એક ષડયંત્ર.... - ભાગ 8 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 8

(ધીરુભાઈ અને સોમાભાઈ તે યુવકને મળે છે અને તેના વિશે જાણે છે. તેના વિચારો વિશે જાણી તેમને ખૂબ આનંદ થાય છે. હવે આગળ....)
“તારા જેવા આ દુનિયામાં બહુ ઓછા લોકો છે. તમારા જેવા યુવકો જો આ દુનિયામાં હોતને તો કોઈ મા બાપ દીકરીની ચિંતા ના કરે કે ના જન્મ આપતાં ખચકાય. તું આટલો સારો છે, એમાં તારા વડીલો અને જન્મદાતાનો મોટો હાથ છે. એમને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેજે.”
તે બંનેએ આવું માનવને કહ્યું તો તે,
“આ બધું તો તમારા આશીર્વાદનો પ્રતાપ છે. મારા વિચારો કે આ સેવા કરવાની ઈચ્છા કહો કે બધાની સેવા કરવાનું મન થાય એ જ મારા માટે સૌભાગ્ય છે. આ બધું મારા દાદા દાદીને કારણે છે.’
“ચાલો હું જાવ... આ દાદા ક્યારના મારા હાથ પકડીને તો ઉભા રહ્યા છે.”
એમ કહીને તે હાથ પકડીને નીચે ઉતરવા લાગ્યો એટલે ધીરુભાઈએ સોમાભાઈને કહ્યું કે,
“જોયું છોકરો છે ને, એકદમ સુસંસ્કારી અને ઉચ્ચ વિચારવાળો સાથે સાથે આચરણવાળો પણ. આવા બાળકોને જોઈને ખૂબ આનંદ થાય કે આપણને સમજનાર અને આપણી સેવા કરનાર કોક તો વ્યક્તિ આ દુનિયામાં છે. નહીંતર બાકી આપણા દીકરાઓનું ચાલે તો તે આપણને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવે.”
“એ વાત તો તારી સાચી ધીરુ આજકાલના બાળકો આપણને વૃદ્ધાશ્રમમાં મુકી આવતા પાંચ મિનિટ પણ વાર કરે એમ નથી.”
“બસ ભાઈ હવે આ ઊભા રહીને થાક લાગ્યો છે. તો ઘરે જઈએ.”
“હા ચાલ, હવે ઘરે જઈએ નહિંતર તારી ભાભી અને મારી ભાભી બંને આપણા પર ખીજાશે અને વહુ તો અલગ છે જ.”
એમ વાત કરીને બંને છૂટાં પડ્યાં અને દાદા દાદી ઘરે આવ્યા અને ઘરમાં બેસીને થોડો થાકનો પોરો ખાધો ના ખાધો ત્યાં જ તેમની વહુ તેમના માટે ચા નાસ્તો મૂક્યો. તે બંને જણાએ ચા નાસ્તો કરી અને ટીવી જોતા બેઠા હતા જ ત્યાં બપોરના 12:00 વાગે સિયા ઘરે આવી ગઈ.
તે ઘરમાં આવી એવી જ દાદા જોડે બેસી ગઈ. દાદા એ પૂછ્યું કે,
“બેટા તારું બધું કોલેજનું કામ અને ફોર્મલાટી પતી ગઈ કે નહીં? એડમિશન થઈ ગયું કે નહીં?”
“દાદા એક મિનિટ, પહેલા હું પપ્પાને ફોન કરી દઉં.”
એમ કહીને તેને તેના પપ્પાને ફોન કરીને કહી દીધું કે, ‘પપ્પા મારો કોલેજની બધી જ ફર્મોલીટી પૂરી પણ થઈ ગઈ છે અને મને એડમિશન પણ મળી ગયું છે.”
“સરસ બેટા અને ફીસ ભરી દીધી કે નહીં?”
“હા પપ્પા, એ પણ ભરી દીધી છે.”
“સરસ બેટા પછી કોલેજ ક્યારથી શરૂ થવાની છે?”
“એ કહ્યું નથી.”
ફોન મૂકયા બાદ તેને દાદાને કહ્યું કે,
“દાદા તમે સાંભળી તો લીધું જ હશે ને?”
“હા બેટા સાંભળ્યું જ ને કે તારું કોલેજમાં એડમિશન થઈ ગયું છે. હવે આજ પછી મારી દીકરી કોલેજમાં જતી થઈ જશે એમને?”
“હા દાદા મારે જવું તો પડશે જ ને, કોલેજમાં જો હવે એડમિશન લીધું છે તો ભણવું તો પડશે જ ને?”
“એમ નહીં બેટા, પણ ભણવામાં એ ભણવાની પણ એક અલગ મજા હોય છે.”
“તમને એવું લાગે છે, દાદા મને તો એવું કંઈ જ લાગતું નથી.”
“કેમ તને એવું કંઈ લાગતું નથી?”
“તો જુઓ ને દાદા હું કોલેજ ગઈ તો મને એ એઆ સ્કૂલ જેવું જ લાગ્યું.”
“એ તો બરાબર, તો પછી તને કોલેજમાં બીજું શું શું જોવા મળ્યું?”
“કોલેજમાં ને તો મોટું બિલ્ડીંગ હતું અને એની અંદર મોટા મોટા રૂમ. આપણે અંદર બેસીએ ને તો એવું લાગે આટલાં મોટા રૂમમાં કેટલા એકલા છીએ અને કદાચ એ રૂમમાં બેસવાનો વિચાર આવે ને તો એ રૂમમાં 200 થી 250 છોકરાઓ આવી શકે એવી મોટી હશે.”
“આટલા બધા છોકરાઓ હોય તો એની મજા જ અલગ હોય અને એમની સાથે ભણવાની મજા અલગ જ આવે. બેટા તને કેટલા બધા નવા નવા મિત્રો મળશે અને સાથે સાથે જાણવાનું પણ ઘણું બધું મળે.”
“હા એ તો છે દાદા, પણ એ હાલ બધું ક્યાં જરૂરી છે.”
ધીરુભાઈ હસી પડ્યાં,
“બેટા જે સમયે જે કરવાનું એ જ કરવાનું હોય અને કોઈ પણ સમયે કાર્ય કરવા કરતાં દરેક વસ્તુ કરવાનો યોગ્ય સમય હોવો જોઈએ અને યોગ્ય સમય કરેલી જ વસ્તુઓ તમને આગળ જતા ફળ આપે.”
“દાદા.. આવું બધું નથી સાંભળવું.”
“સારું... સારું, કોલેજમાં બીજું શું શું હતું એ તો કહે અને તને કોણ કોણ મળ્યું?”
“દાદા... કોલેજમાં લાઇબ્રેરી, કેન્ટીન એ તો બધું બરાબર. સાથે સાથે કોલેજમાં નેચરલ એન્જોય કરી શકીએ એ માટે ખુલ્લા ખુલ્લા મેદાન, ઝાડ નીચે બેસવાના બાંકડા. મને મારી ફ્રેન્ડ રોમા, સિવાય કેતા, નિશા, નીતા, વિધિ બધા મળ્યા હતા.”
“વાહ એ બધું જ હતું.”
“નહીં એમ જોવા જાવ ને ત્યાં બધા જ લોકો બાંકડા પર બેસી અને વાતો કરતા હતા, મજાક મસ્તી કરતા હતા. એ લોકો તો કોલેજ વિશે સરસ સરસ વાતો પણ કરતા હતા.”
“તો પછી કેન્ટીનમાં તું ગઈ કે ના ગઈ?”
“ગઈ હતી ને દાદા, ત્યાં જઈ અમે ચા પીધી. બધા સાથે વાતો કરી અને ખબર છે મારા ક્લાસના ઘણા બધા લોકો મળ્યા હતા. ત્યાં એટલું બધું ફ્રી વાતાવરણ હતું ને કે જ્યાં જયાં જોઈએ ને તો એમ જ લાગે કે બધા છોકરા છોકરી જોડે વાતો કરતા હોય. એકબીજા સાથે ફરતા ફરતા હોય, લાઇબ્રેરીમાં જઈને બધા બેસીને વાંચતા હોય.”
“તો પછી તું વિચાર કરને કે તને લાઇબ્રેરીમાં જઈને કેટલી બધી બુકસ વાંચવા મળશે, નવું નવું નોલેજ મળશે અને લાઇબ્રેરીમાં બેસીને તો તું કેટલી બધી ધાર્મિક બુકસ પણ વાંચવા મળશે.”
“હા દાદા એ તો મેં વિચાર્યું જ નહીં, મને ઘણી બધી બુકસ વાંચવા મળશે. એ સિવાય દાદા મને વાંચવા ઘણું બધું મળશે. દાદા લાયબ્રેરીનું કાર્ડ લઈ ને તો ઘરે પણ મળે ખરા.”
એ સાંભળીને દાદા બોલ્યા કે,
“એમ હોય, તો તું પછી લેતી આવજે. આપણે પણ વાંચીશું... આપણે નહીં ભાઈ હું વાંચીશ. બસ તું ફકત બુક લેતી આવજે.”
“હું લેતી આવીશ પછી તમને પણ વાંચવા મળશે.”
એમ કહીને તેમના ગળે ઝૂલવા લાગી અને એટલામાં તેની મમ્મી આવી અને કહ્યું કે,
“બસ તને આખો દિવસ દાદા દાદી એ જ દેખાય છે, તો ચાલ હવે મને મદદ કરવા.”
“અરે મમ્મી હું આવું છું ને તું શું કરવા આટલું બધું વિચારે છે અને આટલું બધું ટેન્શનમાં શું કામ લે છે?”
“હું આવું છું... આવું છું, તો પછી કામ કોણ કરશે. આમ પણ તારે તો ફક્ત વાતો કરવાની છે, કાં તો મંદિરે જવાનું છે.”
“હા, હવે... પણ પહેલાં તો મને ખૂબ ભૂખ લાગી છે...”
“હા તો ભૂખ લાગી છે, તો જમવા બેસો, જમવાનું તૈયાર છે. બેસી જાવ.”
“ચાલો દાદા આપણે જમવા બેસી જઈએ.”
“હા બેટા...”
એમ કહીને તો તે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. કોશાબેને થાળી પીરસી અને એમને તો થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક, સલાડ, અથાણું, પાપડ મૂકેલો હતો. જોડે જોડે શક્કરટેટી પણ સમારેલી હતી. જમતાં જમતાં દાદાએ સિયાને કીધું કે,
“બેટા તને એક વાત તો કહેવાની રહી ગઈ....
(ધીરુભાઈ શું કહેશે? એ સાંભળીને સિયા શું કહેશે? સિયાનું મન કોલેજમાં લાગશે? એ નહીં લાગે તો સિયાના પપ્પા શું કહેશે અને શું કરશે? એ છોકરો અને સિયા એકબીજાને મળશે? એ પરિચય આગળ શું રૂપ લેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯)