઈ છોકરીઓને જિંદગી બરબાદ કરતા તે વિચાર ના કરે.
સાહેબ આ બધું નહીં ચાલે, એ માટે તમારે સીધો ઉપરથી ઓર્ડર લાવો પડશે. છતાં હું માનું કે ના માનું એ તો મને પણ નથી ખબર, પણ એટલું યાદ રાખજો જો કોટ એની સજા નહીં આપે ને, તો મારું પોલીસમગજ તો ચોક્કસ એને આપી દેશે. એટલે હવે મને ફરીથી વાત કરતા નહીં.”
“મેડમ તમે બરાબર વાત નથી કરી રહ્યા, તમને ખબર છે હું કોણ છું. તમને પણ ખબર છે ને કે હું હાલ અહીંનો એમલે છું.”
“અને તમે ભવિષ્યનો મંત્રી પણ હોય તો મારે શું?”
“મેડમ બહુ હવામાં ઉછળો છો, પછી તમારી ખેર નહીં રહે.”
“એ બધી વાત તો મારે પણ નથી સાંભળવી અને મને આમાં કોઈ રસ પણ નથી. તમે એમલે છો, કદાચ એટલે જ તમે તમારા કાળા ધંધાઓ માટે એને સપોર્ટ લીધો લાગે છે, પછી તમારો ઉલ્લૂ સીધો કરવા. પણ તમે ક્યારેય નહીં સમજો કે તમારા કાળા ધંધાઓથી અને આ કાદિલના કાળી કરતુતોથી સમાજને કેટલું નુકસાન થાય છે અને કેટલી બધી જિંદગી બરબાદ થઈ ગઈ અને થઈ રહી હશે. હવે મને ફોન ના કરતાં.”
એમ કહી તેને ફોન મૂકી દીધો અને તે બબડી કે,
‘હવે તો એમલેએ પણ સમજી ગયો કે હવે કંઈ નહીં થઈ શકે.”
તેને હેમંતને બોલાવી કહ્યું કે,
“આ બધા ગુનાના કેસ પણ રજૂ કરી દો અને સાથે એ કેસ રિલેટડ સબૂત પણ.”
“પણ મેડમ કાદીલને ફરીથી કોર્ટમાં પેશ કરવાનું સમય થઈ ગયો છે.”
“હા તો સામે બધી જ પિટિશન જે ફાઇલ કરી હતી તે રજુ પણ કરી સાથે સાથે તેને કરેલું કન્ફેશન પણ રજૂ કરી દીધો. એ સાંભળ્યા બાદ કાદીલનો વકીલ તો કંઈ જ નહીં બોલી શકે તો બચાવવા તે આગળ નહીં આવે અને ના સરકારી વકીલને કંઈ બોલવાની જરૂર પડશે.”
આ બધું જોયા બાદ અને એમાં પણ કન્ફેશન બાદ તો કોર્ટે તરત જ એને આ સુનવાણીમાં જ સજા ફરમાવતાં કહ્યું કે,
“આજથી જ કાદિલને આજીવન કઠોર કેદની સજા આપવામાં આવે છે અને એને અંધારી કોટડીમાં જ પૂરી રાખવામાં આવે એવી ખાસ તાકીદ કરવામાં આવે છે. એને ખુલ્લેઆમ ફરવાની પણ બિલકુલ મનાઈ ફરમાવવામાં આવે છે. અને આ બધા જ ઓર્ડરનું પાલન બરાબર થવું જોઈએ, જો નહીં થાય ને તો એને કોર્ટને જવાબ આપવો પડશે.”
એમ કહી કોર્ટે સજા પર મોહર લગાવી દીધી. આ સાંભળ્યા બાદ કનિકા રાહત શ્વાસ લે છે કે મારા હાથમાં જે કેસ, એ પૂરો થઈ ગયો. જે સૌથી વધારે જરૂરી હતો. બસ મને ઝલકની સાથે સાથે મારી આત્માને પણ ખૂબ રાહત મળશે.
‘આ સમાચાર તો મારે ઝલકને આપવા જોઈએ, આ વિશે જાણવાનો સૌથી પહેલો હક એનો જ છે. એને જ ખરી તકલીફ એ પણ એની ઈચ્છા વગર આપી છે.’
એમ વિચારી તે સીધી હોસ્પિટલ પહોંચી અને કનિકાને જોઈ ઝલકે તેને પૂછ્યું કે,
“મેડમ શું થયું? પેલા કાદિલનું શું થયું? કોર્ટે શું કહ્યું?”
“કહું છું... કહું છું, આટલા બધા પ્રશ્નો? પણ તું ખુશ થઈ જઈશ. છેવટે એ છોકરાને તો આજીવન સખત કેદ આપવામાં આવી છે, એટલે હવે તે કોઈને તકલીફ નહીં આપી શકે અને તારા જેવી છોકરીઓને જિંદગી બરબાદ કરવા, હવે એના જેવો નરાધમ તો બહાર પણ નહીં આવી શકે. એ આવશે તો તેની હિંમતને હું બહાર નહીં આવવા દઉં.”
“મને ખુશી છે કે મારા દોષીને સજા મળી પણ મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને, હું હવે કેવી રીતે જીવું?”
“એવું કેમ કહે છે બેટા, તને ખબર તો છે કે આમાં તારો કોઈ વાંક નથી. તું કેમ તારી જાતને જ એકલી સમજે છે.”
“પણ દુનિયા મારો વાંક નહોતો, તે વાત નહીં સમજે અને એમ જ કહેશે કે મેં એ છોકરાનું લલચાવ્યો હશે એટલે જ એને મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું હશે? મારી જિંદગી તો પૂરેપૂરી નરક થઈ ગઈ છે.”
“પણ તું એ વિચારને કે તેની આ સજા પણ નરકથી કંઈ કમ નથી?”
“પણ એ નરકમાં કોઈ જીવે કે ના જીવે શું ફરક પડે છે. અને તે સ્વર્ગમાં જાય તો પણ મને શું ફરક પડવાનો છે? હું તો હાલ જીવતે જીવત નરક જેવી જિંદગી જીવીશ ને.”
આ બોલતાં બોલતાં ઝલકની આંખમાં આંસુ આવી જાય છે અને કનિકા કંઈ જ તેને કહી શકતી નથી અને તે પણ થોડી મનથી ઢીલી થઈ જાય છે. ત્યાં જ એના જેવી એસિડ એટેકના લીધે વિકૃત ચહેરાવાળી, જેમાં કોઇ ખૂબ બેહુદા લાગી રહ્યા હોય કે ડરામણાં પણ. આવી પાંચ છોકરીઓ એ હોસ્પિટલમાં આવે છે. અને એને જોઈને બધા આઘા પાછા થઈ જાય છે, છતાં તે ચૂપચાપ બધાની હરકતો નજર અંદાજ કરીને ઝલકની રૂમ તરફ આગળ વધે છે.
(આ બધા ઝલકને આશ્વસાન આપી શકશે? તે તેને જીવવા માટે પ્રેરી શકશે? એ કેવી રીતે એને સમજાવશે? કનિકા આ જોઈ શું કરશે? આ લોકો છે કોણ? કોને એમને અહીં મોકલ્યા? સિયાનું શું થશે? કનિકા અને સિયાનું કનેક્શન કેવી રીતે થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૬)