Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ - (ઉત્તરાર્ધ)

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (ઉત્તરાર્ધ)

મને બહુ જ દુઃખ થઈ રહ્યું હતું અને રડી રડીને મારી હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્રીજી વાર રીંગ આવી તો તો મને ખબર પડી કે રાજેશ મને કોલ કરી રહ્યો હતો.

સ્નેહા ને હા કહી દે... તું પણ ખુશ... બધા ખુશ!" રડવાને લીધે માંડ પ્રાચી બોલી શકી!

"ઓય! હું તને લવ કરું છું!" એમની વાત આગળ થાય એ પહેલાં જ ગ્રુપમાં ધડાધડ મેસેજ પડ્યા!

ગ્રુપમાં ચારેય વ્યક્તિએ પોતપોતાના હાથે જે બ્લેડ મારી હતી, એના પિક સેન્ડ કર્યા હતા!

રાજેશના મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગ્યો એનામાં કોઈનો મેસેજ આવ્યો હોય એવું મને લાગ્યું.

"પ્રાચી... સ્નેહા એ આ બધું એટલાં માટે કર્યું કે એ રાજીવનો લવ બહાર લાવી શકે!" રાજેશે કોલ પર મને કહ્યું પણ મને મારા કાન પર યકીન જ નહોતું થઈ રહ્યું!

"પ્રાચી..." એ મને વારંવાર બોલાવી રહ્યો હતો.

"મને તો લાગ્યું કે બધું ખતમ! તું સ્નેહા ને હા કહી જ દઈશ! આઈ એમ સો હેપ્પી યાર! એ બંને જાય ભાડ માં!" હું બોલી.

"આઈ જસ્ટ લવ યુ! હું તને કોઈ પણ હાલતમાં ખોવા નહિ માંગતી યાર!" મેં ઉમેર્યું.

"હા... હું તારો જ છું! કોઈ આપણને જુદા નહિ કરી શકે!" રાજેશે કહ્યું.

"દેખ હવે બહુ થાય છે યાર.. મગજની પથારી ફેરવાઈ ગઈ છે, બહુ થયું આ દોસ્તી, તું એ બંનેને બ્લોક જ કરી દે અને હું પણ એ બંનેને બ્લોક કરી દઉં છું! રડી રડીને માથું ચઢાવી દીધું યાર.." મેં કીધું અને રાજેશે પણ બંનેને બ્લોક કરી દીધા.

થોડીવારમાં રાજેશ ઘરે આવ્યો તો હું તો એને લિપટાઈ જ ગઈ. મને આટલું બધું સુકુન પહેલાં ક્યારેય નહોતું મળ્યું. હું એને છોડવા જ નહોતી માંગતી.

"સારું થયું તું આવી ગયો.." રાજેશે મને માટે એક હળવી કિસ કરી અને મને પ્યાર થી બેડ પર પહેલાં બેસાડી અને પછી સુવાડી દીધી..

"તું શાંતિથી થોડીવાર આરામ કર.." કહીને એને રૂમને ક્લીન કર્યો અને ને મગ ફ્રેશ કોફી બનાવી લાવ્યો.

"તું જરા પણ ચિંતા નાં કર, હું આપના લગ્નની વાત ઘરમાં કરીશ, ઓકે અને હા, એ છોકરો નહિ સારો એવું પણ મામીને કહી દઈશ!" રાજેશ આવ્યો તો જાણે કે એને મને બધી જ રીતે વ્યવસ્થિત કરી દીધી. બસ આ જ તો ફર્ક પડે છે ને ગમતી વ્યક્તિનું લાઇફમાં હોવાથી અને ના હોવાથી.

મેં એના બંને હાથોને મારા હાથમાં લીધા અને બહુ જ પ્યારથી કહ્યું - "બહુ જ તૂટેલી છું, બસ એક તું જ મને સાચવી શકે છે! રાજીવની તાકાત નહિ કે એ મારું આટલું ધ્યાન રાખે!"

"તું જરા પણ ચિંતા ના કર, હું છું ને! બધું જ ઠીક કરી દઈશ અને યુ જસ્ટ ડોન્ટ વરી, આજે સાંજે આપને કેન્ડલ લાઈટ ડિનર પર જઈશું!" રાજેશે કહ્યું.

"તું ભગવાન તો નહિ ને?! કે કોઈ જાદુગર છું તું?!" મેં રાજેશને સવાલ કર્યો.

"કેમ?!"

"હા, તો એક પળમાં મારા દરેક દુઃખને તેં ગાયબ કરી દીધું. બહુ જ મસ્ત લાગે છે હવે. દિલ બેચેન થઇ ગયું હતું તને ખોવાનાં ડરથી!" મેં કહ્યું.

"હા, સમજી શકું છું કે તને કેવું ફીલ થઈ રહ્યું હશે!" રાજેશે કહ્યું અને મને આરામ કરવાનું કહીને સાંજે મળીશું એમ કહી ચાલ્યો ગયો, એને ખબર જ હતી કે મારો મૂડ ઠીક નહિ તો એને સાંજ સુધી મારી સાથે કોલ પર વાત ચાલુ જ રાખેલી.