લાશ નું રહસ્ય - 2 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાશ નું રહસ્ય - 2

લાશ નું રહસ્ય પ્રકરણ_૨



ત્યાંજ બારણું ખોલ્યું અને અનિલ તથા સેજલે અંદર પગ મૂક્યો. અભયને પત્નીને શું વાત થઈ રહી હતી? અનિલ બોલ્યો,
' હું ' અભયને એમ પૂછી રહ્યો હતો કે હત્યાની રાતે જ્યારે તેઓ સીમા ને મળ્યા એ વખતે એમણે કયા કપડાં પહેર્યા હતા ? દિપકે અનિલને તાકતા કહ્યું.
એણે એક લીલા રંગની રેશમી સાડી અને એનું મેચિંગ થતું એ જ કલર નું બ્લાઉઝ પહેર્યું હતું અભય બોલ્યો.
" બેઠકના ટેબલ પર તમે સીમાની ચાવીઓનો ગુસ્સો પડેલો જોયો હતો? "
' હાં, જી...'
" ત્યાં બીજું શું પડ્યું હતું?"
"એનું પર્સ..."
"એટલે કે તમે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી માંડીને સીમાની લાશ મળી ત્યાં સુધીમાં કોઈએ કાંઈ જ આઘુ પાછુ કર્યું ન હતું ? "
' એવું જ લાગે છે, મારો ખેલ છે કે હું ત્યાંથી રવાના થયો એ પછી તરત જ સીમાની હત્યા થઈ ગઈ હતી. અભય ગંભીર અને દયામણા મુખે જવાબ આપ્યો.
બધા લોકો અભયના મોઢાને જોઈ રહ્યા હતા.
અભયનું મોઢું ઉતરેલું અને ખૂબ દયામણું થઈ ગયું હતું.
એના મનમાં ઊંડે ઊંડે કંઈક અજાણી પીડા તેને ડંકી રહી હતી, તે વેદના તેના મોઢા દ્વારા દરેક લોકોને નજરે પડતી હતી.
" હં...અઅ.. દીપક એકક્ષણ ખામોશ રહ્યો પછી એ અનિલ તરફ ફર્યો. હું એ પૂછવા માંગુ છું મિસ્ટર અનિલ કે તમે એ પતો લગાવવાની કોશિશ કરી રહ્યા હતા બરાબરને...
અનિલ વિષમયતા ભર્યા મોઢે દિપકની સામે જોયું, હું પણ એ જ પતો લગાવવાની કોશિશ કરી રહ્યો છું. " તમને યાદ છે મિસ્ટર અનિલ કે એ રાતે તમે શું કરી રહ્યા હતા? "
દીપક અનિલ ની આંખોમાં આંખો નાખતા પ્રશ્નો પૂછ્યો.
" હું એ રાતે થોડીવાર માટે અભયના ઘર પર હતો અનિલે નીડર અને બે ફિકરાઈથી જવાબ આપ્યો.
' કંઈ ખાસ કામથી ?
' હા ખાસ કામ થી, મારે તેની સાથે કારોબાર ની વાત કરવી હતી એટલે ત્યાં ગયો હતો એ પછી હું સેજલને લઈને નાઈટ ક્લબમાં ગયો હતો.
' કઈ નાઈટ ક્લબમાં? '
" નાઈટ સેમ્સ નાઈટ ક્લબમાં " '
" એ તો સાત રસ્તાની બાજુમાં ત્રીજા માળે છે ને? "
" હા, ત્રીજા માળપર છે! "
એ નાઈટ ક્લબ આમ પણ ચર્ચામાં છે, ત્યાં અવાર નવાર નવીન કિસ્સાઓ બનતા જ હોય છે. આ ક્લબ સૌથી વધારે ડેન્જર અને અપરાધિત છે, પણ તેમના ઓનર ખૂબ જ હોશિયાર અને પહોંચેલી વ્યક્તિ હોવાથી ત્યાંના કિસ્સાઓ ઢંકાઈ જાય છે.
આ એ જ ક્લબ છે ને કે જ્યાં પર ભરત નહીં હત્યા થઈ હતી? અભય બોલ્યો. હત્યા તો નીચેના રેસ્ટોરન્ટમાં થઈ હતી, દીપક અભયના પ્રશ્નનો ઉત્તર આપતા બોલ્યો.
" રેસ્ટોરેન્ટ તો એ જ ઇમારતમાં સૌથી નીચે છે. "
' ઓ હ... '
" તમે... " દીપકે અનિલની સામે જોયું અને હુંકારમાં શબ્દો ગળા સુધી લાવીને ફરી ઉંચા અવાજે પૂછ્યું, ત્યાં તમે ક્યાંરથી કયા સુધી રહ્યા હતા ? મિસ્ટર અનિલ..?
" દસ વાગ્યા થી બે વાગ્યા સુધી અમે ત્યાં જ હતા. અનિલે લાગણી સહસ નિર્ભય પણે જવાબ આપ્યો.
" શું આ સાચું છે ? દીપકે સેજલ સામે જોયું અને એક એક શબ્દને ચાવી ચાવીને પૂછ્યું.
" મને તેઓ અભય સાહેબના ફ્લેટ પર ગયા તેની ખબર નથી. બાકી બધું સાચું છે!
દીપક ધ્યાનથી સેજલ સામે જોયું,
બધા દીપકના આમ ધીમા અને એક એક શબ્દ જે ચાવી ચાવીને પૂછી રહ્યો હતો એ વાતથી અજગતું લાગી રહ્યું હતું. બધાની નજર દિપકના મોઢા પર મંડાયેલી હતી. દિપકના સવાલોના જવાબમાં સેજલે નીડર ભાવે જવાબ આપ્યો અને નીડર ભાવે દીપક તરફ જોતી રહી.
દિપક સેજલ ને જેટલા પ્રશ્નો પૂછ્યા તેણે નીડર ભાવે જવાબ આપ્યા એ દરમિયાન સેજલ એ પોતાની આંખનું એક મટકું પણ ન માર્યો.
દસ થી બે વાગ્યા સુધી તમે બંને દરેકે દરેક ક્ષણ એક - બીજાની સામે જ હતા, દીપકે પૂછ્યું.
" હાં, ' જી અમે બંને એકબીજાની સાથે જ હતા, એક ક્ષણ પણ એકબીજાથી અલગ નથી થયા સેજલ બોલી.
' એટલે કે તમે બંને જણા એકબીજાના સાક્ષી છો કે તમારા બંનેમાંથી કોઈએ હત્યા નથી કરી."
" એમ જ સમજી લો. "
ત્યાં જ ...




ક્રમશ.


મિત્રો
જો લાશ નું રહસ્ય લઘૂનોવેલ વાંચવાની મજા આવે તો એક કૉમેન્ટ કરી દેજો.
અને હા
જો આ લઘુનોવેલ સારી લાગે અને તમારે બુક સ્વરૂપે વસાવી હોય તો મને પર્સનલ માં મેસેજ કરજો.