એક ષડયંત્ર.... - ભાગ 53 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 53

(સિયાના મનમાં ખટકે છે કે તે તેના ઘરના લોકોને દગો આપી રહી છે. માનવ તેને મળતાં જ તે પાછા પોતાના મનને મક્કમ કરી લગ્ન કરવા તૈયાર થઈ જતાં પંડિતજી લગ્નની વિધિ શરૂ કરે છે. વિધિ પૂરી થતાં તેમને પંડિતજી જણાવે છે. હવે આગળ.....)
“હવે વિધિ પૂરી થઈ અને તમે બંને હવે પતિ પત્ની છો. મને દક્ષિણા આપી અને તમારું વિવાહ જીવન શરૂ કરી શકો છો.”
આ સાંભળી સિયાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને એ મનથી ઢીલી પડી જતાં જ તેને માનવની સામું જોયું. એટલે અનિશે કહ્યું કે,
“તું કેમ અત્યારથી રડે છે. હજી વિદાયની તો ઘણીવાર છે. મારી સાથે હવે રહેવું પડશે એટલે રડવું આવે છે કે શું?”
“હા મને ખબર છે કે વિદાયની તો હજી ઘણી વાર છે. તને તો મજાક સૂઝે છે. પણ બસ મને મમ્મી પપ્પા ની યાદ આવી ગઈ, એ લોકો જો માની જાય એવું લાગતું હોત ને તો હું એમને આશીર્વાદ લીધા વગર ક્યારેય વગર આ રીતે લગ્ન ના કરતી. મમ્મી પપ્પા કે ઘરના કોઈ નથી તો વિદાય પણ કેવી?”
“એ તો હું તને પહેલા પણ કહેતો હતો જ ને.”
“હા પણ, મને ખબર છે ને કે એ લોકો જલ્દી માનતા નહીં અને હવે મનાવવા જઈશું તો પણ તે માનશે નહીં. છોડ એ બધી વાતો આપણે હવે શું કરીશું?”
“કંઈ નહિ, જો વિધિ તો પતી ગઈ છે તો આપણે પહેલાં પંડિતજીને પગે લાગીને, એમના આર્શીવાદ લઈએ.”
એમ કહેતાં જ તે બંને જણા પંડિતને પગે લાગ્યા. પંડિતજીએ પણ મંત્ર બોલી અને કહ્યું કે,
“કુર્યાતુ સદા મંગલમ... બંને જણા ખુશ રહો અને તમારા પરિવારને પણ ખુશ રાખો. તમારા જીવનમાં તો ખાસ કરીને સુખ સમૃધ્ધિમાં સતત આગળ વધશો અને પરિવાર પણ વધારો. બીજું તો હું શું કહું પણ તમારું વિવાહ જીવન ખુશમય રહે અને તમારી રામ સીતા જેવી જોડી બને. તમે હવે વિવાહ જીવનની શરૂઆત કરી શકશો.”
એમ કહી એમને પણ એ બંનેને આંશિક પ્રવચન આપ્યું. એમના આશીર્વાદ લઈ, તે બંને જણા હોટલની એક રૂમમાં આવ્યા.
હોટલનો એ રૂમ ખુબ સુંદર રીતે સજાવેલો હતો, તેમાં કેટ કેટલા બલૂન દીવાઓ મુકેલા. બે ટુવાલથી હંસ બનાવી મૂકેલા અને એની પાછળ અને બેડની વચ્ચોવચ હાર્ટ શેપ ફૂલોની પાંખડીઓ થી અને ફૂલોથી બનાવેલું. આખા રૂમમાં સુંદર મજાની મહેંક પ્રસરેલી હતી.
એ જોઈને જ સિયા એકદમ ખુશ થઈ ગઈ અને તેને પૂછ્યું કે,
“માનવ તે આ બધું મારા માટે કર્યું છે?”
“હા તો, કોના માટે કરું... તને ખબર તો છે કે હું તારા માટે તો બધું કરી રહ્યો છું.”
“થેન્ક યુ મને એટલો બધી સુધા નહોતી કે તું કરીશ. તું જે રીતે મને સમજાવી રહ્યો અને તું વારંવારં એક જ વાત કરી રહ્યો હતો એટલે મને એમ કે તું પરાણે અને મન વગર મારી સાથે લગ્ન કરી રહ્યો છે.”
“મેં તને કહ્યું તો હું થોડી તારી સાથે જન્નુમમાં પણ આવવા તૈયાર છું તો તારી સાથે કમને થોડી લગ્ન કરતો. આપણો તો પ્રેમ હજી પણ એવો ને એવો અકબંધ છે, એનામાં કોઈ જ ખોટ નથી. તને એવું લાગે છે, પણ હું તને વિશ્વાસ આપું છું ને કે, ‘હું તો તારો છું તારો જ રહીશ. મને કોઈ જ ફરક નહીં પડે કે લોકો શું કહે છે.”
“તો પણ છે...”
સિયા રડી પડી એટલે અનિશે,
“આપણે બસ આવી વાતો કરવામાં જ દિવસ પસાર કરવો છે?”
“અરે ના હો, આમ હું ભૂખી આખો દિવસ નહિ પસાર કરી શકું.”
“તો બસ મારાથી પણ શક્ય નથી. તું ફ્રેશ થવા જા, હું તારા માટે જમવાનું મંગાવું છું.”
“સારું મને પણ ખૂબ ભૂખ લાગી છે, તો તું જમવાનું મંગાવ.”
એમ કહી તે ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને અનિશે ફોન કરી જમવાનું મંગાવે છે. પછી બીજો એક ફોન કરીને કહ્યું કે,
“મારું કામ તો થઈ ગયું છે, તો તમે હવે થોડા દિવસ માટે જતા રહો. જેથી હું ઘરે આવી શકું.”
સામેથી કંઈક કહેવાયું અને તે,
“હા હું ફોન કરું પછી આવજો.”
ફરી પાછું કહેવાયું અને તેને ફોન મૂકી દીધો. થોડીવારમાં સિયા આવી અને જમવાનું પણ આવી ગયું હતું તો બંને જણાએ ડિનરને ન્યાય આપી અને ગેલેરીમાં વાતો કરતા કરતા બેઠા હતા.
“કેવો દિવસ છે નહીં, આજ સવારે દસ વાગ્યા પહેલા સુધી આપણે બધા ફક્ત ફ્રેન્ડ અને પ્રેમી પ્રેમિકા જ હતા.”
સિયા આવું બોલતાં જ અનિશે તેની આંખોમાં આંખ નાંખી કહ્યું કે,
“અને હવે?”
“બસ હવે પતિ પત્ની બની ગયા, આપણો સંબંધ બદલાઈ ગયો.”
“તો એમાં શું? ચેન્જ તો દરેક રિલેશનમાં હોય છે જ ને?”
“હા પણ સંબંધ બદલાઈ જાય ને, તો અજૂગતું લાગે.”
“અજૂગતું તો લાગે, પણ એ કરતા થોડીક એના ઉપર વિશ્વાસ હોય તો ના લાગે.”
“હા પણ એ માટે સમય તો જોઈએ ને. અને એમાં તો આપણા વિશે આપણું સર્કલ, ફ્રેન્ડસ જાણશે તો કેવું લાગશે? અને જયારે મારા માટે જ આ તો સપનો સમાન જ છે.”
“મેં કહ્યું હતું ને કે તું ઈમોશનલ થઈ જઈશ અને પાછી તું થઈ ગઈ ને.”
“ના એવું નહીં, બસ મને વિચાર આવે છે એટલું જ, તું જ કહે મને ડર લાગતો હતો કેમ કે મમ્મી પપ્પા વિરોધ કરશે, દાદા દાદી વિરોધ કરશે, એ મને એમની વાતો સાંભળ્યા પછી એવું લાગી જ રહ્યું હતું. મને એવું લાગતું હતું કે હું હવે તને ખોઈ જ બેસીશ. પણ એવું ના બને અને એ માટે જ મેં મારા ડિસિઝનથી જ આપણે બંને એકબીજાના થઈ શક્યા. બસ હવે આવી વાતો નથી કરવી.”
“એકની એક વાતનો કોઈ મતલબ નથી. આમ પણ થાક લાગ્યો છે એટલે સુઈ જઈશું.”
અનિશે એને પોતાની તરફ ખેંચી અને સિયા પણ શરમાઈને તેની છાતી પર માથું મૂકી, આંખો નીચે ઢાળી દીધી. અનિશે તેને બાંહોમાં જકડી લીધી અને તે તેમાં ખોવાઈ ગઈ.
કનિકાએ કાદિલને કોર્ટની સામે પેશ કરે છે અને સરકારી વકીલ જજને કહે છે કે,
“આ કાદીલે ઘણા ગુના કર્યા છે અને એ ગુના જો બહાર લાવવા હોય ને, તો તે માટે પણ તમારે એના રિમાન્ડ તો આપવા જ પડશે.”
કાદીલના વકીલે પણ રજૂઆત કરી કે,
“કાદિલ તે એકદમ ભલો ભોળો છોકરો છે અને તે આવું એ કરી જ ના શકે. પોલીસ ઇન્સ્પેક્ટર ખોટી રજૂઆત કરે છે અને તે પરેશાન કરી રહી છે કેમ કે એમની દુશ્મની કાદિલ સાથે છે એટલે તો તેને જામીન આપી દેવા જોઈએ. હું એ બાંયધેરી આપું છું કે તે કન્ટ્રી છોડીને ક્યાંય નહીં જાય, કન્ટ્રી શું શહેર છોડીને પણ ક્યાંય નહીં જાય. પણ હાલ એને એમના ઘરે જવા દેવા જોઈએ. તમે હાલ એમના પર થયેલા અત્યાચાર જોઈ રહ્યા છો, રીમાન્ડ પછી એમની હાલત શું થશે? અમને ડર છે કે તે જીવતા પણ પાછા નહીં આવે....”
(કોર્ટ શું કરશે, તે જામીન આપશે કે રિમાન્ડ પર મોકલશે? કનિકા હવે શું કરશે? એ જજનું માઈન્ડ કેવી રીતે બદલશે? એ રિમાન્ડ મેળવી શું કરશે? સિયાના ઘરે સિયાના લગ્ન વિશે ખબર પડશે ત્યારે શું થશે? તેના ઘરના લોકોની હાલત કેવી હશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૪)