ભાવ ભીનાં હૈયાં - 8 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 8

" હું..?" અભિલાષાએ ઈશારો કરતા પૂછ્યું.

" ના..અભિષેક..અભિષેક..! ઉભો રે..!" અનિરુદ્ધ અભિલાષા આગળથી દોડતો અભિષેક પાસે ગયો.

" શશાંક કોલેજમાં કેમ નથી આવતો..? તને ખબર છે..?" અનિરુદ્ધએ અભિષેક પૂછ્યું. અભિલાષા આ બન્નેની વાતો સાંભળતી હતી.

" હા, મારી વાતનું તેને એટલું ખોટું લાગી ગયું છે કે તે કોલેજ આવતો જ બંધ થઈ ગયો છે." મનમાં જ અભિલાષા વિચારવા લાગી.

" ના..યાર..મેં એનો કોન્ટેક્ટ કરવાનો બે ત્રણ વખત ટ્રાય કરેલો પણ તેનો સંપર્ક થયો નહોતો. મને ખબર નથી.. તે કેમ નથી આવતો..!" અભિષેકએ કહ્યું.

" તેનો અકસ્માત થયો હતો ચાર દિવસ પહેલાં.. મરતા મરતા બચ્યો છે પણ તેની હાલત બહુ ક્રિટિકલ છે. અત્યારે તે હોસ્પિટલમાં છે." અનિરુદ્ધએ કહ્યું.

" શું.. ? એટલે તે કોલેજ નથી આવતો..? તેને વધુ વાગ્યું તો નહી ને..? અત્યારે તે કઇ હોસ્પિટલમાં હશે છે..?" અભિલાષાએ ચિંતા વ્યક્ત કરતા એકી શ્વાસે ઘણા પ્રશ્નો પોતાની જાતને જ કરી દીધા.તેને ખુદને સમજાતું નહોતું કે તેને શશાંકની આટલી ચિંતા કેમ થવા લાગી હતી..? તે કાન સરવા કરી આગળની વાતો સાંભળવા લાગી.

" ઓહ..માય ગોડ..! અત્યારે તે કઈ હોસ્પિટલમાં છે..? " અભિષેકએ પૂછ્યું.

" હરિઓમ હોસ્પિટલ..! હાઈવે પર છે તે..!" અનિરુદ્ધએ કહ્યું.

" લેટ્સ ગો..! તેને મળવા જઈએ..!" બન્ને મિત્રો હોસ્પિટલમાં શશાંકને મળવા ગયા.

અભિષેક અને અનિરુદ્ધની વાતો સાંભળી અભિલાષા ચિંતિત થઈ ગઈ. તે આટલા દિવસથી એમ માનતી હતી કે તેના કહેવાથી શશાંક કોલેજ નથી આવતો. પણ તેના અકસ્માતના સમાચાર સાંભળી અભિલાષા થોડી નર્વસ થઈ ગઈ.

" હું કેમ નર્વસ થાઉં છું..? હું તો તેને પસંદ પણ નહોતી કરતી તો..મને આવું કેમ ફીલ થાય છે..? પણ તે છે જ એટલો મસ્ત માણસ કે હું નહિ કોઈ પણ હોય..તેના વિશે આવા સમાચાર સાંભળે તો તેને ફિકર થાય જ..! પણ પણ..તે મસ્ત માણસ છે તો હું તેની સાથે ખરાબ વ્યવહાર કેમ કરતી..? કેમ કે તેના લીધે બધા વચ્ચે મને મૅમનો ઠપકો મળ્યો. પણ તેનો ઈરાદો તો ખરાબ નહોતો..તે મારા ચહેરા પર સ્માઇલ લાવવા ઇચ્છતો. હા, બધું જાણું છું..હું છતાં ખબર નહિ કેમ હું તેની સાથે આવો વ્યવહાર કરું છું..? બીજા કોઈ સાથે તો મારે આવું નથી..?" કોલેજથી ઘર જતા કોણ જાણે કેટલાય વિચારો તેના મનમાં પોતાની સાથે જ યુદ્ધ કરતા હતા.

ત્યાં જ તેની નજર હાઇવે પરના હરિઓમ હોસ્પિટલ તરફ ગઈ. થોડીવાર અભિલાષા હોસ્પિટલને જોઈ રહી..પણ પછી શું થયું.. તે રિક્ષામાંથી ઉતરી હોસ્પિટલ તરફ જવા લાગી. રિસેપ્સનિસ્ટને પૂછી તે શશાંકના રૂમ તરફ ગઈ. કોઈ તેને ઓળખી ન જાય તે માટે તેણે દુપટ્ટો બાંધી દીધો. તેણે દરવાજાની બારીમાંથી ડોકિયું કરી જોયું.

શશાંક બેડ પર સૂતો હતો. તેના માથા પર, તેના જમણા પગે, જમણા હાથની કોણી પર પાટાપિંડી કરેલ હતી. તે સૂતો હતો ને તેની બાજુમાં તેના પિતા સાથે અભિષેક અને અનિરુદ્ધ બેઠા હતા. શશાંકની આવી હાલત જોઈ અભિલાષા ધ્રુજી ઉઠી.

" એક્સક્યુઝ મી મૅમ..! સાઈડ પ્લીઝ..!" નર્સે દરવાજા પાસે ઉભેલી અભિલાષાને કહ્યું. અભિલાષા તરત ખસી ગઈ. તેના હાથમાં ડ્રેસિંગનો કેટલોક સામાન હતો. તે નર્સ અંદર ગઈ. અભિલાષા ફરી દરવાજાની બારીમાંથી જોવા લાગી.

નર્સ તેના માથા પરનો પાટો ખોલી ડ્રેસિંગ કરવા લાગી. ઘા ખૂબ ઊંડો હતો. ડ્રેસિંગ કરતાં શશાંકથી બૂમ પડાઈ ગઈ. શશાંકનો દર્દભર્યો અવાજ સાંભળી અભિલાષાની આંખો ભરાઈ ગઈ. તેણે આજુબાજુ નજર ફેરવી પોતાના આંસુ લૂછી નાખ્યા ને ત્યાં રૂમની બહારની બેઠક પર બેસી ગઈ. થોડીવારમાં નર્સ બહાર આવી.

" એક્સક્યુઝ મી મૅમ..! શશાંક ને હવે કેવું છે..?" નર્સને ઉભા રાખી અભિલાષાએ પૂછ્યું.

" અત્યારે તો સારું છે. પણ માથા પર ઊંડો ઘા થયો છે તેની અસર તેની માનસિક સ્થિતિ પર પડી શકે છે."

" મતલબ..? તે જલ્દી સાજો તો થઈ જશે ને..?"

" તેની અત્યારની સ્થિતિ જોતા લાગે છે કે તેને નોર્મલ થતા એકાદ મહિનો કે તેથી વધુ સમય પણ થઈ શકે. પેશન્ટને હાથ પગ માથાની સાથે સાથે કમરના ભાગે પણ ઇજા થઇ છે. તો..."

" મૅમ..! અત્યારે તે વાતો કરી શકે છે..? "

" હા, પણ ડૉક્ટરએ તેને વધારે બોલાવવાની ના પાડી છે. તેને પ્રેમ અને હૂંફ જેટલું વધુ મળશે તેટલો તે જલ્દી સાજો થશે." આટલું કહી નર્સ ત્યાંથી ચાલી ગઈ.

અભિલાષા ફરી એકવાર શશાંકને જોઈ ત્યાંથી ઘર તરફ જવા નીકળી ગઈ. ફરી તેનું પોતાની સાથે જ વિચારોનું યુદ્ધ ખેલાયું. તે દિવસે આખી રાત તેને ઊંઘ ન આવી. સવારે મનોમન તેણે નક્કી કર્યું.

" શશાંક મારી ખુશી માટે..મારા ચહેરા પર સ્માઇલ લાવવા માટે ઉટપટાંગ હરકત કરતો હતો. પણ હું તેની એ લાગણીને સમજી ન શકી. હવે મારો વારો. હું કંઈ પણ કરી તેના ચહેરા પર સ્માઇલ લાવીને જ રહીશ."

( શું કરશે.. અભિલાષા શશાંકના ચહેરા પર સ્માઈલ લાવવા..? તે જાણવા તમારે next પાર્ટની રાહ જોવી પડશે. જલ્દી જ મળીએ અભિલાષા અને શશાંક સાથે..ટેક કેર ફ્રેન્ડ્સ..😊😊)

To be continue...