એક ષડયંત્ર.... - ભાગ 52 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 52

(સિયા એના પરિવાર સાથે ડીનર ખુશી ખુશી કરે છે. દિપક અને ધીરુભાઈ સિયા વિશે વાતો કરે છે. સંગીતા ચકરી લડ્ડુ ડબ્બામાં પેક કરે છે અને સિયા પેકિંગ કરી દે છે. જવાના દિવસે તે બધાને પગે લાગે અને ભગવાનને પ્રાર્થના કરે છે. તેના મનમાં ખટકે છે. હવે આગળ....)
‘તે આ કરે છે, એ બરાબર તો કરે જ છે ને? કે પછી હું કયાંક ખોટું તો નથી કરતી ને? આ પગલું ભરવાથી મને કોઈ તકલીફ નહીં થાય ને? અને માનવ સારો છોકરો તો હશે ને? મારું જીવન સુખમય અને શાંતિથી પસાર થશે ને? મારા પર નાના મોટા દુઃખ પડશે તો હું સહન કરી લઈશ. પણ મને પ્રેમ તો સાચો મળશે ને? સૌથી વધારે મારા ઘરના લોકો વગર હું રહી શકીશ ને?’
‘અરે, હું પણ છું ને, બહુ ઈમોશનલ થઈ ગઈ છું, એટલે જ આવા વિચારો આવે છે.’
એમ સિયા તેના મનમાં ઉઠેલા વિચારો અને તે વાતને ત્યાં જ મનમાં દાબી દે છે. અને તે ફટાફટ ઘરની બહાર નીકળી અને રીક્ષા લઈ કોલેજના ગેટ સુધી પહોંચી જાય છે. એનું મન થૌડું ભારે થઈ જાય છે, તેનું દુઃખ સાંભળનાર પણ નથી એટલે તેના વિચારો પાછા તેના મન પર હાવી થઈ જાય છે કે,
‘માનવ આવશે ને? અત્યાર સુધી એ જ કહ્યા કરતો હતો કે મેરેજ પરિવારની મંજૂરીથી કરીએ. હું ક્યાંક ખોટું નથી કરી રહીને?’
તેને થયું કે, ‘મને મનમાં રહી રહી કેમ આવા જ વિચારવા આવી રહ્યા છે. મને ખબર છે કે મેં કઈ જ ખોટું કર્યું નથી અને કરી રહી પણ નથી, છતાં હું શું કરું એ જ ખબર નથી પડી રહી. એક બાજુ આમ કીધા કર્યા વગર ઘરેથી જતું રહેવું, ભાગી જવું યોગ્ય નથી લાગતું અને એક બાજુ એમને કહેવું પણ યોગ્ય નથી લાગતું.
ત્યાં સુધીમાં તેને પોતાની જાતને જ ટકોરી કે,
‘તું પણ શું દિલ તો કહ્યા કરે, દિમાગથી વિચારવાનું હોય. દરેક વખતે દિલથી ના વિચારાય અને દિલ કહે છે ને કે માનવ કંઈ જ ખોટો વ્યકિત નથી અને સારો છે તો પછી શું કામ ચિંતા કરવી પડે? આ બધી ચિંતા છોડ, હાલ લગ્ન કરી લઈએ અને પછી મમ્મી પપ્પાને મનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ બધી મને પણ ખબર છે ને, તો એ બધી વાત અને ચિંતા કરવાની છોડી અને હાલ જે નક્કી કર્યું છે, એ પ્રમાણે કામ કર. મનને શાંત કરી દેવું પડશે? અરે આ માનવ હજી કેમ નથી આવ્યો?”
એટલામાં માનવ કોલેજ ગેટ આગળ આવી ગયો, તેને જોઈ સિયા ખુશ થઈ અને ગળે લાગી ગઈ. મને એમ કે,
“તું નહિ આવે.”
માનવ કહે,
“મને પણ એવું જ હતું કે તું નહીં આવે. છતાં હું ચેક કરવા આવ્યો હતો.”
“પણ તું કહે કે મેં જ નક્કી કર્યું છે, તો પછી તું કેમ એવું વિચારે છે કે હું નહીં આવું?”
“બસ મને એવું લાગતું હતું કે તારા ઘરેથી તને કોઈ આવવા નહીં દે. પણ તે એવું તો કેમ કહ્યું?”
“કંઈ નહી એ તો બસ એમ જ વિચારી લીધું. સારું ચાલ જવું છે ને આપણે?”
“હાસ્તો...”
એમ કહેતા જ તે માનવની બાઈકની પાછળ બેસી ગઈ અને બંને જણા મંદિરે પહોંચ્યા. પૂજારી એમની જ રાહ જોતાં હતાં.
મંદિરમાં દુર્ગામાતાની મૂર્તિ હતી. આજુબાજુ કોઈ જ નહીં અને બિલકુલ શાંત અને રમણીય સ્થાન હતું. મંદિરના પરીસર વચ્ચોવચ હવન કુંડ, ચારે બાજુ નાનકડા માટલા ઓની ગોઠવણી કરી અને એની સામે ત્રણ એક થાળમાં બે ફૂલોની માળાનો થાળ, મંગળસૂત્ર સિંદૂરનો એક થાળ અને બીજી બધી હવનની સામગ્રીઓ એ જોઈ સિયા ખુશ થઈ ગઈ.
“અરે વાહ, તે તો બધી જ તૈયારી કરી દીધી છે. મને એમ કે તું નહીં કરી શકે કાં તો તું ભૂલી જઈશ. પણ તને તો દરેકે દરેક વસ્તુ યાદ છે, આટલું તો મને પણ યાદ નહીં હોય.”
“એ તો તને એવું લાગે છે, તને પણ બધું યાદ આવી જ જાય અને એના માટે પણ બીજી વાત એ છે કે યાર, આ બધી તૈયારી કરવામાં પંડિતજી હોય ને. પછી મારે ક્યાં બીજું કોઈ વિચારવાનું જ હતું. છતાંય હું તને કહું છું, કે એકવાર વિચારી લે હજી સમય છે.”
“મેં બધું પણ વિચારી લીધું છે, હવે પ્રશ્નો નહીં કરવાનો. ચાલ હવે આપણે ચૂપચાપ લગ્નની વિધિ શરૂ થાય એટલે લગ્ન કરી લઈએ.”
અનિશે પંડીતજીની વિધિ શરૂ કરવાનું કહ્યું એટલે તેમને
પણ વિધિ શરૂ કરી દીધી. પંડિત તરત જ મંત્રો બોલવાનું શરૂ કરી અને એકબીજાને હાર પહેરાવવાનું કહ્યું. એકબીજાને હાર પહેરાવી દીધા પછી હવનકુંડ આગળ બંનેને બેસાડી દીધા. અનિશે કહ્યું કે,
“ઝડપથી વિધિ પતાવજો.”
“હા બેટા, શાસ્ત્રીય વિધિ તો કરવી જ પડે ને, એટલે થોડીવારમાં જ પતી જશે.”
એમનો મંત્રો સાથે સૌ પેહલાં ચાર ફેરા લેવડાવ્યા.
‘પહેલા ફેરામાં વચન લેવાનું છે કે પતિનો ધર્મ એ જ પત્નીનો હવે ધર્મ છે.’
‘બીજા ફેરામાં વચન આપ્યું કે, હવે થી પરિવારનું ભરણપોષણ પતિએ કરવાની ફરજ આવે છે.’
‘ત્રીજા ફેરામાં વચન આપે છે કે સ્ત્રી વંશવૃધ્ધિ કરશે.’
ચોથો ફેરો લેતાં પહેલાં સિયાને માનવની આગળ આવવા કહે છે પછી ફેરો લે છે.
‘ચોથા ફેરામાં વચન આપે છે કે મોક્ષ મેળવવા પ્રયત્નશીલ રહેશે.’
એ પતતાં જ પછી મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે અને પછી સિદૂંર પૂરાવી અને હવે સપ્તપદીના વચન લેવાની વિધિ આવતાં જ માનવ,
“પંડિતજી કેટલી વાર? હવે વિધિ પૂરી કરો.”
એટલે એને ટોકતાં પંડિતજી કંઈ કહે તે પહેલાં સિયા કહે છે કે,
“શું કામ ઉતાવળ કરે છે, વિધિ તો બરાબર થવી જોઈએ કે નહીં, નહિંતર આપણો સંબંધ મજબૂત કેમ કરીને બનશે? તમે તમારી રીતે વિધિ પતાવો.”
પંડિતજીએ કહ્યું કે,
“આ સપ્તપદીના વચન લીધા વગર લગ્ન અધૂરાં કહેવાય અને આ છેલ્લી જ વિધિ છે.”
“ભલે...”
અનિશે આવું કહ્યા પછી પંડતે તેમને કહ્યું કે,
“હવે હું તમને બંનેને સાત વચનો લેવડાવીશ અને સપ્તપદીના વચનો કહેવાય છે. તો તમે મારી સાથે બોલો.”
‘કન્યા જેમાં તેના પતિ પાસે વચન માંગે છે કે એમ કહી એક પછી એક મંત્ર બોલે અને એનો અર્થ કહેવા લાગ્યા. અને,
‘ધર્મકાર્યમાં ભાગીદાર બનાવજો.’
બીજો,
‘મારા માતા પિતાનું સન્માન કરજો.”
ત્રીજો,
‘ત્રણે અવસ્થામાં મારું પાલન કરજો.’
ચોથો,
‘પરિવારની બધી જવાબદારી નિભાવજો.’
પાંચમો,
‘મારી દરેક કાર્યમાં સલાહ લેશો.”
છઠ્ઠો,
‘મારું અપમાન નહીં કરો.’
સાતમો,
‘પરસ્ત્રી માતા સમાન ગણશો.’
એ પતી જતાં ગયા બાદ એકબીજાને મ્હોં મીઠું કરવા કહ્યું પછી,
“હવે વિધિ પૂરી થઈ અને તમે બંને હવે પતિ પત્ની છો. મને દક્ષિણા આપી અને તમારું વિવાહ જીવન શરૂ કરી શકો છો.”
આ સાંભળી સિયાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને એ મનથી ઢીલી પડી જતાં જ તેને માનવની સામું જોયું. એટલે અનિશે કહ્યું કે,
“તું કેમ અત્યારથી રડે છે. હજી વિદાયની તો ઘણીવાર છે. મારી સાથે હવે રહેવું પડશે એટલે રડવું આવે છે કે શું?”
(સિયા કેમ રડે છે? એને શું થયું? ક્યાંક તેને ઘરના લોકો યાદ આવી ગયા કે શું? ઘરનાં લોકોને સિયાના લગ્ન વિશે ખબર પડશે તો શું થશે? ક્યાંક માનવ તેને દગો તો નહીં દે ને? એવું થશે તો સિયાનું શું થશે? સિયાનો ડર સાચો પડશે ખરો કે ખોટો?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૩)