ભાવ ભીનાં હૈયાં - 45 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 45

" ઓહ..! બહુ ખોટું થયું. પણ તેમાં તમારો પણ વાંક નથી. હું તમારી હાલત સમજી શકું છું."

" તો પ્લીઝ..! પ્લીઝ..! અભિને ભૂલી જા..તેનાથી દૂર ચાલ્યો જા..!"

" પણ શું અભિ મને ભૂલી શકશે..? તે પ્રીતમને પ્રેમ આપી શકશે..?"

" વાર લાગશે..! પણ સમય સાથે તે પણ ભૂલી જશે ને તું પણ એને ભૂલી જઈશ. બસ તેનાથી દૂર ચાલ્યો જા. તેને ક્યારેય ન મળતો. ન કોઈ સંપર્ક કરતો. તેનાં સુખી જીવન માટે તે જ યોગ્ય છે."

" ઠીક છે. હું તેને હવે ક્યારેય નહીં મળું. પણ મારી શરત છે. તેનાં લગ્ન થાય ત્યાં સુધી હું તેની સાથે રહીશ.. શશાંકના રૂપમાં નહીં પણ બીજા વેશમાં..!"

" જો તેને ક્યારેય ન મળવાનું તું મને આમ વચન આપતો હોય તો મને તારી શરત મંજુર છે."

" બસ, દાદી તે દિવસથી હું તેનાથી દૂર થઈ ગયો. તે દિવસે ખરા તડકામાં ઉઘાડાં પગે મને મારી અભિ મળવા આવેલી. હું ત્યાં જ હતો. પણ વચનથી બંધાયેલ હું તેને ન મળ્યો. તે ખુબ રડતી હતી. તે ઘણીવાર સુધી તડકામાં જ મારી રાહ જોતી બેસી રહી. હું પણ તેને આમ જોતો ને બળતો હતો. ક્ષણવારમાં તો સાવ બદલાઈ ગયું. શશીકલા બની તેનાં લગ્નની બધી તૈયારી કરાવી. તેની દરેક પસંદથી..તેની ઈચ્છાઓથી હું વાકેફ હતો. એ મુજબ જ કર્યું. પણ એક વાર પણ મેં તેનાં ચહેરા પર લગ્નની ખુશી જોઈ ન હતી. તેનાં લગ્ન જોવાની મારામાં હિમ્મત નહોતી આથી તે જ દિવસે હું લંડન ચાલ્યો ગયો." આંખોમાં આવેલાં આંસુ લૂછતાં શશાંક ઊભો થયો ને પાણીનો ગૂંટ પીધો.

" તમારાં બન્ને સાથે બહુ ખોટું થયું. અમે ઘણીવાર અભિલાષાને કહેતા કે દીકરી લગ્ન કરી દે.. પણ તે કોઈ ને કોઈ બહાનું કાઢીને વાતને ટાળી દેતી..! દીકરા..! તારા લગ્ન થઈ ગયા..?" શશાંક સામે જોતાં દાદીએ પૂછ્યું.

" કેવી વાત કરો છો દાદી..! હું અભિને પ્રેમ કરતો હતો..! અભિ નહીં તો કોઈ નહીં..! નક્કી કરેલું. કેમકે હું સારી રીતે જાણું છું કે હું બીજી કોઈપણ સ્ત્રીને હું અભિ જેટલો પ્રેમ તો ન જ કરી શકું. તો શા માટે કોઈ સ્ત્રીની જિંદગી બગાડું..?"

" તારા માતા પિતાએ તને લગ્ન માટે દબાણ ન કાર્યું ?"

" કર્યું ને..! ખુબ દબાણ કરેલું..! પણ તેઓ મારી જીદ સામે હારી ગયા.પણ દાદી મેં ક્યારેય નહોતું વિચાર્યું કે અભિ મને આમ મળશે..!"

" બેટા..! સાચો પ્રેમ કરનારની સાથે ભગવાન પણ હોય છે. તેઓએ તમારી કસોટી લીધી. ને પ્રેમની પરીક્ષામાં તમે બન્ને પાસ થઈ ગયા છો. હવે તમને કોઈ જ અલગ નહીં કરી શકે."

" પણ દાદી..! એક પ્રોબલેમ થયો છે..!"

" શું થયું વળી..?"

" જયારે મને અભિ મળી ત્યારે મને તો એમ જ કે તેનાં લગ્ન થઈ ગયા છે. હું હજુએ કુંવારો છું એવી એને ખબર પડશે તો તે દુઃખી થશે. આથી હું તેની સામે ખોટું બોલ્યો છું."

" વળી પાછું શું લોચો વાળ્યો ?"

" મેં અભિને એમ કીધું છે કે, મેં પણ લગ્ન કરી દીધાં છે."

" અરે રે..! કર્યું સત્યનાશ..!"

" આવું ન બોલો દાદી..! સાત સાત વર્ષે મને મારો પ્રેમ પાછો મળવાની આશા જાગી છે ને તમે સત્યનાશ ન બોલો..!"

" મજાક કરું છું દીકરા..! મારા આશીર્વાદ તમારી બંનેની સાથે છે. બન્ને સાથે ખુબ ખુશ રહો ને સુખી થાઓ..!"

આમને આમ, અડધી રાત સુધી શશાંક અને દાદીએ વાતો કરી. ઊંગવા જ જતાં હતાં ત્યારે દાદીને વળી સવાલ થયો.

To be continue