આત્મજા - ભાગ 15 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 15

આત્મજા ભાગ 15

નંદિની અને કંચનબેન હોસ્પિટલ ગયા. પ્રદીપ અને હરખસિંગની તબિયત બહુ જ નાજુક હતી. તેઓની હાલત જોઈને નંદિની અને કંચનબેનની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંચનબેન તેઓની પાસે બેઠા, જ્યારે નંદિની ડૉક્ટરને મળવા ગઈ.

" ડૉક્ટર સાહેબ..! પ્રદીપ અને બાપુને શું વાગ્યું અને કેવીરીતે થયું..? તેઓ જલ્દી સાજા તો થઈ જશે ને ?" ચિંતાતુર સ્વરે નંદિનીએ ડૉક્ટરને પૂછ્યું.

ડોક્ટરે નંદીને વિગતે વાત કહી. પોલીસને અકસ્માત થયાની જાણ પણ કરી છે. નંદિનીને અકસ્માત પાછળ કોઈનો હાથ હોય તેવું લાગ્યું. પરંતુ ચોક્કસ તપાસ કર્યા વિના ઘરમાં કહેશે તો તેની વાતો પર કોઈ વિશ્વાસ નહીં કરે.

પ્રદીપ અને બાપુને લગભગ બે મહિના સુધી આરામ કરવાનું કહ્યું. નંદિનીએ પૂરી મહેનત અને લગનથી પતિ અને સસરાની સેવા કરી. કીર્તિ પણ ઘરનાં ડોહળાયેલા વાતાવરણથી કંટાળીને અમેરિકા પાછી ચાલી ગઈ. કંચનબેન દર વખતની જેમ નંદિનીના ગર્ભમાં રહેલી દિકરીને મારવાના અખતરાઓ કર્યે જતા હતા. નંદિની તેની સૂઝબૂઝ અને ઈશ્વરની કૃપાથી દર વખતે સાસુમાના કાવાદાવાથી બચી જતી હતી.

બે મહિના સુધી પ્રદીપ અને હરખસિંગ ધંધા પર ગયા નહી. આથી ધંધા-રોજગાર વેરવિખેર થઈ ગયા. વર્ષે કરોડોની આવક થતી, જે હવે સાવ સામાન્ય થઈ ગઈ. પ્રદીપ અને કંચન બહેનને તો આ પાછળ નંદિની દીકરીના અશુભ પગલા જવાબદાર લાગતા હતા. નંદિનીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. એક બાજુ દીકરી પ્રત્યેનો પ્રેમ, દીકરીની રક્ષા કરવા માટે આપેલ વચનને પાડવાનું હતું. બીજી બાજુ પ્રદીપ અને સાસુમાના મહેણાં ટોણા. દિવસે દિવસે ઘરની હાલત કથળતી જતી હતી. ઘરની પરિસ્થિતિ જોઇને ક્યારેક તો નંદિનીને પણ થઇ જતું હતું કે શું ભુવાજીની વાત ખરેખર સાચી તો નહીં હોય ને..? પણ પછી ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાએ ભુવાજીની અંધશ્રદ્ધાને પોતાના મન પર હાવી થવા ન દીધી. જોતજોતામાં નંદિનીને સાતમો મહિનો બેસી ગયો. ગર્ભવતી દરેક સ્ત્રીને એવી ઇચ્છા હોય છે કે તેનો ખોળો ભરાય, તેનું શ્રીમંત થાય. પણ નંદિનીના ઘરની હાલત જોઈ તેને બિલકુલ નથી લાગતું કે તેના આ ઘરમાં તેનું શ્રીમંત ભરાય.

" બા, મારે સાતમો મહિનો ઉતરવા આવ્યો છે. મારુ શ્રીમંત નથી કરવાનું..?" ખચકાતા મને નંદીનીએ કંચનબેનને કહ્યું.

" પદિયો અને તારા બાપુ માંડ સાજા થયા છે. તારી વેરણ દીકરીએ ઘરનો વિનાશ નોતરી દીધો છે. તેના માટે હું તારું શ્રીમંત કરુ..? ભૂલી જા એ વાતને તું..!" કંચન બહેનએ નકારો ભણતા કહ્યું.

" પણ બા..!"

" મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારા બાપના ઘરે જવું હોય તો જઈ શકે છે. અને વળતી માત્ર એકલી જ આવજે તારી કાળમુખી છોકરીને લઈને ના આવતી."

" બા..! આવુ કેમ બોલો છો..? તમને ખબર છે મારા પિયરમાં મારા પિતાજી સિવાય કોઈ નથી. ત્યાં મારી ડિલિવરી કોણ કરશે..? કોઈ વડીલ સ્ત્રી વગર આ તો અશક્ય છે."

" તો તને શું લાગે છે..? તારી ડિલિવરી હું કરીશ..? એ વાત તો ભૂલી જા. હું તો તારી છોકરીનું મોઢું જોવા પણ નથી ઈચ્છતી. જેના આવવાના સમાચાર માત્રથી મારુ ઘર વેરવિખેર થઈ ગયું, ધંધા-રોજગાર પડી વાગ્યા. મારો પતિ ને મારો દીકરો મોતના મુખમાંથી માંડ ઉભા થયાં છે. તેના જન્મ માટે હું ખુશ કેવી રીતે થઈ શકુ..? તારે તારા પિયરમાં જે કરવું હોય તે કરજે. તારી અભાગણી દીકરીથી અમને છુટકારો આપ. જતી રે તારા પિયરમાં." કડક અને સ્પષ્ટ શબ્દોમાં કંચનબેને નંદિનીને તેના પિયરમાં જવા માટે કહી દેધું. નંદિની તેઓની સામે કોઇ જ દલીલ કરી શકી નહીં.

સાત મહિનાથી નંદિની પણ સાસુમાંના કાવાદાવા અને ઘરની હાલત જોઈ કંટાળી ગઈ હતી. તેને એ વાત પણ બરાબર ખબર હતી કે કોઈ પણ ભોગે આ ઘરમાં તેની દીકરીનો સ્વીકાર થશે નહીં. પ્રદીપ પણ ભુવાજીની વાતો પર વિશ્વાસ કરી નંદિની પ્રત્યે નફરત કરતો હતો.

" જ્યાં મારુ સ્વમાન નથી જળવાતું તે ઘરે મારે રહેવાનો કોઈ મતલબ નથી. હવે હું આ ઘરમાં એકદિવસ પણ નહીં રહું. પિતાના ઘરે પણ હું તેઓનો બોઝ બનવા નથી માંગતી આથી તેઓનાં ઘરે પણ હું નહીં જાઉં. કાંઈ નહિ ઈશ્વરની સંતાન છું. તે મારી વ્યવસ્થા કરશે ક્યાંક..!" એમ મનમાં દ્રઢ નિશ્ચય કરી નંદિની થોડાં કપડાં લઈ ઘરની બહાર નીકળી ગઈ. સાત મહિનાનો ગર્ભ લઈ તે ક્યાં જશે..? કેવીરીતે તે પોતાનું ભરણપોષણ કરશે..? તેની તેને કોઈ જ ખબર નહોતી. છતાં તે આ ઘરમાંથી બહાર નીકળી ગઈ.

To be continue....

મૌસમ,😊