ભાવ ભીનાં હૈયાં - 46 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

  • લવ યુ યાર - ભાગ 65

    સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પ...

  • બુદ્ધિ વગરનું અનુકરણ

      એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવા...

  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 46

આમને આમ, અડધી રાત સુધી શશાંક અને દાદીએ વાતો કરી. ઊંગવા જ જતાં હતાં ત્યારે દાદીને વળી સવાલ થયો.

" અભિના પિતાને તે વચન આપેલું આથી તું તેનાથી દૂર ચાલ્યો ગયો હતો. આ વાત અભિને કેમ નથી કહેવાની ?"

" અરે મારી ભોળી દાદી..! હુ નથી ઈચ્છતો કે અભિલાષા તેનાં પિતાની મજબૂરી વિશે જાણે અને દુઃખી થાય તથા તેનો અધૂરો પ્રેમ રહેવા માટે પિતાને દોષી સમજે. તેનાં મનમાં હું ખોટો છું. હું તેને છોડીને ચાલ્યો ગયો છું. તે જ બરાબર છે. હું કંઈ પણ કરીને તેને મનાવી લઈશ. તેનાં સ્વર્ગસ્થ પિતાને સ્વર્ગમાં તેમજ અભિના દિલમાં શાંતિથી રહેવા દઈએ."

" હા, એ પણ છે."

" પણ દાદી..! અભિ મને માફ તો કરશે ને..?"

" કેમ નહીં કરે..? જરૂર કરશે..? તારી સાથે સાથે હું તેને પણ જોતી હતી. મને તેની આંખોમાં પણ તારા પ્રત્યેનો પ્રેમ છલકાતો દેખાતો હતો..!" હસીને દાદીએ કહ્યું.

" દાદી..! ધન્ય છે તમારી આંખો ને..! વિના ચશ્મેં પણ તમે બધું જોઈ શકો છો..! "

સવારે નર્સ આવી અને અભિલાષાને ચેક કરવા લાગી. ત્યારે શશાંક અને દાદી જાગી ગયા. અભિલાષા પણ જાગી ગઈ. બી.પી., શરીરનું ટેમ્પરેચર ને હૃદયના ધબકારા ચેક કરી નર્સે ખાલી થઈ ગયેલ બોટલ કાઢીને નવી બોટલ ચડાવી. આ દરમિયાન શશાંક અભિલાષા પાસે આવ્યો ને ધીમેથી બોલ્યો.

" ગુડ મોર્નિંગ અભિ..! હવે તારી તબિયત કેવી છે? "

" ગુડ મોર્નિંગ..! આઈ ફિલ બેટર ધેન યસ્ટર્ડે.." ધીમેથી હસીને અભિલાષા બોલી.

"ઘરે જવું છે..? તારા બચ્ચાઓ તારી રાહ જુએ છે..!"
અભિલાષાએ હકારમાં મોઢું હલાવ્યું.

તે દિવસે સાંજે અભિને ડિસ્ચાર્જ કરી.

એક અઠવાડિયા સુધી શશાંક અભિ સાથે રહ્યો ને બધાએ તેની ખુબ કાળજી લીધી. આખરે અભિલાષા એકદમ સ્વસ્થ થઈ ગઈ.

" હવે અભિ એકદમ સ્વસ્થ થઈ ગઈ છે. મારે હવે અભિને સાચું જણાવી તેને પ્રપોઝ કરી દેવી જોઈએ. હવે મારાથી વધુ રાહ નહીં જોવાય. સાત સાત વર્ષો અમે એકલા રહ્યાં પણ હવે હું મારી અભિને છોડીને ક્યાંય નહીં જાઉં..બસ અભિના મનમાં મારા વિશે શું વિચાર છે તે જાણી લેવું જોઈએ..!" શશાંક હાથમાં ચાનો કપ લઈ બેઠો હતો ને મનમાં જ વિચારે જતો હતો ત્યારે અભિલાષા આવીને તેની સામે ખુરશીમાં ગોઠવાઈ. પણ આ શું શશાંક હજુ પણ કોઈ વિચારોમાં જ ખોવાયેલો હતો.

" ગૂડ મોર્નિંગ શશી..!" પણ શશાંકે સાંભળ્યું નહીં.

" હેલો..! ગુડ મોર્નિંગ..! " અભિલાષાએ જયારે મોટેથી કહ્યું ત્યારે શશાંક જાણે ભાનમાં આવ્યો.

" ઓહ..! ગૂડ મોર્નિંગ અભિ..! તુ ક્યારે આવી..?"

" ત્યારે.. જયારે તુ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો..! તારી વાઇફની યાદ આવે છે..? કેટલાય દિવસથી તુ મારી સાથે છે. તેને ખબર તો છે ને કે તુ અહીં છે..!"

"અરે નહીં..! એવુ કંઈ નથી..!"

" તો કેવું છે ? કોના વિચારોમાં ખોવાઈ ગયેલો..?"

" તારા..! મતલબ.. હું વિચારતો હતો કે તે લગ્ન કેમ ન કર્યા..?"

" બસ..! તું મને મૂકીને ભાગી ગયો એટલે..!"

" સોરી અભિ..!"

" દોષ તારો નથી..! મારી કિસ્મતનો છે..! જન્મ થયો ને પાંચ વર્ષે મારી મમ્મી છોડીને ચાલી ગઈ. તારી સાથે પ્રેમ થયો..એટલી હદે કે તારા સિવાય હું કોઈનો વિચાર પણ કરી નહોતી શકતી. ત્યારે તું મને કહ્યાં વિના જ ચુપચાપ મારી જિંદગીથી ચાલ્યો ગયો. એક સહારો હતો પિતાનો..! તે પણ મને સાવ એકલી મૂકીને ચાલ્યાં. મારા નસીબમાં જ એકલતા લખી છે તો કોઈને દોષ શું આપું..?"

" મતલબ, તુ મારાથી નારાજ નથી..? "

" છું ને.. ખુબ નારાજ છું. મનમાં વિચારેલું કે તુ મારી સામે આવીશ તો ક્યારેય તારી સાથે વાત નહીં કરું.. ! પણ..!"

" પણ..! પણ શું અભિ.. ? તો મારી સાથે વાત કેમ કરી..? "

" તને જોઈને મારો બધો ગુસ્સો ઓગળી ગયો."

"એક વાત પૂછું અભિ..?"

" બોલ..!"

" તું હજુ પણ મને પ્રેમ કરે છે? "

શશાંકનો સવાલ સાંભળીને અભિલાષા ચૂપ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું જવાબ આપે.

" ચૂપ કેમ છે..? બોલ ને અભિ..! તું હજુ પણ મને પ્રેમ કરે છે..? " શશાંકે અભિલાષાનો હાથ પકડી કહ્યું.

🤗 મૌસમ 🤗

To be continue