(માનવ અને સિયા વાતચીત કરે છે. એમની વાતચીતમાં માતાની ભક્તિ કેમ કરવી, કર્મ કેમ કરવું એ વિશે વાતચીત થાય છે. સિયા કોલેજ પહોંચીને માનવને જોવે છે. હવે આગળ....)
સિયાના મનમાં થયું કે,
“આટલો સરસ, સમજુ અને સંસ્કારી છોકરો આજ સુધી મેં ક્યારેય જોયો નથી. બાકી આજ સુધી મેં આટલા બધા જ છોકરા જોયા, પણ તે થોડા ઘણા અંશે ઉદંડ જ હોય કાં તો લંપટ હોય. પણ આજે મેં પહેલી વાર એવો છોકરો જોયો...
“જેને છોકરી સાથે ઓળખાણ હોય તો તે કોલેજમાં વટ પાડવા પણ વાત કરે જ્યારે આમાંનું અનીશે કંઈ જ કર્યું નથી. ઓળખીતી છોકરી સાથે વાત કરવાનો જરાય પ્રયત્ન ના કર્યો. દાદા સાચું જ કહેતા હતા કે,
“છોકરો છે ખરેખર સરસ અને સંસ્કારી. આવા સંસ્કારી છોકરા જોડે મિત્રતા કરવી ખોટી નથી.”
આમ વિચાર કરતી તે કયારે સૂઈ ગઈ એની તેને ખબર પણ ના પડી.
આ બાજુ હોસ્ટેલમાં કનિકા વિચારતા વિચારતા આડી પડી કે,
“કેવી છે દુનિયા અને કેવું છે અજબ એનું ગણિત. જ્યારે મારે કોઈની જરૂર હતી, હું દર્દમાં વિલખતી હતી, ત્યારે મારી પાસે કોઈ નહોતું અને આજે બધા જ મારી આગળ પાછળ ફરે છે. જો કે હું પણ એ સમજુ છે કે એ મારી આગળ પાછળ નથી ફરતા, પણ મારી વર્ધીની આગળ પાછળ ફરે છે. બસ પાવર હોય એની આગળ પાછળ આખી દુનિયા ફરે, બાકી એની કોઈ વેલ્યુ જ નથી હોતું.’
“જો કે મારે મારી વેલ્યુ કોઈની પાસે નથી કરાવી, મારી વેલ્યુ તો મારી નજરમાં તો છે. બસ હવે મારી નહીં પણ બધી જ સ્ત્રીની બીજા પણ વેલ્યુ પણ કરે એ પણ દેખાવ ખાતર નહીં પણ પોતાની નજરમાં કરેને, એ જ મારે જોવાનું છે.... એ જ મારા જીવનનો....
એટલામાં માસી આવ્યા અને માસીએ કહ્યું કે,
“બેટા, તું કેમ આજે ખાધા-પીધા વગર આડી પડી ગઈ.”
“બસ માસી મને કંઈ જ ભૂખ નથી લાગી.”
“લે તું તો ખરી છે, જ્યારે તારી આટલી સરસ પોલીસ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને તું પોલીસ બની ગઈ. જ્યારે તું આ હોસ્ટેલમાં આવી એટલે મને કહેતી હતી ને કે,
‘બસ મારા જીવનનો એક જ ધ્યેય છે, પોલીસ ઓફિસર બનવાનો.’
એ વખતે મને તારા ઈરાદાની ખબર નહોતી. હવે ખબર પડી ગઈ. એટલે તારા માટે જ ખૂબ જ ખુશ છું. હાલ તો તારી પોસ્ટિંગમાં કયાંક થઈ જશે. તો બસ તું એન્જોય કર. આમ પણ પોસ્ટિંગ થવામાં થોડા દિવસ બાકી હોય એટલો સમય તમે અગ્યાર મહિનાની થકાવનારી ટ્રેનિંગ લીધા પછી તમને આ રિલેક્સ થવાનો ટાઈમિંગ આપવામાં આવતો હોય છે. તો પછી રિલેકસ થા, ક્યાંક ફરવા જા.”
“ફરવા... મને ક્યાં કરતાં ક્યાં જવાનું ગમતું નથી, એ તમને ખબર છે ને અને આમ પણ હું આવા ચેહેરે કોઈ પણ જઈશ તો મને કોઈ ગમાડશે. ગમાડે અને નહીં ગમાડે તેના કરતાં હું ક્યાંય જોવા જ નથી માંગતી.”
“તું જાય કે ના જાય પણ હવે આ હોસ્ટેલની વિદાય આપવી પડશે જ ને?”
“હા એ તો મને ખબર છે કે આ હોસ્ટેલથી જવાનો સમય થઈ ગયો છે. મારું માન તો બેટા તું તારા મા બાપના ઘરે જા.”
માસીથી કંઈક અજુગતું બોલાઈ ગયું હોય એવું લાગતા તે ચૂપ થઈ ગયા એટલે કનિકા એમના ખોળામાં માથું મૂકીને બોલી કે,
“મારે મા બાપ હોત તો આ દુનિયામાં હું અનાથ હોત અને મારે આ બધું જોવાનું થોડી આવત. છોડો એ બધી વાત.”
“હા બેટા છોડ, પોસ્ટિંગ થશે ત્યારે તું ત્યાં જઈશ. ત્યાં સુધી તું શું કરીશ?”
“એ તો વિચારવાનું છે ને માસી?”
“હે બેટા ખરેખર તું કામ કરી શકીશ?”
“તમને કેમ એવું લાગે છે? હું કામ નહીં કરી શકું?”
“કામ તો કરી શકીશ, એ પણ તારા મનને કાબૂમાં કરી શકીશ?”
“કરીશ જ ને, એ પણ મારા મનને કંટ્રોલ તો કરીશ જ. અને તમને ખબર છે, મેં એ માટે કેટલી બધી મહેનત કરી છે અને આ પોલીસ ટ્રેનિંગ લીધી છે, એ માટે કેટલું બધું ભણી છું. સાચું કહું ને તો મારે હવે એવું જ કામ કરવું છે કે જે માટે લોકો વિચારતા હશે કે હું કરી શકીશ કે નહીં કરી શકું. હું હવે કોઈપણ રીતે અને પછી કોઈપણ ખરાબ લોકોને પાઠ ભણાવતા વાર નહીં કરું.”
“હા એ તો છે જ, સાચું કહું બેટા તું ખરેખર ખરાબ લોકોને બરાબર પાઠ ભણાવે જે. મને ખબર છે જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે શું થાય? મને તારી કથની તો ખબર નથી પણ મને મારી દીકરીની કથની અજીબ છે.”
“તમારૂ દીકરીની કથની?.. અને તમે તો મને ક્યારે પણ કહ્યું જ નથી કે તમારે કોઈ દીકરી હતી?”
“બેટા મને ખબર છે કે તને મેં તને ક્યારેય નથી કહ્યું કે મારી કોઈ કથની હતી કે મારી કોઈ દીકરી હતી. એટલું જ નહીં, હા મેં આજ સુધી ક્યારેય કોઈને નથી કીધું અને કોઈને કહેતી પણ નથી.”
“પણ કેમ?”
“કેમ એ તો ખબર નથી, પણ ખબર નહિ તને જોયા પછી એવું લાગે કે મારે તને મારી વાત કરવી જોઈએ....
‘બેટા મારા મા બાપ મને પરણાવીને એમનો પીછો મારાથી છોડાવી દીધો. મારો પતિ દારૂડિયો હતો અને કોઈ કામ ધંધા વગરનો. છતાં મારો કોઈ આશરો ના હોવાથી હું એને નિભાવતી હતી. મારો કોઈ સુખદુઃખ નો સાથી મારી સરસ મજાની દીકરી જ હતી.
તે નાની હતી એ વખતે એટલી સુંદર, નાજુક, નમણી હતી. એને જોયા પછી ભલભલા એમ જ કે આટલી નામણી, નાજુક જાણે કે તે લોકોની નજરમાં તો પૂનમનો ચાંદ હતી. પણ મારી નજરમાં એ તો બીજનો ચાંદ હતી. જે હજુ ઉગતો જ હતો, પણ એ ક્યારે અમાસમાં બદલાઈ ગયો એની એ મને તો ખબર જ ના પડે?”
“એવું તો શું થયું એની જોડે અને એનું નામ શું હતું?”
“મારી દીકરીનું નામ ને સવિતા હતું. એકદમ નામ પ્રમાણે નદી જેવી જ શાંત, સૌમ્ય. તે એટલી બધી રોમાળી હતી કે એ હસે તો તેના ગાલ પણ સરસ મજાના ખંજન પડે ને કે આપણે એને જોતા જ રહી જઈએ. એના લાંબા લચક વાળ અને એની લચક બહુ જ સુંદર. કદાચ એનું રૂપ તો આખા કોલોનીમાં એના જેવું જ કોઈનું નહોતું અને એમ કહીએ કે ભગવાને એને રૂપ ખોબલે ખોબલે ભરી ભરીને આપ્યું હતું.
“પછી...”
“બસ બેટા મેં એને એક સ્કૂલ ભણવા મોકલી. તેને મારી જેમ કામવાળી નહોતી બનાવી. તે સ્કૂલમાં ભણવામાં પહેલો નંબર આવતો જ હતો.એ ધીમે ધીમે મોટી થતી ગઈ અને એનું રૂપ ખીલી રહી હતું. હવે તો દસમા ધોરણમાં જ આવી ગઈ હતી, તો બધા જ કહેતા કે મારે હવે સવિતાના મેરેજ કરવા દેવા જોઈએ.”
“આમ પણ અમારા સમાજમાં તો દસમા ધોરણમાં ભણતી છોકરીના મેરેજ કરી દેવા જોઈએ. પણ બસ મેં થોડી જીદ કરી અને મારા ઘરવાળા પાસેથી એને 12 ધોરણ ભણવા સુધીની રજા એના બાપ જોડે લઈ લીધેલી....
(સવિતા જોડે શું થયું? સવિતાના લગ્ન થઈ ગયા? એ આગળ ભણી શકશે? એવું તો શું થયું કે એ માસી વાત એક દુઃખદ કથની બની ગઈ? કનિકા પર શું વીત્યું હશે? એની વાત શું હશે? કનિકાની પોસ્ટિંગ કયાં થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૩)