ભાવ ભીનાં હૈયાં - 16 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 16

" મને ખબર છે.. તો પણ તારા મોઢે મારે સાંભળવું છે યાર..!" મારી પાછળ ભાગતા ભાગતા તેણે કહ્યું.

" પછી ક્યારેક..અત્યારે નહિ..!"

" એક દિવસ તું સામે ચાલીને આવીશ અને મને કહીશ કે આઈ લવ યુ શશી..!"

"ઓહ..આટલો બધો કોન્ફિડન્સ..! હું રાહ જોઇશ તે દિવસનો..!" મેં હસીને કહ્યું. તે પણ મારી સામે જોઈ હસવા લાગ્યો. થોડી વાર અમે બન્ને એકબીજાને આમ જ જોતા રહ્યા ને હસતાં રહ્યા.

" તે બિચારા શશીને કેટલો બધો તડપાવ્યો યાર..! હું હોત તો ફટાકથી બોલી દેત આઈ લવ યુ .!" કીર્તિએ કહ્યું.

" હા, હો..મને કહી દીધું હતું તેમ..ફટાક..થી..! પણ અભિ પછી તેં તેને આઈ લવ યુ કહ્યું પણ હતું કે નહીં..બિચારો શશાંક..!" અભય બોલ્યો.

"હા, કહ્યું હતું ને..પણ કોલેજ પૂરી થયા પછી..!"

" અભિ..યાર..આવું ન કરાય..બહુ તડપાવ્યો તે બિચારાને..!" અભયે કીર્તિનો હાથ ઝાલી કહ્યું.

"હા, થોડો ઘણો..પણ તેનો બદલો તે હવે મારી સાથે લઈ રહ્યો છે.. મને તડપાવીને..!" દરિયાના ઉછળતા મોઝા સામે જોઈ અભિલાષાએ કહ્યું.

" મતલબ..? તે તને છોડીને ચાલ્યો ગયો..? તેની યાદોમાં તું તડપે છે..?" અભયે સહજતાથી પૂછી લીધું.

" શાંતિ રાખને અભય..! અભિલાષા..! તું આગળ બોલ..પછી શું થયું..?" કીર્તિએ અભયને ચૂપ કરાવતાં કહ્યું.

"દિવસે ને દિવસે અમારી યારી..દોસ્તી..પ્રેમ..ગાઢ થતા ગયા..! આખી કોલેજમાં અમારો પ્રેમ એક મિશાલ બની ગયો. કીર્તિ તારા મૉમ પણ આ વાતથી અજાણ નહોતા. ઈવન કોલેજના દરેક પ્રોફેસર અમારી દિવાનગી વિશે જાણતા હતાં. હું ને શશાંક હમેશાં કોલેજમાં ટૉપર રહેતાં. અમારો પ્રેમ ક્યારેય અમારાં અભ્યાસ પર હાવી નહોતો થયો. અમે બન્ને સાથે ખૂબ સારું ભણી શકતાં. કોઈ કારણસર અમારાં બન્નેમાંથી કોઈ કોલેજ ન જઈ શક્યું તે દિવસે અમારા બન્નેનો અભ્યાસ બગડતો. કેમકે એકબીજા વગર ભણવામાં અમારું મન જ નહોતું લાગતું. અમે એકબીજાની કમજોરી નહિ પણ તાકાત હતાં. અમે એકબીજાની આદત બની ગયા હતા. આ વાતનો સૌથી વધુ અહેસાસ અમને કોલેજ પુરી થયા પછી થયો."

અભિલાષા ચમકતાં તારાને થોડી વાર જોઈ રહી ને ઊંડો શ્વાસ લઈ વાત આગળ વધારી.. કીર્તિ અને અભય તો આતુર મને કાન સરવા કરી અભિલાષાને સાંભળતાં હતાં.

" કોલેજ પુરી થયા પછી પણ હું ને શશાંક અવિરતપણે વાતો કરતાં, દર અઠવાડિયે અમે મળતાં ને અચાનક એક દિવસ.. ના શશાંકનો કૉલ કે ના શશાંકનો મેસેજ..! ત્રણ વર્ષમાં આવું પહેલી વાર બન્યું હતું. મેં પણ તેને ઘણા કૉલ કર્યા પણ એકવાર પણ તેનો ફોન લાગે નહિ. ઘણા મેસેજ કર્યા પણ ના તેના સુધી મારા મેસેજ પહોંચતાં..ના કોઈ તેનો રીપ્લાય આવ્યો.હું વ્યાકુળ થયે જતી. થોડી થોડીવારમાં હું મારો મોબાઈલ ચેક કરતી. પણ તેનો કોઈ મેસેજ કે કૉલ ન આવ્યો. તે રાત્રે હું સુઈ ના શકી. કેમ તેણે મારી સાથે વાત ન કરી..? કેમ તેનો કોન્ટેક્ટ ન થયો..? આવા તો કેટલાય નેગેટિવ વિચારો મારા મગજમાં તોફાન બની ધૂમ મચાવતાં હતાં."

" શું શશાંક ત્યારે તને મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો ..? પછી તારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો..?" અભયે પૂછ્યું.

" ના, એવું નહોતું થયું... સાંભળો..! શશાંક મારી આદત બની ગયો હતો. હું એક દિવસ પણ તેની સાથે વાત કર્યા વગર નહોતી રહી શકતી. જ્યારે શશાંક સાથે ચાર દિવસ મારે વાત ન થઈ. તેના વગર જાણે હું કંઈ નથી..એવું મને લાગ્યું. મારો તેના પરનો વિશ્વાસ તો ડગ્યો નહોતો પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે મારી જિંદગીનો અનમોલ હીસ્સો બની ગયો હતો. તે ચાર દિવસ મને ચાર વર્ષ જેવાં લાગ્યાં."

" કેમ..? કેમ શશાંકએ તારી સાથે ચાર દિવસ વાત ન કરી..?" કીર્તિએ પૂછયું.

To be continue...

ખૂશ રહો..ખુશહાલ રહો..😃😃
મસ્ત રહો..સ્વસ્થ રહો..☺️☺️

🤗મૌસમ 🤗