સંભાવના - ભાગ 16 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભાવના - ભાગ 16

ગામવાળાનો ગુસ્સો ધીમે ધીમે વધુ ઉગ્ર થઈ રહ્યો હતો. તેઓ સળગતી આગની મશાલો લઈને હવેલી ને ચારે તરફથી ઘેરી લે છે અને હવેલી ને આગ લગાવી દે છે. બિંદુ તેની પ્રેગનેન્સી અને આ ઉગ્ર વિરોધ સહન નથી કરી શકતી અને ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે. યશવર્ધનભાઈ પણ એટલા ગભરાઈ ગયા હતા કે ડરના મારે તે પણ ત્યાંથી બહાર તરફ જવા પ્રયાસ કરે છે. ગામના લોકોએ સંપૂર્ણ હવેલીમાં આગ લગાવી દીધી.જોત જોતમાં તો ત્યાંની સંપૂર્ણ વસ્તુઓ બળીને ભસ્મ થઈ જાય છે અને તે હવેલી પણ થઈ જાય છે એક ખંડર.....



વાર્તા વર્તમાન માં આવે છે......


એ હવેલીમાં ઉભેલા દરેક સભ્યોની આંખમાં આંસુ હતા.પરંતુ આંસુ સાથે તે આંખોમાં હતા ઘણા બધા સવાલ.....ત્યાં ઊભેલા દરેક સભ્ય સવાલભરી નજરોથી જોઈ રહ્યા હતા યશવર્ધનભાઈ ની સામે...


"હું.... પરંતુ..... પરંતુ..... હું એ બાળકનો પિતા નથી..... મેં બિંદુ સાથે એવું કંઈ નહોતું કર્યું કે જેના લીધે....."- આટલું બોલતા બોલતા માં તો યશવર્ધનભાઈ ચોધાર આંસુએ રડી પડે છે.

"હા, હું જાણું છું એ વાત.... ખૂબ સારી રીતે જાણું છું કે એ બાળક મારા ભાઈનું ન હતું. મારો ભાઈ ક્યારે કોઈ સ્ત્રી સાથે આવું અપમાનજનક વ્યવહાર કરી જ ન શકે. અને એ પણ એની મુશ્કેલીના સમયમાં આમ તેને છોડીને ભાગી જવું એ મારો ભાઈ ક્યારેય ન કરી શકે....."- તે આત્મા એ કહ્યું

"તો પછી કેમ મને અને મારા પરિવારને તમે આવી રીતે હેરાન કરી રહ્યા છો કેમ અમને આવી રીતે અહીં બંદી બનાવી દીધા છે.... આખરે કેમ?" - યશવર્ધનભાઈ એ આવેશ માં કહ્યું

આ વાત તુ ખૂબ સારી રીતે જાણે છે, કે પછી તને યાદ કરાવું હું શ્યામ પટેલ....."

તે આત્મા ના મોં થી શ્યામ નું નામ સાંભળીને ઘરના દરેક સભ્યો અચંભીત થઈ ગયા.

" શું.... શું....શ્યા....શ્યા.....શ્યામ.... શ્યામ...."

હવે તે વ્યક્તિના મોં માંથી અવાજ નહોતો નીકળી રહ્યો.


"હા તમે બધાએ બરાબર સાંભળ્યું. તમારી સામે ઉભેલો આ માણસ જે આટલા વર્ષોથી એક સુખી સંપન્ન પરિવાર બનાવીને આરામથી જીવન વિતાવી રહ્યો છે તે યશવર્ધન નહીં પરંતુ શ્યામ પટેલ છે....."


" યશવર્ધન અને બિંદુ એકબીજાને મનોમન ચાહવા લાગ્યા છે આ વાતથી ઘરમાં કોઈ અજાણ ન હતું. પરંતુ જે દિવસથી બિંદુ એ ઘરમાં પગ મુક્યો હતો ત્યાંથી જ શ્યામની ગંદી નજર તેના પર હતી. એક દિવસ જ્યારે ઘરમાં કોઈ હતું નહીં ત્યારે શ્યામે બિંદુ ને બેભાન કરીને તેના ઉપર બળજબરી કરી હતી અને તે બળજબરીનું જ પરિણામ હતું બિંદુ ના પેટમાં રહેલો એ ગર્ભ....જેના વિશે તેને કોઈ જ જાણ નહોતી.જ્યારે ગામ વાળા ને આ વાતની માહિતી મળી ત્યારે તેમનું આવી રીતે અચાનક આવી જવાથી યશવર્ધન અને બિંદુ ખુબ ગભરાઈ ગયા હતા અને ગુસ્સા માં ગામ વાળાએ સંપૂર્ણ હવેલીને બાળી નાખ.
એ કાળી અંધારી રાત અમારા જીવનનું અજવાળું ભરખી ગઈ...."- તે આત્મા એ સમગ્ર વાત બધાને જણાવી

એક આત્માના મોથી આટલી કરુણ વાત સાંભળીને જ્યાં ઊભેલા બધા સદસ્યો શોકમાં ગરકાવ થઈ ગયા.

"આ મારી મા છે.... બિંદુ ....અને હું છું તેમનો દીકરો શંભુ....."- શંભુ એ આગળ આવીને કહ્યું

"તો... તો..... તમે કોણ.... તમે કોણ છો???"- શ્રેયસે પૂછ્યું

" રવિન્દ્ર પટેલ "

ધીમે ધીમે હળવા આંસુ સાથે ઘરના બધા સભ્યો હવેલીની બહાર નીકળે છે..... જ્યારે શ્યામ પટેલ બહાર જવા ઉભો થાય છે ત્યારે તે આત્મા તેને ખેંચીને અંદરની તરફ લઈ જાય છે અને હવેલીનો દરવાજો થઈ જાય છે હંમેશા માટે બંધ......