ભાગ -૨૦
(સિયાના મનની વાત કે તેના સપનાં તેની દાદી દિપકને સમજાવે છે અને ટોકે પણ છે. સિયાના મનમાં જ માનવ અને તેના પપ્પા સાથે સરખમાણી થઈ જાય છે. દિપક ઓફિસમાં પહોંચી તેના પીએ સાથે વાત કરે છે. હવે આગળ....)
“આજની એપોઇન્ટમેન્ટ અને આજનું કામનું લિસ્ટ મારા ટેબલ પર મૂકી દો.”
કેશવે તેની પીએને કહ્યું, એ સાંભળી તે જવા લાગ્યા તો,
“એક મિનિટ આજે સૌ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરની અહીં બોલાવજો.”
“ઓકે સર...”
પીએ નીકળી ગયો અને તેના કામે લાગ્યો. દિપક પણ એક ફાઈલ લઈ ઉથલાવવા લાગ્યો તો ખરા, પણ એનું મગજ બીજે ચાલી રહ્યું હતું અને આંખો દરવાજા પર ચોટેલી હતી. એટલી જ વારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આવી ગયા અને એમને એમના પ્રોટ્રોકલ મુજબ કલેક્ટરને સેલ્યુટ કર્યું અને કહ્યું કે,
“ગુડ મોર્નિંગ સર...”
એ સાંભળી કેશવે કહ્યું કે,
“ગુડ મોર્નિંગ પ્રશાંત, બેસી જા.”
પ્રશાંતે બેસતાં જ કહ્યું કે,
“થેન્ક યુ સર, આજે કંઈ ખાસ કામ હતું તો તમે મને બોલાવ્યો?”
“હા કામ જ હતું, પણ થોડું પર્સનલ કામ છે એટલે જ તને બોલાવેલો.”
“એમ એવું જ હતું તો મને કહેવું હતું ને, તો હું ઘરે આવી જતો, યાર.”
“ના હું ઘરે આ વાત કરવા નહોતો માંગતો એટલા માટે તો તને અહીં બોલાવ્યો.”
“બોલને શું વાત છે? મને કંઈ....”
“બસ મારે એક પ્રાઇવેટ ડિટેક્ટીવનો નંબર જોઈએ છે, જે તારી કોઈ ઓળખાણમાં હોય અને વિશ્વાસપાત્ર ખાસ.”
“એ તો હું તને આપીશ પણ એ તો મને કહે કે તારે કામ શું છે? અને તારે એવી શું જરૂર પડી? પોલીસ પરથી ભરોસો ઉઠી ગયો છે કે શું? અને મિત્ર પરથી પણ.”
કેશવે પ્રશાંતને બધી વાત કરી અને કહ્યું કે,
“યાર કોઈ એવું તો ખાસ કાંઈ કામ નથી, બસ આ માનવ કરીને છોકરો,જે સિયાને અત્યારે ખૂબ મળે છે. અને મારે ફકત એના વિશે જાણવું છે, એટલે? એમાં તને કયાં હેરાન કરું, આમ પણ આઈપીએસ પાસે કામની થોડી કમી હોય.”
“ઓકે, પણ કેમ? સિયા ખૂબ સીધી સાદી છોકરી છે, એ કંઈ જ આડુંઅવળું પગલું નહીં ભરે, એ મારી પાસે કોરા કાગળ પર લખાવી લે.”
“મને ખબર છે. પણ આજકાલ આપણે કિસ્સા જોઈએ છે, એટલે મને ડર લાગે છે.”
“એવા ડેટિકટવનો નંબર તો મારી જોડે છે, અને તેના પર ભરોસો રાખીને વાત કરી શકાય એમ પણ છે. પણ મારી વાત માન અને તું એ બધી ઝંઝટમાં ખાસ કરીને ના પડ, સૌ પહેલા હું થોડી ઘણી તપાસ કરું અને એ પછી જો કંઈ એવું લાગશે ને તો આપણે ડિટેક્ટિવને સોંપીશું.”
“ના હું હાલ જ સોપવા માગું છું, તું મને એ ડિટેક્ટિવનો નંબર આપ. હું તારો મિત્ર અને તું મારો મિત્ર છે.”
“હા, એ સાચું કે આપણે બંને જણાએ જોડે કોલેજ પણ કરી છે, અને ત્યાં જ તે આઇએએસ, મેં આઈપીએસ બનવાનું સપનું પણ આપણે બંને જોડે જોયેલું. અને તને હવે...”
“એ બધી વાત સાચી, પણ હાલ છોકરીની બાબતમાં નહીં. મને મારી દીકરીની બહુ ચિંતા છે, એકદમ ભોળી અને એકદમ નાસમજ છોકરી છે. એને હજી આ દુનિયાના રમતની કે કપટની કોઈ જ ખબર નથી. અને એટલે જ મને ચિંતા રહે છે કે, એ ક્યાંક આ બધામાં ફસાઈ ના જાય, એ જ મારી ઈચ્છા છે.”
“તું વધારે પડતું વિચાર કરી રહ્યો છે...”
“તું જે સમજે તે.”
“સારું, છતાંય હું તને વૉટ’સ્ અપ પર એક નંબર મોકલું છું. તારે જે વાત કરવી હોય, તેની સાથે વાત કરી લે.”
“થેન્ક્ યુ.”
“સારું તો આપણી ફ્રેન્ડશીપમાં થેન્ક યુ અને સોરી પણ જો કહેવાનું હોય તો તો મારે તેની ઘણી બધી વખત કહી દેવું પડે, એમ જ ને?”
આમ પ્રશાંત બોલતાં જ દિપક અને તે બંને હસી પડ્યા.
પ્રશાંત કહ્યું કે,
“હવે તારું કામ પતી જ ગયું છે, તો હું મારા કામે લાગુ. મારી પાસે પણ એક કેસ આવ્યો છે અને એને હેન્ડલ કરવો જરૂરી છે.”
“હા ચોક્કસ, મને ખબર છે. પણ એ કેસ રિલેટડ એમ સીધે સીધી માહિતી મારા સિવાય બીજા કોઈને લીક ના કરતો અને બધી માહિતી સૌથી પહેલા મને મળવી જોઈએ, પછી બીજા બધાને.”
“હા ચોક્કસ તને સૌથી પહેલા મળશે. તો હું જાવ.”
એના ગયા પછી, પીએ આવ્યો અને દિપકને કહ્યું કે,
“સર તમારી મીટીંગ આજે એમલે કિરીટભાઈ જોડે છે અને એનો સમય થઈ ગયો છે.. તો?”
“હા, હું આવું છું.”
કહીને તે પણ પોતાની ઓફિસે બહાર નીકળી ગયો અને એમલે સાથે મીટીંગ કરવા જતો રહ્યા.
સિયા પણ કોલેજનો સમય થઈ જતાં કોલેજમાં પહોંચી ગઈ. તેને જોઈને રોમાએ કહ્યું કે,
“મેડમ આજકાલ ક્યાં ખોવાઈ ગયા છો? દેખાતાં જ નથી.”
“તને ખબર તો છે કે મેં એક મહિનો લેટ એડમિશન લીધું છે, તે થોડું કોલેજનો પ્રોજેક્ટ અને વર્ક કરવામાં મારો ટાઈમ પાસ થઈ જાય છે. એટલે જ હું તને હમણાંથી મળી નથી શકી. છતાં પ્રશ્ન પૂછે છે?”
“અરે બાપ રે, તું તો અકળાઈ ગઈ.”
“તો શું કરું, અકળાઇ ના જાવ.”
“હમણાં થી તો ખબર નહિ કેમ બધા મારી જ પાછળ પડ્યા છો.”
“સોરી....”
“સારું, ખાલી સોરી... પણ પકડાઈ કેમ છે તો કે મને કહે છે કે કંઈ નથી લો. હું કંઈ મારા લીધે નહીં પણ માનવ તારા વિશે પૂછ પૂછ કરતો હતો એટલે મેં તને પૂછું છું?”
સિયા માનવનું નામ સાંભળતા જ તે એકદમ શાંત બની ગઈ અને એ રોમા નોટિસ કર્યું. છતાં એ વાત ઉપર જોર ના આપતા તેની સામું જોઈ રહી એટલે સિયા બોલી કે,
“તને ખબર તો હતી જ ને, એવો જવાબ આપી દેવો હતો ને.”
“એ તો મેં માનવને આપી જ દીધો હતો, એ માટે મારે તને પૂછવાની જરૂર નથી.”
“સોરી એન્ડ થેન્ક યુ.”
“એમ નહીં ચાલે, પનીશમેન્ટ મળશે.”
“ઓકે, બોલ તો.”
“ બસ એક કપ ચા....”
“ઓકે ચાલ કેન્ટીનમાં ચા પીવડાવું.”
અને બંને કેન્ટીનમાં પહોંચ્યા તો માનવ એના મિત્રો સાથે બેસેલો હતો. એને સિયા અને રોમાને કેન્ટીનમાં જોયા પછી પણ એ બંનેની નજીક ના આવ્યો કહો કે ના એમની સાથે વાત કરવા ગયો.
એટલે રોમાએ કહ્યું કે,
“સિયા આ માનવ તને ખરેખર ઓળખે છે ને?”
“કેમ એમ પૂછ્યું?”
“તો તે જોયું નહીં કે એ બીજા બધા વિદ્યાર્થીઓની જેમ આપણને આવતા જતા જોયા, એમ એને પણ આપણને પણ જોઈને ઇગ્નોર કરી દીધી.”
“અરે, એવું નથી. તે એટલા માટે તો વાત નથી કરતો કે કોઈ આપણી બંનેની વાતો એમના કોઈની સાથે ના ઉડાડે.”
“એમ છે, પણ એ તો બહુ બધી છોકરીઓ સાથે ફરે છે.”
“એવું તને કોણે કીધું, એ તો છે દરેક સ્ત્રીને મા સમાન માને છે અને એ તો એટલી બધી સ્ત્રીની કદર કરે છે કે તેના વિશે ખરાબ વિચારે નહીં કે બોલે નહીં અને સ્ત્રી સન્માન વિશે ખૂબ જ જાગ્રત છે. અને આજ સુધી મેં આવું ક્યારેય કોઈને નથી જોયો.”
(માનવ વિશે વિચારો સાંભળી રોમા શું કહેશે? એ બંનેની વાતો કોઈ સાંભળી જશે? સિયાના મનનો જુકાવ માનવ તરફ થયો છે, પણ તે આગળ વધશે કે રોકાઈ જશે? દિપક માનવ વિશેની કુંડળી કાઢી લેશે? એ જાણી શકશે કે વાત શું છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૧)