વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 5 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 5


{{Previously : સિદ્ધાર્થ પાસે આજે પણ બોલવા માટે કંઈ જ નહતું ... શ્રદ્ધાને એના પ્રશ્નોના જવાબ આજે પણ ના મળ્યા...

આજે ફરીથી સિદ્ધાર્થે શ્રદ્ધાને મન ખોલીને બોલી લેવા દીધી...અને પછી એને જોરથી ભેટી પડ્યો...રડી પડ્યો ...સોરી કહીને એને એની બાહોમાં લઈ લીધી...એને પ્રેમ કરવા લાગ્યો....અને શ્રદ્ધા પણ જાણે અનકોન્સીયસ રીતે એને ભેટી રહી, સંભાળતી રહી..વળતો પ્રેમ કરતી રહી...મનોમન રડતી રહી ....આજે પણ એ એના ગુસ્સાને સિદ્ધાર્થના પ્રેમમાં ડુબાડી ગયી...અને બંને આજે ફરીથી એકસાથે એક જ બેડમાં સૂઈ ગયા..... }}}


સવાર પડી અને બધા પોતપોતાની લાઈફમાં બીઝી થઇ ગયા...શ્રદ્ધા ફરીથી એના પ્રશ્નોના જવાબ શોધવા લાગી...


સાંજે તેના નણંદ અને નણંદોઈ સાથે કબીરને વિદાય આપી, તેઓ પાછા વડોદરા જવા નીકળી ગયા. બધાને see off કરીને આવીને થોડી વાર પછી એના સાસુમાં સોસાયટીમાં કોઈ ફ્રેંડના ઘરે બેસવા માટે ગયા અને શ્રદ્ધા લિવિંગ રૂમમાં બુક લઈને બેઠી...સિદ્ધાર્થ એના ફ્રેંડ્સ સાથે બહાર નીકળ્યો હતો.


થોડા સમય પછી ડોરબેલ વાગ્યો. શ્રદ્ધાએ ડોર ખોલ્યો, તો એ surprised થઈ ગયી...એની કોલેજ ફ્રેન્ડ મૃણાલ આવીને ઊભી હતી. એને જોતા જ બંને એકબીજાને ખાસ્સા સમય સુધી ભેટી રહ્યા. જાણે શ્રદ્ધાને આ hugની જરૂર જ હતી એમ સામે ચાલીને મૃણાલ એને મળવા આવી ગયી.


"અરે...મૃણાલ! તું! તને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું! ફોન તો કરવો હતો! હું ઘરે ના હોત તો તને ધક્કો ખાવો પડત ને!"

" ચાલ...જા! તું તો મારી જોડે વાત જ ના કરીશ. તને ખબર ના પડે કે આપણે સામેથી ફોન કરીયે અને કહેવાય કે હું પાછી અમદાવાદ આવી ગયી છું...આ તો સારું થયું આજે મેં સિદ્ધાર્થને જોયો, સિટી મોલમાં એના ફ્રેંડ્સ જોડે એટલે મને ખબર પડી કે તું આવી ગયી છે...નહીં તો તારો તો કોઈ પ્લાન જ નહતો કે તું મને કહે કે તું અહીંયા છે!! આવી કેવી ફ્રેન્ડ છે તું?"


વાતો કરતા કરતા બંને અંદર આવે છે અને લિવિંગ રૂમમાં બેસે છે.


શ્રદ્ધા : સોરી, યાર. હું પોતે જ અત્યારે પોતાની જાતને એક કરવાનો પ્રયત્ન કરી રહી છું..હું નથી ઇચ્છતી કે તને પણ આમાં ઈન્વોલ કરું! તું કહે..શું ચાલે છે? ક્યાં રહે છે આજકાલ અને મેરેજ કર્યા કે નહિ?


મૃણાલ : બસ જો શાંતિ...મેરેજ કરી લીધા! અહીંયા જ છું અમદાવાદમાં. અભી યાદ છે તને? એની સાથે કર્યા મેં મેરેજ!


શ્રદ્ધા : અભી? You mean...અમારી ગેંગ વાળો અભિનવ? તેં એની સાથે મેરેજ કર્યા? વાહ...


મૃણાલ : તમારી ગેંગ ??? અહા... હું પણ તમારી જોડે જ હતી! યાદ છે ને? તું ક્યાં ખોવાઈ ગયી હતી...સાંભળ્યું હતું કે તું તો વિદેશમાં સેટ થઇ ગઈ હતી. અને હવે આજે સિદ્ધાર્થને મળી એટલે ખબર પડી કે તું અહીંયા જ છે...એની પાસેથી એડ્રેસ લીધું..અને દોડતી મળવા આવી ગયી.


શ્રદ્ધા : હા, થોડા સમય માટે અમે લંડનમાં હતા. સિદ્ધાર્થની જોબના લીધે અમે શિફ્ટ થયા હતા. હવે છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં જ છે. બીજું તું કે... જુનિયર મૃણાલ લાવી કે જુનિયર અભી?

( બન્ને ખડખડાટ હસે છે)


મૃણાલ : બંને છે. (હાહાહા..મોટેથી હસે છે.) નવ્યા અને ભવ્ય નામ છે.


શ્રદ્ધા : અરે વાહ...સરસ નામ છે ને!


મૃણાલ : તું કહે.....

શ્રદ્ધા મૃણાલ ની વાત અટકાવતા જ કહે છે કે હજુ કંઈ નથી.

મૃણાલ : કેમ? I think..પાંચ-છ વર્ષ થયાં ને? તને તો બાળકો બહુ પસંદ હતા ને? સિદ્ધાર્થને બાળક નથી જોઈતું એવું તો નથી ને?

શ્રદ્ધા : ના ના...એને તો જોઈએ જ છે અને મને પણ.

અમને બંનેને જોઈશે ત્યારે કંઈક વિચારીશું...

મૃણાલ: કંઈ સમજાય એવું બોલ ને, શ્રદ્ધા! મને તો કંઈ ખબર ના પડી...

શ્રદ્ધા : કંઈ નહીં. રહેવા દે. છોડ એ બધી વાતો...તું કહે ને! બીજું શું ચાલે છે તારી લાઈફમાં. તું ઘરે જ છે કે જોબ કરે છે?

મૃણાલ : બધું સરસ ચાલે છે! હું સિટી મોલ માં જ જોબ કરું છું. I mean... મારી store છે. ડ્રેસિસ અને સૂઝ. કસ્ટમ મેઇડ અને બ્રાન્ડેડ પણ રાખીએ છે. તું આવજે ને ક્યારેક...બેસી ને ગપ્પા મારીશું...હું પણ બોર થઈ જાઉં છું.

ઈમ્પ્લોય કામ કરે છે અને મારી જરૂર હોય તો જ મને બોલાવે છે ... So .... You are welcome anytime. તું અત્યારે ઘરે જ છે ને..


શ્રદ્ધા : હા, અત્યારે તો ઘરે જ છું..પણ...


મૃણાલ : ...પણ શું શ્રદ્ધા? બધું બરાબર તો છે ને! તારી ફાઈટ થઇ છે, સિદ્ધાર્થ જોડે? કંઈ પ્રોબ્લેમ છે ? You know ...તું મારી સાથે કંઈ પણ share કરી શકે છે! I know... ઘણા ટાઈમથી આપણે કોંટેક્ટમાં નહતા પણ ફ્રેંડ્સ તો હંમેશાથી છીએ અને હંમેશા રહીશુ..તારા ખરાબ સમયમાં હું કામ નહીં આવું તો કોણ આવશે? કોલેજ ટાઈમમાં તેં મારી ઘણી હેલ્પ કરી છે. અત્યારે હું જે કંઈ પણ છું એ તારી હેલ્પના લીધે જ છું. તું બરાબર જાણે છે એ વાત! Right, શ્રદ્ધા? બીજું કંઈ નહીં તો હું તને સાંભળી તો શકું જ છું, maybe કંઈક હેલ્પ પણ કરી શકું!


મૃણાલની આ વાત સાંભળતા જ શ્રદ્ધા રડી પડી...જાણે કોઈ સહારો મળ્યો હોય એમ આજે એ દિલ ખોલીને રડી રહી... મૃણાલે એને શાંત કરી એટલે શ્રદ્ધાએ વાત શરૂ કરી ...


મૃણાલ, તને શું કહું જ હું મારી લાઈફ વિષે? હું ખુશ હતી, એમ કહું કે અમે ખુશ હતા...બધું જ બરાબર ચાલતું હતું પણ છેલ્લા 2-3 વર્ષથી બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું છે મારી લાઈફમાં! કંઈ જ સમજાતું નથી, મૃણાલ. હું કેટલા સમયથી મારી જાતને જ ખોટું બોલી રહી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે, હું ખુશ છું, બધું બરાબર થઈ જશે, પણ...સાચું કહું તો હવે હું થાકી ગયી છું ! હવે મારાથી વધારે સહન નહીં થાય...હું સિદ્ધાર્થ જોડે હવે નહિ રહી શકું...મને ડિવોર્સ જોઈએ છે!