ભાવ ભીનાં હૈયાં - 44 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 44

" સોરી અંકલ..! પણ તમે આવું ન કરી શકો..! અભિને પૂછ્યાં વિના જ તેનાં લગ્ન ફિક્સ કરી લીધા..! આ ખોટું છે. તે પુરેપુરી સ્વતંત્ર છે તેનાં જીવન સાથીની પસંદગી કરવા માટે. "

" તેને કઈ સ્વતંત્રતા આપવી ને કઈ નહીં..! તે તારે નહીં મારે નક્કી કરવાનું છે."

" હા, તમે તેનાં પિતા છો. પણ એનો મતલબ એ નહીં કે તેનાં જીવનના દરેક નિર્ણય તેને પૂછ્યાં વિના તમે જ લો..! એ હવે નાની બચ્ચી નથી. અંકલ..! તેને પણ હક છે તેની મરજીથી જીવવાનો..! એને જીવવા દો..! એને જબરદસ્તી કોઈ એવા બંધનમાં ન બાંધી દો કે આખી જિંદગી તેને અફસોસ રહે. તમારા કહેવાથી તે કોઈની પણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જસે. માત્ર ને માત્ર તમારી ખુશી માટે.. પણ તેની ખુશીનું શું ? તેનાં સપનાઓનું શું ? તેની ઈચ્છાઓનું શું ? એકવાર એ પણ વિચારી જુઓ અંકલ..!" થોડી વાર ફોન પર જ બંને શાંત થઈ ગયા. પછી ખુબ શાંતિથી તેઓ બોલ્યા,

" બેટા..! હું તને ખાસ ઓળખતો નથી. પણ અભિલાષા તને મળવા ઘરેથી નીકળી ત્યારે તેનાં મોબાઇલમાથી તારો નંબર લીધો. હું તને પ્રેમથી સમજાવું છું કે મહેરબાની કરીને તું તેને ભૂલી જા."

" કેવી રીતે ભૂલું અંકલ..! હું તેને પ્રેમ કરું છું. કદાચ મારો પ્રેમ એકતરફી હોત તો હું ભૂલી જાત પણ અભિ પણ મને..! સોરી અંકલ..! આ મારાથી નહીં થાય."

" હું મજબૂર છું, અભિના લગ્ન મિત્રનાં દીકરા સાથે કરાવવા માટે..! મેં તેને વચન આપ્યું છે."

" ઓહ..! તો મિત્ર સાથે દીકરીનો સોદો કરીને આવ્યાં છો ને તેને વચન કહો છો..? એક પિતા તરીકે તમે તમારી વ્હાલસોયીની ખુશીઓનાં બદલામાં વચન પાળશો..? આ તમને શોભતું નથી અંકલ..!"

"તને હકીકતની ખબર નથી માટે આવું બોલે છે."

" તો આપ,જ કહો..! શું છે હકીકત..?"

" તો સાંભળ..! હરગોવન ને હું ઘણા સમયથી ખાસ મિત્રો હતાં. પાસ પાસે જ અમારું ઘર. અભિની મમ્મી અને ભાભી બંનેને પણ ખુબ સારું બનતું. પૈસે ટકે હરગોવન અમારા કરતાં થોડો વધુ અમીર હતો. પણ ક્યારેય તેની અમીરી અમારા સંબંધો વચ્ચે આવી નહોતી. હરગોવનના ઘરે પ્રીતમ જન્મ્યો ને થોડા જ મહિનાઓ બાદ મારી અભિ જન્મી. બંને પરિવાર બાળકોની કીકીયારિયોથી ગુંજી ઉઠ્યો. પણ ખુશીઓને પણ એક જ ઠેકાણે રહેવાનું ક્યાં ગમે છે..? અભિના જન્મના થોડા જ મહિનાઓ બાદ ખબર પડી કે તેની મમ્મીને ટ્યુમર છે. દિવસેને દિવસે તેની બીમારી વધતી ગઈ. તેનાં ઈલાજ અને દવાઓના ખર્ચમાં મારો જામેલો ધંધો પડી ભાગ્યો, દાગીના પણ વેચાઈ ગયા. અભિના જન્મ બાદ બે વર્ષમા તો ગુજરાન ચલાવવું ભારે પડવા લાગ્યું. ત્યારે મિત્રની મદદ લેવા સિવાય મારી પાસે કોઈ જ ઉપાય નહોતો. હરગોવનને આજીજી કરતાં મેં મદદ માંગી કે, મિત્ર..! આફત આવી પડી છે.. ! પત્નીની દવાનો ખર્ચ તો ઠીક પણ ઘર ખર્ચ પણ નથી. થોડી મદદ કર..! થોડાં થોડાં કરી વ્યાજ સહિત તને બધું જ પાછું આપી દઈશ. બસ તારી ભાભી જલ્દીથી સાજી થઈ જાય. જો ઈલાજ નહીં કરાવું તો આ બે વર્ષની ફુલ જેવી મારી દીકરી માં વિનાની નોંધારી થઈ જશે. ત્યારે હરગોવને કહેલું કે, ચિંતા ન કર..! તારે જેટલાં રૂપિયાં જોઈએ તેટલાં લઈ જા અને ભાભીનો ઈલાજ કરાવ. મારે તારી પાસે વ્યાજ શું રૂપિયાં પણ પાછા જોઈતા નથી. બસ આના બદલામાં મને તારી દીકરી આપજે. પ્રીતમ સાથે અભિના લગ્ન કરાવજે. તેને વહુની જેમ નહીં દીકરી કરતાં પણ વધુ હરખથી સાચવશું ને પ્રેમ આપશું. ત્યારે મજબૂર અને લાચાર હું પત્નીના ઈલાજ માટે પૈસાની લાલાચમા આવીને મેં વચન આપતાં કહેલું કે, અત્યારે તો તે ખુબ નાની છે પણ લગ્નની વય થશે ત્યારે પ્રીતમ સાથે પરણાવશું. હરગોવનના પૈસાથી પત્નીને માત્ર ત્રણ વર્ષ જ બચાવી શક્યો પણ તેને આપેલાં વચનથી કાયમ માટે બંધાઈ ગયો. વચનના રૂપમાં મારે મિત્રનુ રુણ ચૂકવવાનું છે. આજ પણ આ બાપ એટલો જ મજબૂર છે જે વીસ વર્ષ પહેલાં હતો." આટલું બોલતાં બોલતાં તો અંકલ રડવાં લાગ્યાં.

🤗 મૌસમ 🤗

To be continue