એક ષડયંત્ર.... - ભાગ 56 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 56

(કનિકા પોતાની દલીલ થી જજને સમજાવી અને તે કાદિલને રિમાન્ડ પર લેવાની મંજૂરી મેળવવામાં સફળ થાય છે. તે કાદિલને ટોર્ચર કરી તેનું કન્ફેશન લે છે અને તે રજૂ કરતાં કોર્ટ પણ તેને આજીવન કેદની સજા આપે છે. આ વાત કનિકા ઝલકને જણાવે છે તો તે ખુશ થાય છે. હવે આગળ....)
“એ નરકમાં કોઈ જીવે કે ના જીવે શું ફરક પડે છે. અને તે સ્વર્ગમાં જાય તો પણ મને શું ફરક પડવાનો છે? હું તો હાલ જીવતે જીવત નરક જેવી જિંદગી જીવીશ ને.”
એના જેવી એસિડ એટેકના લીધે વિકૃત ચહેરાવાળી, જેમાં કોઇ ખૂબ બેહુદા લાગી રહ્યા હોય કે ડરામણાં પણ. આવી પાંચ છોકરીઓ એ હોસ્પિટલમાં આવે છે. અને એને જોઈને બધા આઘા પાછા થઈ જાય છે, છતાં તે ચૂપચાપ બધાની હરકતો નજર અંદાજ કરીને ઝલકની રૂમ તરફ આગળ વધે છે. જો કે તે લોકો પણ એમના પર જ નજર રાખે છે.
તેઓ રૂમમાં એન્ટર થવા જતા જતા હતાં, ત્યાં જ આવા જ શબ્દો સાંભળી અને તે એકબીજાની સામે જોવે છે. એમાંથી એક વ્યક્તિ બોલે છે કે,
“તું પણ એવી જિંદગી જીવીશ, જેવી બધા જીવે છે અને સાથે સાથે અમે પણ જીવે છે. તને એવું લાગે છે કે આવા ચહેરા સાથે જ દુનિયા આપણા પર ચીડ કરશે પણ દુનિયા તો શું ભગવાન પોતે પણ આપણાથી નજર નહીં ફેરવી શકે.”
એ બાજુ બધાએ નજર કરી તો એના સામે, એક બાજુ ચહેરો બળી ગયેલો હોય એવી સ્ત્રી, કોઈની આંખ બળી ગયેલી હોય એવી સ્ત્રી કે કોઈના વાળ ના રહ્યા હોય એવી સ્ત્રી, કોઈ ચહેરા પર ચાઠા જ ચાઠા ઉપસેલા હતા. એવી પાંચ લેડીઝ અંદર એન્ટર થઈ અને ઝલક પાસે ગઈ.
એના માથે આંખ નહોતી એવી સ્ત્રીએ ધીમેથી હાથ મૂકીને કહેવા લાગી કે,
“તને ખબર છે, તને તો આ છોકરાએ એસીડ એટલા માટે નાખે કે તે એને ના પાડી, એમાં એનો અહમ ઘવાયો હતો. પણ મારા પર તો એટલા માટે નાખવામાં આવ્યો કે હું ભીખ માગી શકું, એ પણ રસ્તા ઉપર અને મને કોઈ ભીખ આપી દે મારા આવા ચહેરો દયા લાવીને અનૈ મને કોઈ ખાવા પીવાનું આપે કે એ માટે પૈસા આપે. પણ પાછા મારે આપવાના હતા, એ વ્યકિતને જેણે આ એસિડ મારી આંખમાં નાખ્યો હતો. એ વ્યક્તિએ મારા બધા જ પૈસા એ લઈ અને એ પોતાની પાસે રાખી લેતો અને મને ફક્ત દસ રૂપિયા આપી અને જમવાનું કહેવામાં આવતું.”
“અને મારા પર મારા પતિએ જ એસીડ ફેંકી દીધું.”
ચહેરો બળી ગયેલો હતો એ સ્ત્રી બોલી તો કનિકા,
“કેમ?”
“કેમ કે એના પ્રમોશન માટે મેં એની હા એ હા ના કરી, એને જે કહ્યું તે કરવાની ના પાડી અને એની ઈચ્છા મુજબ કંઈ જ ન કર્યું એટલે પ્રમોશન માટે....”
કનિકાએ આ સાંભળી શોક જ થઈ ગઈ. અને તે,
“કારણ કે એને પ્રમોશન માટે એના મેનેજરે એમ કહ્યું હતું કે મારે એક રોમાળી છોકરી જોઈએ અને રોમાળી છોકરી જો વગર પૈસાએ મળતી હોય એવી તો ફક્ત પત્ની જ હોય ને, અને તે લોભિયો પોતાની પત્નીને એમ કહેતો હતો કે તે એની સાથે એક જ રાત એ મેનેજરની જોડે વીતાવે. હું એવું કંઈ જ કરવા શું, પણ વિચારવા તૈયાર નહોતી. મેં તેને આ કહ્યું એટલે તેને છેલ્લેમાં આ પગલું ભરી દીધું.”
“જ્યારે હું તો સાવ બિચારી છું કે કોઈ જ કરતાં કોઈ લેવા દેવા વગર મારી સાથે આવું થયું. મારો ભાઈએ પ્રેમ કર્યો, તે એક છોકરીના લફરામાં પડ્યો અને એનો પરિવાર ના માન્યો, એમાં મારો ભાઈ એ છોકરીને લઈને ભગાડી ગયો એટલે એ લોકોએ બદલો લેવા માટે મારા ઉપર જ એસીડ ફેંકી દીધો. વાંક બીજા કોઈ નો, એમનો દીકરી પણ એમાં ભાગીદાર. ભાઈનો પ્રેમમાં, એને પણ પ્રેમ ભાઈ સાથે કર્યો, અને છતાંય સજા કોને આપી? મને...”
“જો આ છોકરી પણ આવી જિંદગી જીવે છે, તો તારી પાસે તો તારો પરિવાર છે. તારી પાસે પરિવારની હિંમત અને એમનો પ્રેમ છે, તો તું શું કરવા ડરે છે. અમે બધા તો ભેગા થઈને એક એનજીઓમાં રહીએ છીએ, અમને તો અમારા ઘરવાળા અમને કાઢી મૂક્યા છે, અમારી પાસે તો કોઈ આશરો પણ નથી. તું ચિંતા ના કર, પણ તું તાર જીવન જીવી શકીશ અને તું તારી હિંમત આમ ના હાર. કારણ કે હિંમત હશે ને, તો તું આ દુનિયા સામે પણ લડી શકીશ.”
“હા, હવે તારે એકલી માટે નથી લડવાનું, તારે હવે લડવાનું છે તો આ બધા જેવી સ્ત્રી માટે. જેથી ફરીથી બીજી કોઈ છોકરી ભોગ ના બને અને જે છોકરીઓ ભોગ બની ચૂકી છે ને, એને હસતાં શીખવાનું અને જીવન જીવવાનું બળ આપણે આપીશું. જેથી એ આમ જીવન ટૂંકાવવાની જગ્યાએ જીવન જીવવા માટે તૈયાર થઈ જાય. અને આવી નિરાશા ભરી વાતો ના કરે.”
બીજી લેડી પણ આવું કહ્યું એટલે આ સાંભળી ઝલકે પણ કહ્યું કે,
“આજ સુધી મને એમ હતું કે, મારે મરી જવું જોઈએ. આ જીવન અને આવા ચહેરા સાથે મારા જીવનનો કોઈ મતલબ જ નથી, હું તો બધા માટે બોજ છું. પણ તમારી કહેલી વાત સાંભળ્યા, પછી મને એવું લાગે છે કે મારે જીવન જીવવું જોઈએ છે. મારા માટે નહીં તો બીજી છોકરીઓ માટે અને મારા પરિવાર માટે હું હવે ચોક્કસ
જીવીશ અને મરવાનો વિચાર પણ નહીં કરું.”
કનિકાએ કહ્યું કે,
“આજ તો હું તને ક્યારની સમજાવવા માંગતી હતી કે તું ફરીથી તારી જાતને હિંમત આપ અને ફરીથી તું ભણવા બેસ. ભણીને કોઈ સારી ડીગ્રી લે કે કોઈ સારી સરકારી એક્ઝામ પાસ કરીને કોઈ સારી પોસ્ટ ઉપર આવ. પછી તું આ એનજીઓની મદદ કર અને બીજા બધાની પણ મદદ કર, જેથી તારા જેવા લોકોને પણ હિંમત દે, જેથી કોઈ ડરથી એમનું જીવનના ટૂંકાવે નહીં અને હિંમત રાખી તારી જેમ આગળ વધે.”
“હા મેડમ, તમે મારા માટે જેટલું કર્યું છે ને, એ પછી તો હું તમારી વાત માનવા તૈયાર છું. તમે એક પણ વાર તમારો વિચાર કર્યા વગર, એમએલે ની સામે પડી ને, એ ગુનેગારની સામે પડીને પણ મને ન્યાય અપાવ્યો. તમને તો હું જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે.”
“તું જીવનમાં ફરી આગળ ખુશી ખુશી વધીશ એ જ મારા માટે બેસ્ટ વે છે તારા થેન્ક યુ નો.”
કનિકાએ તેના મમ્મી પપ્પાને પણ કહે છે કે,
“આ છોકરીને સ્ટડી કરવા મોકલજો અને એના કોલેજમાં પણ કહેજો કે એ લોકો આને સપોર્ટ કરે. એની હિંમત બનીને ઊભા રહે નહીં કે એની ખીલી ઉડાવે.”
પેલા એનજીઓ વાળા બહેને પણ કહ્યું કે,
“મારા એનજીઓના દરવાજો તારા માટે હંમેશા ખુલ્લા છે અને રહેશે, જ્યારે પણ તારું મન ડગુમગુ થાય કે હિંમત તૂટી જાય ને તો તું મારી જોડે આવજે. અમે તારી મદદ કરવા બિલકુલ તૈયાર હોઈશું.”
(ઝલક ખરેખર માની જશે? તે સમાજ સામે અડીખમ રહી શકશે? એ હિંમત કેળવી દુનિયાનો સામનો કરી શકશે? સિયા કયાં છે? તેના લગ્ન વિશે એના ઘરનાં લોકોને જાણ થઈ કે થશે પછી એમની હાલત શું હશે? માનવ તેનો ઉપયોગ કરી ફેંકી તો નહીં દે ને?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૭)