અભિલાષા ધબકતા હૃદયે હોટેલમાં પ્રવેશી. તેણે ખાતરી કરવા પાછળ વળીને ફરી હોટેલનું નામ વાંચ્યું...
"મુસ્કાન...! શાશંક પણ આ જ નામથી..." આટલું બોલતા તો તેના ધબકારા ફરી વધી ગયા.
" મને કેમ એવું લાગે છે કે તે આટલાંમાં જ ક્યાંક છે..? એ અહીં દિવ માં થોડી હોય..? તો ક્યાં હોય..? એ પણ મને ક્યાં કંઈ ખબર છે..? તેને શોધવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે..? જે હોય તે પણ આજ ખબર નહીં કેમ મારુ દિલ કહે છે કે તે આટલામાં જ કયાંક છે..!"
ઘણા વર્ષો પછી તે શશાંકની હાજરી મહેસુસ કરતી હતી.
આખા રિસોર્ટને સુંદર લાઇટિંગથી અને રંગબેરંગી કુત્રિમ ફૂલોથી સજાવ્યુ હતું. પહેલાં દિવસે મહેંદી અને સંગીતની રસમ હતી. સૌ કોઈ લગ્નની રસમ (વિધિ) કરવામાં મગ્ન હતા. પણ અભિલાષાની નજર જાણે કોઈને શોધતી હોય તેમ ચારેય દિશામાં ફરતી હતી.
" અભિલાષા..! એક કામ કરીશ..મારું..." સુલોચનામેમે કહ્યું. તેઓ અભિલાષાના કૉલેજના પ્રોફેસર હતા. અભિલાષા તેઓની સૌથી પ્રિય સ્ટુડન્ટ. જ્યારે તેઓની દીકરી કીર્તિ અને અભય ભાગીને લગ્ન કરવાનું વિચારતા હતા ત્યારે અભિલાષા એ જ બન્નેને આમ ન કરવા સમજાવ્યા હતા અને બન્ને ના પેરેન્ટ્સને તેઓના લગ્ન માટે મનાવ્યાં પણ હતા. તેનું પરિણામ તો તમે જુઓ જ છો.
" હા, બોલોને મેમ..!"
" આ લિસ્ટ છે..દરેક ગેસ્ટની ક્યાં નંબરના રૂમમાં વ્યવસ્થા ગોઠવી છે તે આમાં લખેલ છે. પ્લીઝ જેને અગવડ પડે કે કોઈને રૂમ ન મળે તો તેઓની મદદ કરજે ને..!"
" હા, ચોક્કસથી..લાવો લિસ્ટ મને આપો..!" લિસ્ટ લઈ તેણે એક નજર લિસ્ટ પર ફેરવી. પછી તે ગેટ પર જ ઊભી રહી ગઈ. આવનાર દરેક ગેસ્ટને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે તેણે દરેકને તેઓના રૂમમાં મોકલ્યા.
છેલ્લે બે કપલ આવ્યા. બન્ને વયોવૃદ્ધ હતા. આથી ધીમે ધીમે ચાલતા હતા. તેઓને જોઈ અભિલાષાએ વેઈટરને બોલાવી બન્નેના હાથમાંથી સમાન ઉઠાવડાવ્યો.પણ લીસ્ટમાં જોતાં ખબર પડી કે આ બન્ને કપલ માટે બીજા માળ પર વ્યવસ્થા કરેલી. નીચેના બધા રૂમ પૅક થઈ ગયા હતા. બંને કપલ સીડી ચઢી ઉપર જઈ શકે તેમ નહોતું.હવે શું કરવું..?
સમજાતું નહોતું.
અભિલાષાએ થોડી સમજાવટ અને થોડી દોડધામ કરી તે વડીલોને નીચેના રૂમની વ્યવસ્થા કરી આપી.વડીલોના ચહેરા પર રાહતની ખુશી જોઈ અભિલાષાએ સંતોષનો શ્વાસ લીધો.
તે બસ તેના રૂમમાં જઈ રહી હતી. જેવો તેણે પોતાનો દુપટ્ટો સરખો કરી ખભે સરકાવ્યો..ને તે દુપટ્ટો કુત્રિમ ફ્લાવર પોટમાં ભરાઈ જતા ફ્લાવર પોટ નીચે પછડાયો અને તૂટી ગયો.
"ઓહ..my god..! આ શું થયું..? " કરતી અભિલાષા ફર્શ પર બેસીને ફસાઈ ગયેલ તેનો દુપટ્ટો કાઢવા લાગી. પોટ પડવાનો અવાજ સાંભળીને બધા ભેગા થઈ ગયા.
" sorry..! મારો દુપટ્ટો ફસાઈ ગયો હતો એટલે આ પોટ નીચે પડી તૂટી ગયો..હું હમણાં જ સાફ કરી દઉં છું..!" વિખરાયેલા ટુકડા ભેગા કરતા અભિલાષા ગભરાહટમાં બોલી.
"ઈટ્સ ઓકે મૅમ...! વેઈટર..! અહીં સફાઈ કરાવી દો..!" આટલું બોલી તે યુવાન ફટાફટ ત્યાંથી ચાલી નીકળ્યો.
" શાશંક..!આ તો શાશંક નો અવાજ છે...! " અભિલાષા સફાળી ઊભી થઈ તેને શોધવા લાગી. તેના હૃદયના ધબકારા 120 ની સ્પીડથી ધડકવા લાગ્યા. તેની નજર વ્યાકુળ થઈ તેને શોધવા લાગી..પણ ક્યાંય તેને શાશંક ન દેખાયો.
સૌ કોઈ લન્ચ લઈ પોતપોતાના રૂમમાં આરામ ફરમાવતું હતું. ત્યારે અભિલાષા દરિયા કિનારે જઈ બેસી ગઈ. તેની નજર દૂર દૂર સુધી ફેલાયેલ દરિયા તરફ હતી, તેના હાથ માટી સાથે રમતા હતા, જ્યારે તેનું મન...તેનું મન આઠ વર્ષ પહેલાં ની ભૂતકાળની એ યાદોને વાગોળવા લાગ્યું જ્યારે તેની શશાંક સાથે દોસ્તી થઈ હતી.
ક્રમશઃ.....