આત્મજા - ભાગ 14 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 14

આત્મજા ભાગ 14

કંચન બહેન નંદિનીને ગમે તેમ બોલે જતા હતા પણ તે તરફ ધ્યાન ન આપતા નંદિની રસોડાના પ્લેટફોર્મ પાસે ગઈ. ઘી ઢોળાયેલું જોઈ તેને તરત જ ખબર પડી ગઈ કે આ યોજના તેના માટે બની હતી પણ તેનો ભોગ કીર્તિ બહેન બન્યા. આ આવી બીજી ઘટના હતી જેમાં કંચનની યોજના ઉલટી પડી હતી.

કંચન બહેને ડોક્ટર બોલાવી કીર્તિની સારવાર કરાવી. કીર્તિ આરામ કરતી હતી ત્યારે કંચન બહેન તેના રૂમ માંથી બહાર આવ્યા. ત્યાજ તેઓને નંદીની સામે મળી.

" બા..! હવે મારી દીકરીને મારવાના અખતરા છોડી દો. ઈશ્વર પણ નથી ઈચ્છતા કે તે મારા ગર્ભમાં મરે. તમારી બધી યોજના ઉલટી પડે છે અને મારી દીકરીને જગ્યાએ તમારી દીકરી તેનો ભોગ બને છે. તો મહેરબાની કરીને હવે રહેવા દો. મારા નિર્દોષ નણંદબાને શા માટે તમે આટલી સજા આપો છો..?” કટાક્ષ કરતા નંદિનીએ કહ્યું.

“બચી ગઈ છે તો આટલું ફૂલી જવાની જરૂર નથી. મારી યોજનાઓ તારી કાળમુખી છોકરીના કારણે જ નિષ્ફળ થઇ છે. પણ બહુ ખુશ થવાની જરૂર નથી. મારાં કુળનો વિનાશ તો હું નહીં જ થવા દઉં. જોઉં છું ક્યાં સુધી તું તારી છોકરીને બચાવી શકે છે." આટલું કહી કંચનબહેન મોઢું મચકોડી ચાલતા થયા.

“બા, મારી દીકરીની રક્ષા તો ઈશ્વર કરશે જ, પણ તમે એ વાત કેમ ભૂલો છો કે તમારી યોજનાઓ જ તમારી દીકરીના દુઃખનું મોટું કારણ બને છે. ભગવાન તમને સદબુદ્ધિ આપે.” આટલું કહી નંદિની તેના રૂમમાં ચાલી ગઈ. ઘરમાં બનેલ અકસ્માતથી કોઈએ રાતનું ભોજન લીધું નહીં. બાકીના તો ન જમે તો ચાલે પણ નંદિનીને તો બરાબરની ભૂખ લાગી હતી. આખરે તેના પેટમાં પાંચ મહિનાનું બાળક જો હતું.

નંદિની રાતના અગિયાર વાગ્યે રસોડામાં ગઈ. કામવાળા બાઈએ બધું સાફ કરી દીધું હતું. પણ સ્ટવ ઉપર તેણે બનાવેલો સુપ હજી તેમનો તેમ હતો. નંદિનીએ સુપ ગરમ કર્યો અને એક બાઉલમાં ભરીને તે ઉપરના માળે પોતાના બેડરૂમમાં ગઈ. હાથમાં રહેલ સૂપનો બાઉલ તેણે ટેબલ પર મુક્યો.

" અગિયાર વાગી ગયા છતાં પ્રદીપ હજુ આવ્યા નથી. એકવાર ફોન કરીને પૂછી જોઉં." નંદિનીએ મોબાઈલ હાથમાં લીધો અને પ્રદીપને ફોન લગાવવા લાગી. એક-બે વાર નહીં પરંતુ છ વાર ફોન લગાવ્યા. પણ પ્રદીપ તેનો ફોન રિસિવ કરતો નહોતો. નંદિની ચિંતા વધી. એક બાજુ ભૂખથી તેના હાલ-બેહાલ થતા હતા જ્યારે બીજી બાજુ પ્રદીપ ફોન નહોતો ઉઠાવતો તો તેની ચિંતા થતી હતી.

નંદિનીએ સૂપનો બાઉલ હાથમાં લીધો. ચમચી ભરી તે મોઢા માં મુકવા જતી હતી ત્યાં કંચનબહેન આવીને તાડૂક્યા.

“કાળમુખી મરી જા તુ મરી જા..! તારા જેવી અભાગણી મારા ઘરે ક્યાંથી વહુ બનીને આવી...? જો તારા અને તારી છોકરીના અશુભ પગલાથી ઘરની શી હાલત થઈ છે.” ગુસ્સાથી એકી સામટા કંચનબેન નંદિની પર તાડૂક્યા.

" અરે બા..! પણ થયું શું..? આટલા ગુસ્સામાં કેમ છો..? ત્રીજી તમારી યોજના અવળી પડી કે શું..?" સુપના બાઉલમાં ચમચી ફેરવતા ફેરવતા નંદિનીએ કહ્યું. નંદિની પણ જાણે કંચન બહેન પાસેથી કટાક્ષ કરતા શીખી ગઈ હતી.

“ તારા અને મારા ધણીને ગોઝારો અકસ્માત નડ્યો છે. પાસેની હોસ્પિટલમાં કેટલાક લોકો તેઓને લઈ ગયા છે. નંદિની આ બધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ કહેલી દરેક વાત સાચી પડે છે. આ વખતે પણ જો એવું જ થયું છે. હજુ એ સમય છે માની જા તું. તારા પેટમાં રહેલી અભાગણી ને દૂર કર.” સાસુમાની વાત સાંભળી નંદનીના હાથમાં રહેલ સૂપનો બાઉલ નીચે પડી ગયો. કંચન બહેન ભગવાનના મંદિર સામે બેસીને કલ્પાંત કર્યે જતા હતા ત્યારે નંદિનીએ તરત જ ડ્રાઇવર બોલાવ્યો અને હોસ્પિટલ જવા નીકળી. ત્યાં જ..

“ દુર્ઘટના બન્યા પછી અડધી રાતે તું ત્યાં જઈને શું કરીશ..? ક્યાંય નથી જવું રહેવા દે.” કંચનબહેને કહ્યું.

“ બા તેઓ ઘાયલ થયા હશે..! તેઓને આપણી જરૂર છે. અડધી રાત થઈ તો શું થયું..? હોસ્પિટલમાં મારો ધણી અને બાપુ ઘાયલ હાલતમાં છે. તો આપણું જવું ખૂબ જરૂરી છે.”

“આ બધા ઉપકાર કરવાનું તો રહેવા દે..! આ ઘર પર બસ એક જ ઉપકાર કર તું.! તારા પેટમાં રહેલ કાળમુખી ને દૂર કર તો ઘરનો કંઈક ઉદ્ધાર થાય..! આમને આમ તો મારો ઘર પરિવાર વિખરાઈ જશે. ટૂંક સમયમાં જ મારા કુળ નો નાશ થઈ જશે..! ત્યારે તું શું કરીશ..?”

“એ બધું જવા દો બા અત્યારે..! બધું જ સારું થશે. ચલો હોસ્પિટલ જઈએ.”

To be continue....

મૌસમ😊